Breaking News

ભલેતમે ગમેતેવા શારીરિક સંબંધ વિશે ના જાણકાર હોવ પરંતુ લગ્નબાદ પ્રથમ રાતે આ ભૂલ ન કરવી,સ્ત્રીઓ ખાસ જાણીલો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સની વાત કરવી એ મોટાભાગનાં ભારતીયો માટે સરળ બાબત હોતી નથી. જો આપણે એને અલગ દ્રષ્ટિથી જોઇએ તો આ વાત સમજાઇ શકશે. ભારતના ૯૦ ટકા લગ્નો ‘એરેન્જ્ડ’ હોય છે. એટલે કે લગ્ન વડીલોએ ગોઠવેલાં હોય છે. અહીં પ્રેમને ક્યાંય પ્રવેશ હોતો નથી. માત્ર બે કુટુંબો વાતચીતની આપલે કરે છે. રીતરિવાજોની ચર્ચા થાય છે.અને વાત ‘પાકી’ કરી નાખે છે.

તેથી લગ્નની પ્રથમ રાત્રે કેવું દ્રશ્ય હોય છે? કલ્પના કરી જુઓ. બે તદ્દન અજાણ્યા લોકો રીતસરનાં ફૂલોથી ભરેલા પલંગ ઉપર સામસામે બેઠાં હોય છે અને ખીખી કરતાં તેમનાં અન્ય કુટુંબીજનો દરવાજાની બહાર કાન ચોંટાડીને ઊભા હોય છે. તો દરવાજાની અંદરના ઓરડામાં સતત ટેન્શન વધી રહ્યું હોય છે.

વરરાજા કદાચ છેલ્લા દાયકાથી સેક્સની મોજ માણવા તરસતો યુવક હોય છે, જેના સમાજમાં સેક્સની મોજ માત્ર લગ્ન પછી જ માણી શકાતી હોય. અને હવે જ્યારે આખરે આ ઘડી સામે આવી હોય ત્યારે તેની પાસે કાયદાકીય અને નૈતિક બધી પરવાનગી હોવાથી તે થોડા મૂંઝાઇ જાય એ સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિને કારણે સરેરાશ નવવધુ વિચિત્ર, કષ્ટભરી કે ડરી ગયેલી સ્થિતિમાં હોય છે, જેના પ્રથમ રાત્રિ બાબતેના કાંઇક જુદા જ પ્રતિભાવો હોય.

હાલમાં જ રજૂ થતી એક કોન્ડોમની જાહેરખબરમાં પણ પહેલી રાત્રે સેક્સને મહત્વ આપવાને બદલે ‘આજ સિર્ફ બાતેં’ કહી ભારતીય સમાજનું એક ચિત્રણ રજૂ કરવામાં આવે છે. સ્વભાવિક છે કે જો આયોજિત લગ્નમાં અજાણપણું અને બંને સાથીને જાતીયતા બાબતનો અનુભવ હોય નહીં તો પ્રથમ રાત્રિનો સેક્સ ટાળવો જોઇએ.

શારીરિક અને ભાવનાત્મક રીતે બંને સાથી જ્યાં સુધી સંપૂર્ણ સંમત ન હોય ત્યાં સુધી ‘સુહાગ રાત’ પાછળ ઠેલવી જોઇએ. તેને કારણે માત્ર આવેગ અને જીવનભરનાં પ્રેમ તથા માન વચ્ચેની એક સીમા જાણવા અને સમજવા મળે છે.તેમ છતાં, શહેરી અને શિક્ષિત લોકોમાં પણ પહેલી રાત્રિ વિશેની વાતચીત કોઇપણ રીતે બહુ જાહેર થતી નથી. પણ જો નવવિવાહિતો આ રાત્રિ માણવા માંગતા હોય તો તેમણે આ વિષયને જાહેરમાં ચર્ચીને વધુ માહિતી મેળવવી જ જોઇએ.

