આગામી 48 કલાક ખૂબ જ ભારે, સુરતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, હવે તો ચેતી જજો નહીંતર જોવા જેવી થશે..!

0
815

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી ત્રણ દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ગ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો પ્રેશર સિસ્ટમ બની છે. આ બંને સિસ્ટમના કારણે રાજ્યભરમાં ભારેથી અતીભારે વરસાદ પડી શકે છે. કચ્છ દાહોદ પંચમહાલ મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા અરવલ્લી અને રાજકોટ જામનગર દ્વારકા સુરત તાપી નવસારી ડાન્સ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા

વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.જેના પગલે આજે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને આગામી 48 કલાક માં લૉ પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાના પગલે આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ એ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને દર કલાકે ડેમની સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને હાલમાં ડેમની જળ સપાટી 132.74 મીટરે પહોંચી છે.

દરિયામાં ભારે કરંટ ને પગલે વેરાવળની એક બોટ મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી હતી.બોટ નું એન્જિન દરિયામાં બંધ પડી ગયા બાદ બોટ પાણીમાં તણાઈ ગઈ હતી. જે બાદ માછીમારો એક રાત દરિયાની અંદર જ વિતાવી હતી અને બીજા દિવસે કોસ્ટ ગાર્ડ રેસકયુ ઓપરેશન હાથ ધરીને માછીમારો ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.