Breaking News

ભારતનાં આ રાજ પરિવાર સાથે છે 40 હજાર કરોડની મિલકત,400 રૂમનોતો ખાલી મહેલજ છે, જુઓ તસવીરો……..

ભારત નું ખુબ સુરત રાજ્ય મધ્યપ્રદેશ નું નામ સંભાળતા, પ્રાચીન વારસો, મંદિરો અને તળાવો અને ધોધ દિલ માં આવે છે. આ રાજ્ય તેની સંસ્કૃતિ અને પ્રકૃતિ માટે જાણીતું છે. મધ્યપ્રદેશ ની સુંદરતા માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. નર્મદા, ચંબલ, સોન, તાપ્તી અને શિપ્રા પાંચ નદીઓના કાંઠે વસેલા આ રાજ્યમાં એક થી એક સારા સ્થળ છે, જેમાંથી એક ગ્વાલિયરમાં ‘જય વિલાસ મહેલ’ છે. તે સિંધિયા મહેલ તરીકે પણ ઓળખાય છે.જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારનાં રાજ કુંવર છે. તેમને શૂટિંગ, ક્રિકેટ, આર્ચરી અને કાર રેસિંગનો બહુ જ શોખ છે. જ્યોતિરાદિત્યની પત્ની પ્રિયદર્શની પણ દુનિયાની ટોપ-50 બ્યૂટીફૂલ મહિલાઓની યાદીમાં જગ્યા બનાવી ચુક્યા છે. જ્યોતિદારિત્ય સિંધિયા હાલમાં અેમપીમાં કોંગ્રેસના કદાવર નેતા છે.

પ્રિયદર્શની ગુજરાતનાં રાજવી પરિવારની રાજકુમારી છે:જ્યોતિરાદિત્ય સિંધિયાએ 1993માં હાવર્ડ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ડિગ્રી લીધી હતી. 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ બાદ અમેરિકામાં જ સાડા ચાર વર્ષ લિંચ, સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક અને માર્ગેન સ્ટેનલેમાં કામનો અનુભવ લીધો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન પ્રિયદર્શની સાથે 12 ડિસેમ્બર 1994ના રોજ થયા. પ્રિયદર્શની વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારની રાજકુમારી છે. એમનો એક દીકરો મહાઆર્યમન અને દીકરી અનન્યા છે.ભવ્ય રાજમહેલ અને કરોડોની સંપત્તિ જય વિલાસ મહેલ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેર ખાતે સિંધિયા રાજપરિવારનું નિવાસસ્થાન જ નહીં પણ એક ભવ્ય સંગ્રહાલય છે. હાલમાં આ મહેલના 35 રૂમમાં સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.

અહીંના સંગ્રહાલય ખાતે અન્ય એક પ્રખ્યાત વસ્તુ ચાંદીની રેલગાડી છે, જેના પાટા ડાઇનિંગ ટેબલ પર લગાડેલ છે. વિશિષ્ટ ભોજનસમારંભ વખતે આ રેલગાડી મોટેભાગે પીણાંઓ પીરસતી આગળ વધે છે. મહેલમાં સિંધિયા કાળના ઘણા દસ્તાવેજ અને કલાકૃતિઓ છે તેમજ ઔરંગઝેબ અને શાહજહાંની તલવારો પણ છે. આ ઉપરાંત ઇટાલી, ફ્રાન્સ, ચીન અને અન્ય ઘણા દેશોમાંથી લવાયેલી દુર્લભ કલાકૃતિઓ પણ અહીં છે.આ મહેલ ફ્રેન્ચ આર્કિટેક્ટ મિશેલ ફિલોસે બનાવ્યો હતો. બ્રિટિશ અધિકારી કિંગ એડવર્ડના આગમન દરમિયાન ગ્વાલિયરના મહારાજા જયજીરાવ સિંધિયાએ 1844 માં સિંધિયા મહેલ બનાવ્યો હતો.

તે સમયે આ મહેલની કિંમત એક કરોડ આંકવામાં આવી હતી. આ મહેલનું મોટા ભાગનું નિર્માણ ઇટાલિયન સ્થાપત્ય-શૈલીથી પ્રભાવિત છે. આ મહેલનો પ્રસિદ્ધ દરબાર ખંડ (હોલ) આ મહેલના ભવ્ય ભૂતકાળનો સાક્ષી છે. અહીં ટીંગાડેલ બે જુમ્મરનું વજન 3-3 ટન જેટલું છે, કહેવાય છે કે તેને લટકાવતાં પહેલાં દસ હાથી છત પર ચડાવી છતની મજબુતાઈ માપવામાં આવી હતી.