પતિ અને પત્ની એકબીજા સુધી પ્રથમ રાત્રિએ કેવી રીતે પહોંચશે તેનો બધો આધાર તે બંને લગ્ન પહેલાં જાતીય રીતે કેટલાં સક્રિય હતાં તે બાબત ઉપર રહેલો છે. જો તેઓ સક્રિય રહ્યા પણ હોય તોય લગ્નની તાણ અને આખા દિવસના થાકને કારણે લગ્નની પ્રથમ રાત્રિની ચમક ગુમાઇ જતી હોય છે. તો પ્રથમ રાત્રિને યાદગાર બનાવવા અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

પરફેક્ટ કહી શકાય તેવી લગ્નની પ્રથમ રાત્રિ તો તમને ફિલ્મોમાં જોવા કે નવલકથાના પાનાઓમાં વાંચવા મળી શકે. સાચી જિંદગીમાં હકીકત થોડી જુદી હોય છે. એકબીજાને સંતોષભર્યો પ્રેમ આપવાનું આટલું થાક્યા પછી ભાગ્યે જ બને. આખા દિવસની દોડધામ પછી લગ્નની રાત્રિનું દબાણ રાખવાને બદલે એકબીજા વિશે વાતો કરવાનું અને રીલેક્ષ કરવાનું તથા એકબીજાનો સાથ માણવાનું શીખવું જોઇએ. એકબીજામાં પ્રેમની લાગણી જાગ્રત કરવા પ્રત્યે ઉત્સુક રહેવું જોઇએ. એક વખત તે લાગણી જન્મવાની શરૂઆત થાય પછી જાતીય આનંદ એ તમારા લગ્નજીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે.

આપણામાંના ઘણાં લોકો લગ્નનાં દિવસે શું પહેરવું કે ન પહેરવું થી માંડીને નાનામાં નાની વિગતોની તૈયારી કરતાં હોય છે પણ લગ્નની રાત્રિની દરકાર લેવાનું કોઇ શીખતું નથી. બંનેના અજાણ્યાપણાંની વિચિત્રતા દૂર કરવા અને આનંદની માત્રા વધારવા કાંઇક આશ્ચર્યચકિત આયોજન કરી શકાય. આમ તો, યોગ્ય એ કહેવાય કે બંને સાથીદાર થોડો સમય કાઢી આ રાત્રિએ શું કરવું તેની ચર્ચા કરે અને એકબીજાને ખુશ કરવા શું કરશો તેનું આયોજન નક્કી કરે. એકબીજાની ઇચ્છાઓને, કલ્પનાઓને અને સીમાઓને માન આપતાં શીખવું જરૂરી છે.લગ્નની રાત્રિ પહેલાં જ એ વાતો એકબીજાના મનમાંથી બહાર આવી જાય તો બંને વચ્ચેનું અંતર ઘણું ઘટી શકે છે.

માત્ર ડિઝાઇનર ઘાઘરા ચોલી ખરીદવાના આયોજનમાં જ સમય વેડફ્યા કરો નહીં. સાથે, તમે એમાં સારા લાગો અને વધારાની ચરબી ઓગાળી શકો તેવા પણ પ્રયત્ન કરો. બને તો જિમ્નેશિયમની મુલાકાત લેવાનું શરૂ કરો જેથી લગ્નના સમયે તમારી વધારાની ચરબી ઓગળી જાય. તમારું શરીર ટોન્ડ્ થશે અને ચામડી પણ ચમકતી થશે, જે તમારા સાથીદાર માટે ખૂબ મહત્વની બાબત હશે. તેનાથી તમારો પોતાનો આત્મવિશ્વાસ પણ વધશે.

આપણા દેશ માં લગ્ન ને એક સંસ્કાર ના રૂપ માં માનવામાં આવે છે.જેવી રીતે જીવન માં અન્ય ચીજો અનિવાર્ય હોય છે એવી રીતે લગ્ન પણ અનિવાર્ય રહે છે,અને આમ જોઈએ તો લગ્ન એ જીવન નું મહત્વ પૂર્ણ અંગ માનવામાં આવે છે.બધાની જિંદગી માં એક ખાસ સમય આવે છે જ્યારે તેના લગ્ન થાય છે.લગ્ન એ કોઈપણ વ્યક્તિ માટે ભલે તે છોકરો હોય કે પછી છોકરી એ એક રોમાંચક અનુભવ હોય છે.બધાની એક જ ચાહક હોય છે કે તેનો પાર્ટનર સમજદાર હોય અને ખુલ્લી ને તેની સાથે વાતો કરે.

આપણા ભારતીય સમાજ માં લગ્ન હમેંશા ઘરના વડીલો ની મરજી થી કરવામાં આવે છે.સૌ પ્રથમ તો દીકરો અને દીકરી એકબીજાને જોયા વગર જ લગ્ન નક્કી કરે લેતા હતા.આવા માં એના પ્રેમ ની શુ ઉમ્મીદ કરવી? પરંતુ આજે સમય ભલે બદલાઈ ગયો હોય પણ આજે પણ લગ્ન ઘર ના વડીલો ની મરજી થી થાય છે.આવામાં છોકરો અને છોકરી એકબીજા ને સારી રીતે ઓળખી શકતા નથી.

લગ્ન ની રાતે વાતો કરવા માટે હોય છે ઘણા ટોપિક.જ્યારે બે અજનબી લગ્ન ની પહેલી રાતે અચાનક મળશે ત્યારે તે કેવું મહેસુસ કરશે,એ કોઈ ને જણાવવાની જરૂર નથી.બન્નેમાં ઘણી શરમ હોય છે.બન્ને સંકોચ માં હોય છે કે ક્યાંથી વાત શરૂ કરવી જોઈએ.જોકે વાત કરવા માટે ઘણા ટોપિક હોય છે.પરંતુ આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ કે એ ભૂલ લગ્ન ની પહેલી રાત્રે બિલકુલ ન કરવી જોઈએ.આવું કરવાથી તમારા પ્રેમની શરૂઆત ની પહેલા જ અંત થઈ જાય છે.

લગ્ન ની પહેલી રાત્રે ન કરવા જોઈએ એ કામ.ભૂલ થી પણ અતીત વિશે ન કરો વાત.બધા માણસો નું એક અતીત હોય છે જેને છોડી ને તે એક નવા જીવન માં પ્રવેશ કરે છે.કેટલાક લોકોનો ભૂતકાળ ખૂબ જ ભયાનક હોય છે.તેના વિશે યાદ કરી ને તેનું દિલ તૂટી જાય છે.આવા સમય માં લગ્નની પહેલી રાત અથવા આવવા વાળી બધી જ રાતો માં ક્યારેય પણ તેના અતીત વિશે વાત ન કરવી જોઈએ.આમ ન કરવાથી સબંધ શરૂ થતાં પહેલા જ પૂર્ણ થઈ જાય છે.

પરિવાર ની કમીઓ ઉપર ન કરો વાત.કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ એકબીજા ના પરિવાર ની ખામીઓ હંમેશા ગણતા રહે છે.દરેક લગ્ન માં કોઈ ના કોઈ ખામી રહી જ જાય છે.એવામાં સમજદારી એ છે કે તેને ભૂલી જઇ ને નવા જીવન ની તૈયારી કરો.આવું કરવાથી તમારી છબી અલગ પડે છે.અને આવું ન કરવાથી સબંધ માં અણબનાવ આવે છે.

રોમાન્સ માં ન કરો ઉતાવળ.લગ્ન ની પહેલી રાત ને એકબીજા ને જાણવા માટે ઉપયોગ કરો.જેટલું તમે તમારા પાર્ટનર ને ઓળખશો તેટલોજ તમારો પ્રેમ વધતો જશે.અને રોમાન્સ પણ વધશે.આવા સમયે રોમાન્સ માં ઉતાવળ ન કરવી જોઈએ.આરામ થી પ્રેમ જાતાવવો જોઈએ.એકવાર બન્ને ને સારી રીતે એકબીજા વિશે જાણી લેવું જોઈએ ત્યારબાદ બન્ને વચ્ચે શારીરિક સંબંધ બનાવવા જોઈએ.

સાથી ની ખામીઓ માં ન આપો ધ્યાન.આ દુનિયામાં કોઈ પણ માણસ પરફેક્ટ નથી તેનામાં કોઈ ને કોઈ ખામી તો અવશ્ય રહેલીજ હોય છે.આવામાં લગ્ન ની પહેલી રાત્રે તમારા પાર્ટનર ની ભૂલો ગણાવવી એ તમારી સૌથી મોટી ભૂલ હોય શકે છે.કારણ કે સુહાગરાત ઉપર તમારો પાર્ટનર તમારા પ્રત્યે પ્રેમ ની આશા રાખતો હોય છે પણ તમે એની ભૂલો ને યાદ કરી ને એની નજરો માં તમને ખુદ ને નીચા સાબિત કરો છો.

સાથી ને પણ સાંભળો ધ્યાન થી.કેટલાક લોકો ની ટેવ હોય છે કે જ્યારે તે બોલવાનું શરૂ કરે છે ત્યારે તે પોતે જ બોલવા લાગે છે.એને એ વાત નું ધ્યાન નથી રહેતું કે ની સામે વાળી વ્યક્તિ પણ કંઈક બોલવા માંગે છે.આવા માં તે સામે વાળી વ્યક્તિ ની વાતો સાંભળી શકતા નથી.એટલા માટે જો તમે પણ એને ધ્યાન થી સાંભળશો તો તે તમારી પણ ઈજ્જત કરશે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *