ભારતનાં આ નેતાઓની પત્નીઓ એટલી સુંદર દેખાય છે કે તેમની આગળ બોલીવુડ હિરોઇનો પણ ફીકી પડે છે,જોઈલો તસવીરો……

આપણા દેશમાં રાજકરણ જોરશોરથી ચાલી રહ્યું છે એમાં અમુક નેતાઓ જે અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં આવતા રહે છે.દેશના ઘણા રાજકારણીઓની પત્નીઓ તેમની સુંદરતાને કારણે હેડલાઇન્સનું કારણ બની રહે છે. આજે આપણે એ જ રાજકારણીઓની પત્નીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તેમની સુંદરતાની દ્રષ્ટિએ બોલિવૂડની અભિનેત્રીઓને પણ પાછળ છોડી રહ્યા છે.

પ્રિયદર્શિની રાજે સિંધિયા.

આ યાદીમાં પહેલું નામ કોંગ્રેસના નેતા જ્યોતિરાજ સિંધિયાની પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા છે.જૂનના પ્રથમ અઠવાડિયામાં ભાજપ નેતા સિંધિયા અને તેમના માતા માધવી રાજે સિંધિયા કોરોના સંક્રમિત થયા હતા પ્રિયદર્શિની રાજેને પણ દેશની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.જ્યોતિરાદિત્યએ પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે લગ્ન કર્યા છે.એની પત્ની પ્રિયદર્શિની વિશે ઓછા જ લોકો જાણે છે.તો જાણીએ કોણ છે પ્રિયદર્શિની રાજે સિંધિયા.પ્રિયદર્શિની રાજે સિંધિયા બરોડાના ગાયકવાડ પરિવારની રાજકુમારી છે. એમના પિતા કુમાર સંગ્રામસિંહ ગાયકવાડ બરોડાના છેલ્લા શાસક પ્રતાપ સિંહ ગાયકવાડના દીકરા છે.પ્રિયદર્શિનીની માં પણ નેપાલના રાજઘરાના સાથે સંબંધ ધરાવે છે પ્રિયદર્શિનીએ મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલ માંથી અભ્યાસ કર્યો છે.વર્ષ 2012માં ફેમિનામાં પ્રિયાર્શિનીને દુનિયાની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવી હતી. પ્રિયદર્શીની દેશની સૌથી સુંદર રાજકુમારીઓમાં સ્થાન પામી છે. 2008માં પ્રિયદર્શીનીને બેસ્ટ ડ્રેસ્ડ હોલ ઓફ ફેમ લિસ્ટમાં પણ સ્થાન મળ્યુ હતું.પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્યની મુલાકાત વર્ષ 1991માં થઇ હતી. કહેવામાં આવે છે કે જ્યોતિરાદિત્યને પહેલી મુલાકાતે જ પ્રિયદર્શીને પ્રેમ થઇ ગયો હતો.12 ડિસેમ્બર 1994માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેઓને બે બાળકો છે. એક છોકરો જેનું નામ મહાનઆર્યમન સિંધિયા છે અને દીકરીનું નામ અનન્યા સિંધિયા છે.જ્યોતિરાદિત્ય સિંધિયા 1874માં યુરોપિયન શૈલીમાં બનેલા મહેલ જયવિલાસ પેલેસમાં રહે છે. જેમાં કુલ 400 રૂમ છે. મહેલની છત પર સોનુ લાગેલું છે. તેના 40 રૂમમાં મ્યૂઝિયમ છે. તેમાં રોયલ દરબાર હોલ છે. તેની છતથી 140 વર્ષથી 3500 કિલોના બે ઝૂમ્મર લટકેલા છે. આ ઝૂમ્મરોને બેલ્ઝીયમના કારીગરોએ બનાવ્યા હતા. પેલેસના ડાયનિંગ હોલમાં ચાંદીની ટ્રેન છે જે ખાવા પીરસવા કામ આવે છે.

સારા પાયલટ.

બીજું નામ સારા છે, રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટની પત્ની. સારા તેની સુંદરતા માટે પણ જાણીતી છે.કોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય નેતા સચિન પાયલટને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સચિન પાયલટનું અંગત જીવન પણ ઘણું રસપ્રદ છે. તેમની પ્રેમ કહાની વિશે તો દરેક લોકો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની પત્ની સારા તેમનાથી વધુ કમાણી કરે છે.આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે રાજસ્થાનમાં યોજાયેલ ચૂંટણી પહેલા સચિન પાયલટ તરફથી આપવામાં આવેલ એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ અને કામની જાણકારી આપી હતી.2018ના રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલાં સચિન પાયલટે એક એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં સચિન પાયલટે પત્નીની સંપત્તિ પણ બતાવી હતી. આ સમયે તેમની સંપત્તિ 10 લાખ બતાવવામાં આવી હતી અને પત્ની સારાની સંપત્તિ 5 કરોડની જાહેર કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે સારા પાયલટ સોશ્યલ વર્કની મદદથી દર વર્ષે 20 લાખ રૂપિયાથી વધારે કમાય છે. એ સિવાય સારા એક પ્રોફેશનલ યોગા ઈન્સ્ટ્રક્ટરનું કામ કરે છે.આવી છે સચિન સારાની લવ સ્ટોરી.ઉલ્લેખનીય છે કે સારા ફારુક અબ્દુલ્લાની દીકરી છે. સચિન પાયલટ અને સારાની મુલાકાત લંડનમાં થઈ હતી.અહીં સચિન પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યા હતા.અહીં બંનેની દોસ્તી થઈ અને તેમને પ્રેમ થયો. પછી બંનેએ એક મેકને 3 વર્ષ સુધી ડેટ કર્યું અને બંનેના પ્રેમમાં ધર્મ આડો આવ્યો. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સારા અને સચિને લગ્ન કર્યા. અત્યારે તેઓ સુખમય જીવન જીવી રહ્યા છે. તેમને 2 પુત્રો આરાન અને વીહાન છે. સારા પાયલટ કરે છે આ કામ.સારા સોશ્યલ વર્કર સિવાય ટ્રેન્ડ યોગા ઈન્સ્ટ્રક્ટર પણ છે.સારા પાયલટ સોશ્યલ વર્કની મદદથી દર વર્ષે 20 લાખ રૂપિયાથી વધારે કમાય છે.

ડિમ્પલ યાદવ.

ત્રીજું નામ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનું છે. રાજકારણમાં ગયેલી ડિમ્પલ સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ રાજકારણમાં સક્રિય રહે છે અને જ્યારે પણ તે ભાષણ કે સભાઓમાં જાય છે ત્યારે તે સિંદૂર અને મંગલસૂત્ર વગર જ જોવા મળે છે.પણ ક્યારેક, સિંદૂર અને મંગલસૂત્ર સાથે ડિમ્પલ યાદવના નજીકના લોકોનું કહેવું છે કે જ્યારે ડિમ્પલ કોઈ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં જાય છે ત્યારે તે સિંદૂર અને મંગલસૂત્ર નથી પહેરતી. પરંતુ જ્યારે તેમણે કોઈ હિંદૂ વિસ્તારમાં જવાનું હોય છે તો તે સજીધજીને અને મંગલસૂત્ર પહેરીને જાય છે.ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવની પત્ની અને કન્નોજથી સપાની સાંસદ ડિમ્પલ યાદવ.પેન્ટીંગ અને ઘોડેસવારીનો શોખ ધરાવતી ડિમ્પલ કાર્યકર્તાઓ અને પ્રજામાં બહુ લોકપ્રિય છે. બધા તેમના રાજકીય જીવન વિશે તો જાણે છે પરંતુ  તેમના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે.અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવની પહેલી મુલાકાત લખનૌમાં થઇ હતી એ સમયે અખિલેશની ઉંમર 25 વર્ષ અને ડિમ્પલની ઉંમર 21 વર્ષની હતી. એક એવી કહેવત છે કે પ્રેમ અને ભણતર સાથે ચાલે છે અને અભ્યાસ દરમ્યાન જ પ્રેમ પરવાન ચઢે છે.અખિલેશના કેસમાં પણ આવું જ થયું અને તેને એક છોકરી સાથે પહેલી નજરનો પ્રેમ થઇ ગયો જે ડિમ્પલ હતી. બોલીવુડની અભિનેત્રીને પણ સુંદરતામાં પાછી પાડે એવી ડિમ્પલ અને અખિલેશની લવસ્ટોરી પણ ફિલ્મી પટકથા જેવી રસપ્રદ છે. એ સમયે ડિમ્પલ લખનૌ યુનિવર્સિટીમાંથી કોમર્સનો અભ્યાસ કરી રહી હતી. અને એક કોમન મિત્ર દ્વારા બંને પરિચયમાં આવ્યા હતા.જોતજોતામાં બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને લગ્ન કરવા માંગતા હતા. ડિમ્પલના પિતા એસ.સી. રાવત લેફ્ટન્ટ કર્નલ હતા તો અખિલેશના પિતારાજકારણી.અખિલેશના પિતા મુલાયમસિંહ નહોંતા ઇચ્છતા કે આ લગ્ન થાય કારણ કે તેઓ લાલુ પ્રસાદની દિકરી મિસા સાથે અખિલેશના લગ્ન કરાવવા માંગતા હતા.પરંતુ ઘણી મહેનત બાદ દાદી મૂર્તિદેવીના માધ્યમથી અખિલેશે પિતા મુલાયમને આ લગ્ન માટે મનાવી લીધા અને આખરે ચાર વર્ષ સુધી એક બીજા સાથે ડેટીંગ કર્યા બાદ 24 નવેમ્બર, 1999ના રોજ ડિમ્પલ અને અખિલેશના લગ્ન થયા.આજે અખિલેશ અને ડિમ્પલને આદર્શ કપલ માનવામાં આવે છે અને તેઓને અદિતિ અને ટીના નામની બે દિકરીઓ અને અર્જૂન નામનો એક દિકરો છે. ડિમ્પલ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય જોવા મળે છે તે અખિલેશ યાદવના સોશિયલ મીડિયાની હેડ પણ છે.

રાજલક્ષ્મી યાદવ.

લાલુપ્રસાદ યાદવની સૌથી નાની પુત્રી છે.રાજલક્ષ્મીના લગ્ન ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવના પૌત્ર અને મૈનપુરીના સાંસદ તેજપ્રતાપ સિંહ યાદવ સાથે થયેલા છે.હમણાં થયેલા તેમના મેરેજ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં.આ સિવાય લોકસભાના સાંસદ તેજ પ્રતાપસિંહ યાદવની પત્ની રાજલક્ષ્મી યાદવ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના યુવા નેતા મિલિંદ દેવરાની પત્ની પૂજા શેટ્ટી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરની પત્ની શેફાલી ઠાકુર પણ અભિનેત્રીઓને સૌંદર્યની દ્રષ્ટિએ પાછળ છોડી દેતી જોવા મળે છે.રાજલક્ષ્મી મુલાયમસિંહ યાદવના પૌત્ર તેજ પ્રતાપસિંહ યાદવની પત્ની છે. રાજલક્ષ્મી લાલુ પ્રસાદ યાદવની પુત્રી પણ છે. જેની સુંદરતા તેના લગ્ન પછી સોશિયલ મીડિયા પર ચર્ચાઈ હતી. તમને જણાવી દઈએ કે રાજલક્ષ્મીની સુંદરતા બોલિવૂડની કોઈ પણ અભિનેત્રી સામે ટક્કર લગાવી શકે છે.

Leave a Comment