આખો મહેલ સફેદ છે.જયવિલાસ પેલેસ 1874માં બનાવવામાં આવ્યો હતો. 400 રૂમવાળો આ મહેલ આખો સફેદ રંગનો છે અને 12 લાખ વર્ગફૂટમાં ફેલાયેલ છે. નિર્માણ સમયે આ પેલેસની કિંમત 1 કરોડ હતી. હાલમાં તેની કિંમત 4 હજાર કરોડ રૂપિયા આંકવામા આવી રહી છે. મહેલના 35 રૂમમાં હવે મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે.

યુરોપિયન આર્કિટેક્ચર અનુસાર, સિંધિયા મહેલ વિદેશી કારીગરો ની મદદથી બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંગના માળ જુદા જુદા શૈલી માં બનાવવામાં આવ્યા છે. પ્રથમ માળ તસ્કનમાં, બીજો ઇટાલિયન-ડોરિક અને ત્રીજો કોરીંથિયન શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મહેલ ના ફ્લોર પર ઇટવાલી આરસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવન ના નિર્માણમાં પણ સોના અને ગિલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ રાજ મહેલમાં એક ખાસ દરબાર હોલ છે. 100 ફૂટ લાંબા અને 50 ફૂટ પહોળા હોલમાં વિશ્વના સૌથી મોટા જુમ્મર લાગેલા છે. અહીંની દિવાલો પર 450 કિલો સોનું લાગેલું છે. આ શાહી દરબારમાં 140 વર્ષોથી ત્રણ-ત્રણ ટનના 2 વિશાળ જુમ્મર લાગેલા છે. આ જુમ્મરને બેલ્ઝિયમના કારીગરોએ બનાવ્યા હતા. જુમ્મરને લટકાવતા પહેલા એન્જિનિયરોએ 7 દિવસ સુધી ધાબા પર 10 હાથીઓ ઉભા રાખ્યા હતા, જેથી જુમ્મર ટકી શકશે કે નહીં તેનો અંદાજો લગાવી શકાય. ડાઈનીંગ હોલમાં ચાંદીની ટ્રેન છે જે ભોજન પીરસે છે.

પ્રિન્સ એડવર્ડના સ્વાગતમાં બનાવ્યો હતો પેલેસ.સિંધિયા રાજવંશના શાસક જયાજીરાવ 8 વર્ષની વયે ગ્વાલિયરના મહારાજા બન્યા હતા.ઈંગ્લેન્ડના શાસક પ્રિન્સ એડવર્ડ- VII નું ભારત આવવાનું થયું તે સમયે જયાજી મહારાજે તેમને ગ્વાલિયર આમંત્રિત કર્યા હતા.તેમના સ્વાગતમાં જ તેઓએ જયવિલાસ પેલેસના નિર્માણની યોજના બનાવી હતી. તેમણે ફ્રાન્સના આર્કિટેક્ટ મિશેલ ફિલોસની નિમણૂંક કરી અને તેણે 1874માં ભવ્ય જયવિલાસ પેલેસનું નિર્માણ કર્યું.

તમને જણાવી દઈએ કે, આ ભવ્ય રાજમહેલના ટ્રસ્ટી જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શીની રાજે સિંધિયા છે.ભારતીય નાગરિકોને અહીં ફરવા માટે વ્યક્તિ દીઠ 150 ટિકિટ લેવી પડે છે.વિદેશી નાગરિકોની ટિકિટ ની કિંમત પ્રતિ વ્યક્તિ 800 રૂપિયા છે.પાંચ વર્ષ સુધીના બાળકો માટે કોઈ ટિકિટ નથી.જો તમારે કેમેરો અને મોબાઈલ લઇ જવો હોય, તો તમારે તેના માટે એક અલગ ફી ચૂકવવી પડશે.આ મહેલ સવારે 10 વાગ્યે ખુલે છે અને સાંજે 4.30 સુધી ખુલ્લો રહે છે.

રાજવી પરિવાર અને રાજકીય ઘરોમાંથી હોવાથી, જ્યોતિરાદિત્ય બાળપણથી જ રાજકારણને સમજે છે. જ્યારે તેઓ તેમના પિતા માધવરાવ સિંધિયાના અવસાન પછી સક્રિય રાજકારણમાં આવ્યા હતા. માધવરાવ સિંધિયા 30 સપ્ટેમ્બર 2001 ના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જ્યોતિરાદિત્ય ફેબ્રુઆરી 2002 માં ગુના બેઠક ઉપરની પેટા-ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા, જ્યારે તેઓ 2004 ની લોકસભાની ચૂંટણીમાં તે જ બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા.2014 માં લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપેલી ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની પાસે 32 કરોડ 64 લાખ 18 હજાર 4 સો 12 રૂપિયાની સંપત્તિ છે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *