Breaking News

ભારતમાં વિજય માલ્યા જ નહીં પરંતુ તેના સિવાય આ લોકોએ કર્યા છે સૌથી મોટા કૌભાંડ, એકતો એટલા રૂપિયા લઈ ફરાર થયો કે પાછળ શૂન્ય ઘણી થાકી જશો.

હર્ષદ મહેતા સ્કેમ.સૌરાષ્ટ્રમાં જન્મેલ એ વ્યક્તિ જેણે ભારતને સપના વેચ્યાં! બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતા વિશે જાણીએ.આજે આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યાં છીએ એ માણસ, જેણે ભારતને સપના વેચ્યાં! ઇતિહાસના પન્ને પણ તેનું નામ બોલાતું રહેશે. એક સામાન્ય વ્યક્તિથી લઈને ટાઈમ મેગેઝીનમાં કવર સુધી પહોંચનાર હર્ષદ મહેતા!હર્ષદ મહેતાનો જન્મ 29 જુલાઈ 1954 ના રોજ રાજકોટના મોટી પાનેલી ગામનાં જૈન પરિવારમાં થયેલો હતો.

નાના વેપારીઓના પરિવારમાં જન્મેલા હર્ષદ મહેતાનું બાળપણ મુંબઇની કંડી વાલીમાં વીત્યું અને તેમણે સ્કૂલનું શિક્ષણ મુંબઇની હોલી ક્રોસ બેરોન બજાર માધ્યમિક શાળામાંથી કર્યું હતું. બારમું પાસ કર્યા પછી, હર્ષદ મહેતાએ લાજપત રાય કોલેજમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આગામી આઠ વર્ષ સુધી નાની-મોટી નોકરીઓ કરી.

સ્કેમ 1992.સમયનું ચક્કર એવું ફર્યું કે શેરબજારમાં લોકપ્રિયતા મેળવાર હર્ષદ મહેતાએ એવું કામ કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે તેનું નામ ચર્ચાય રહ્યું હતું! સરકારને પણ ધ્રુજાવી નાંખી. હર્ષદ મહેતાએ 1992મા ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે ઠગાઈ કરી હતી. સ્ટોકસ સાથે ગેરરીતિ આચરીને રૂ.4999 કરોડનું કૌભાંડ કરી જનારા હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે હર્ષદ મહેતાને ગુનેગાર ઠેરવ્યાં હતાં. 47 વર્ષની ઉંમરમાં હર્ષદ મહેતાનું હૃદયરોગથી નિધન થયું હતું. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે વર્ષ 2001 સુધી તેમની પર કેસ ચાલતા હતાં. હર્ષદ મહેતાના કેસને કારણે ભારતીય બેંક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલ ખુલી પડી હતી.

વિજય માલ્યા. ભારતની બેંકોમાંથી દસ હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલ માલ્યા લંડનથી 48 કિમી દૂર ટેવિન નામના ગામમાં રહે છે.ભારતથી ફરાર ભાગેડુ ભાગેડુ વિજય માલ્યા એક ગામનો હીરો બની ગયો છે,હા,વાંચ્યા પછી તમને પણ આશ્ચર્ય થવું જ જોઇએ કે ભારતીય બેંકોમાંથી પૈસા લઈને ભાગી છુટેલો માણસ કોઈનો હીરો કેવી રીતે બની શકે,તો રાહ જુઓ, આ ગામ ભારતમાં નહીં પણ લંડનમાં છે.આ ગામના લોકો વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ સખત વિરોધી છે, તમને જણાવી દઈએ કે માલ્યા લગભગ દસ હજાર કરોડ રૂપિયા લઈને ભારતની બેંકોમાંથી ભાગી છૂટ્યો છે.વિજય માલ્યા ભાગેડુ છે.તમને જણાવી દઇએ કે વિજય માલ્યા લંડનમાં પૈસા ખર્ચ કરી રહ્યો છે, તેમ છતાં ભારતની 21 બેંકોએ તેમને ભાગેડુ જાહેર કર્યા છે,તેણે વિવિધ બેંકો પાસેથી લગભગ 10 હજાર કરોડની લોન લીધી હતી,પરંતુ પૈસા ચૂકવવાને બદલે તે લંડન ભાગી ગયો હતો.ચાલો, ભારત સરકાર તેમને દેશમાં લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

કોલસા કૌભાંડ.એક મસમોટા કૌભાંડનો ખુલાસો કરતા દેશભરમાં સનસનાટી મચી જવા પામી છે. 2જી સ્પેક્ટ્રમ (1.76 લાખ કરોડ)થી લગભગ 6 ઘણા મોટા એટલે કે 10.67 લાખ કરોડ રૂપિયાનું કૌલસાની ખાણોની ગેરકાયદેસર ફાળવણીમાં આચરવામાં આવેલું આ કૌભાંડ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટુ કૌભાંડ છે. કૌભાંડનાં ખુલાસા બાદ યુપીએ સરકાર ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

એક અહેવાલ બાદ કેન્દ્રીય કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે કોઈ પણ આ મુદ્દે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળતા ટુંકમાં જણાવ્યું હતું કે હવામાં ઉડતા આ પ્રકારના અહેવાલો પર હાલ કંઈ પણ કહેવું અયોગ્ય છે. તેમના મંત્રાલયે કૈગનો સંપર્ક સાધ્યો છે અને જો ખરેખર આવો કોઈ અહેવાલ છે તો આજ સાંજ સુધીમાં તેમને મળી જશે. વડાપ્રધાન કાર્યાલય અને કાયદામંત્રી સલમાન ખુરશીદે પણ આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

વર્ષ 2004 થી 2009 દરમિયાન ખાનગી તથા સરકારી કંપનીઓને 155 કોલસા બ્લોક્સ કોઈ પણ પ્રકારની હરાજી વગર જ ફાળવી દેવામાં આવ્યા હતાં. તેનાથી સંબંધીત કંપનીઓને અનેક લાખ કરોડોનો ફાયદો થયો હતો. કોલસાની ખાણોની ગેરકાયદે થયેલી ફાળવણી બદલ જે કોમર્શિયલ કંપનીઓને લાભ થયો છે તેમાં પાવર, સ્ટીલ અને સીમેંટ ક્ષેત્રની લગભગ 100 ખાનગી કંપનીઓ સામેલ છે. જ્યારે સરકારી કંપનીઓની યાદી તો અલગ જ.

31 માર્ચ 2011ની કિંમતનો આધાર બનાવવામાં આવે તો, સરકારી તિજોરીની આ કૌભાંડથી 10.67 લાખ કરોડ રૂપિયાનું નુંકશાન પહોંચ્યું છે. જે 2જી સ્પેક્ટ્રમ કરતા લગભગ 6 ઘણુ મોટું છે. કૈગના જણાવ્યા પ્રમાણે નુકશાનની ગણતરી કરતી વખતે સૌથી નીચલી કક્ષાના કોલસાની કિંમતને આધાર બનાવવામાં આવ્યો છે. જો મધ્યમ કક્ષાના કોલસાની કિંમતને આધાર બનાવવામાં આવ્યો હોત, તો નુંકશાનનો આંકડો કદાર ડબલ થઈ જાત. જો આ અનુમાન કોલસા ખાણની ફાળવણી સમયે (2004-2009)ને આધાર બનાવવામાં આવે તો પણ નુંકશાનનો આંક 6.31 લાખ કરોડ રૂપિયાની પાર હોત.

ખાણ ફાળવણી સાથે સંબંધીત 110 પાનના ડ્રાફ્ટ અહેવાલમાં કોલસા મંત્રાલયનો પક્ષ પણ રજુ કરવામાં આવ્યો છે અને સૂત્રોના જનાવ્યા પ્રમાણે આ અગેવાલ લગભગ અંતરિમ અહેવાલ માફક જ છે. એટલે કે રજુ કરવામાં આવેલા આંકડા લગભગ નિશ્ચિત જ છે. સામાન્ય બજેટ (અંદાજપત્ર) સંસદના આગામી સત્રમાં રજુ કરવામાં આવે ત્યાર બાદ કૈગ પોતાનો આ અગેવાલ રજુ કરશે તેવી શક્યતાઓ છે. પ્રત્યેક બ્લોગના 90 ટકા રિઝર્વના આધાર પર ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે તો કુલ મળીને 33,169 મિલિયન ટક કોલસાના ભંડાર પર પોતાનો અહેવાલ આપ્યો છે. ઉદ્યોગજગત સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહેવાલમાં દર્શાવવામાં આવેલા કોલસાથી 150000 મેગાવોટ જેટલી વિજળી પેદા કરી શકાય. કોઈ પણ પ્રકારની હરાજીથી સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રોની કંપનીઓને અઠળક નાણાંકિય લાભ થયો છે. અહેવાલની ગણતરી આ કૌભાંડથી પ્રમાણે ખાનગી કંપનીઓને 4.79 લાખ કરોડ, જ્યારે સરકારી કંપનીઓને 5.88 લાખ કરોડ રૂપિયાનો લાભ થયો છે.

ખાનગી કંપનીઓની મિલીભગતની વાત કરવામાં આવે તો આ યાદીમા ટાટા ગ્રુપની કંપનીઓ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, ઈલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ્સ લિમિટેડ, અનિલ અગ્રવાલ ગ્રુપ ફર્મ્સ, દિલ્હીની ભૂષણ પાવર એન્ડ સ્ટીલ મિનિટેડ, જાયસવાલ નેકો, આદિત્ય બિરલા ગ્રુપની કંપનીઓ, એસ્સાર ગ્રુપ પાવર બેંચર્સ, ગુજરાતની અદાણી ગ્રુપ, આર્સેલર મિત્તલ ઈન્ડિયા, લૈંકો ગ્રુપ જેવી મોટા ગજાની કંપનીઓ સામેલ છે. પાવર સેક્ટરની દિગ્ગજ રિલાયંસ પાવર સાસન અને તિલૈયામાં મેગા પાવર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ કૌભાંડમાં રિલાંયસ પાવરનો સમાવેશ થતો નથી, કારણ કે આ અહેવાલમાં 12 કોલસા બ્લોગ્સને સામેલ નથી કરવામાં આવ્યા. આ બંને બ્લોક્સની ફાળવણી ટૈરિફ આધારી બિડિંગ રૂટ મારફતે કરવામાં આવી હતી.

2જી સ્પેક્ટ્રમ કરતા લગભગ 6 ગણા મોટા એવા આ કૌભાંડથી યુપીએ સરકારના પાયા હચમચી શકે છે. વિરોધ પક્ષો સહિતના અનેક રાજકિય પક્ષોએ આ દેશના આ સૌથી મોટા કૌભાંડના ખુલાસા બાદ વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાંની માંગણી કરી હતી.

કોમનવેલ્થ ગેમ કૌભાંડ.સીડબ્લ્યુજી કૌભાંડ રૂ.૭૦,૦૦૦ કરોડનું છે અને આંક વધી રહ્યો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં યોજાયેલે કોમનવેલ્થ ગેમના આયોજનમાં પણ ભાર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. કોમન વેલ્થ ગેમમાં ભ્રષ્ટાચાર આચરવા બદલ સુરેશ કલમાડીનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.

સીબીઆઈએ લંડન સ્થિત એ.એમ. ફિલ્મ્સ અને એ.એમ.કાર કોન્ટ્રાક્ટ મામલામાં કેસ દાખલ કર્યા છે. આ કંપનીઓને બેટન રિલે માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. બેટન રિલેના કોન્ટ્રાક્ટમાં પણ ભારે ઘોટાળાઓ થયા હોવાના આરોપો છે. ત્રીજીથી ૧૪મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના સ્ટેડિયમના બાંધકામ સહિત અન્ય ઘણી બધી બાબતોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કલમાંડી સામે આક્ષેપ થયેલો છે.

નીરવ મોદી. પંજાબ નેશનલ બેંક કૌભાંડ (પીએનબી સ્કેમ) કેસમાં મુંબઈ ડેટ્સ રિકવરી ટ્રિબ્યુનલ વન દ્વારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને તેની જૂથ કંપનીઓને નવો આદેશ આપ્યો છે. ડીઆરટી -1 એ કહ્યું છે કે નીરવ મોદી, તેના સંબંધીઓ અને જૂથ કંપનીઓએ લગભગ બે વર્ષથી બાકી રહેલા પંજાબ નેશનલ બેંકને 7,030 કરોડ ચૂકવવા જોઈએ. આ અગાઉ 22 નવેમ્બરના રોજ ડીઆરટીએ નીરવ મોદી અને અન્ય આરોપીઓને 30 જૂન 2018થી સમગ્ર રકમ પર 14.30 ટકાના દરે વ્યાજ ચૂકવવા અને 15 દિવસની અંદર 1,75,000 નો ખર્ચ ચૂકવવા આદેશ આપ્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો પીએનબી પુનઃપ્રાપ્તિ કાર્યવાહી શરૂ કરશે.

ડીઆરટીએ નીરવ મોદી અને તેના નજીકના સંબંધીઓ અમી એન. મોદી, નિશલ ડી મોદી, દીપક કે. મોદી, નેહલ ડી મોદી, રોહિન એન. મોદી, અનન્યા એન. મોદી, અપાશા એન. મોદી અને પૂર્વી મયંક મહેતાને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

નીરવ મોદીની જૂથ કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે તેમાં ડીઆરટી 1 મુંબઇના ઇન્ચાર્જ પુનઃપ્રાપ્તિ અધિકારી સુજિત કુમાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. આ કંપનીઓમાં સ્ટેલર ડાયમંડ્સ, સોલર એક્સપોર્ટ્સ, ડાયમંડ આરયુએસ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ અને તેની 13 શાખાઓ, એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડ અને એનડીએમ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

જ્યારે નીરવ મોદીની નોટિસ મુંબઇના ગ્રોસવેન્સર હાઉસ અને દુબઇમાં શેરા ટાવર્સના સરનામે મોકલવામાં આવી છે અને અન્ય એક સંબંધી નેહલ ડી મોદીની નોટિસ ન્યૂયોર્કમાં તેમના જાણીતા સરનામે મોકલવામાં આવી છે. જુલાઈમાં ડીઆરટી-પૂનાના પ્રિસાઈડિંગ ઓફિસર દીપક ઠક્કર દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવ્યાંના ચાર મહિના પછી આ આદેશ આવ્યો છે. ફેબ્રુઆરી 2017માં, નીરવ મોદી પર તેના મામા મેહુલ ચોક્સી તેમ જ તેના સંબંધીઓ અને કંપનીના અધિકારીઓ અને અન્ય લોકો સામે 14,000 કરોડના કૌભાંડમાં કેસ દાખલ કરાયો હતો.

2જી સ્પેક્ટ્રમ કૌભાંડ.2જી સ્પેક્ટ્રમ સ્વતંત્ર ભારતનું બહાર આવેલું સૌથી મોટું આર્થિક કૌભાંડ છે. 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાએ આશરે રૂ. ૧૭૬૦૦૦ કરોડનું હોવાનું માનવામાં આવે છે. 2007ના સમયગાળા દરમિયાન નવ જેટલા ખાનગી ટેલિકોમ ઓપરેટરોને લાઇસન્સની ફાળવણી દરમિયાન ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી. લાઇસન્સ ફાળવવા માટે ઉપરોક્ત કિંમત 2007ના બજારભાવના આધારે વસૂલવાની જગ્યાએ 2001માં યોજાયેલ હરાજીના આધારે વસૂલવામાં આવી હતી.

લાઇસન્સના અને સ્પેક્ટ્રમનું મૂલ્ય 2001 જેટલું ન હોઇ શકે કારણે કે 2001થી 2007ના સમયગાળા દરમિયાન ટેલિકોમ માર્કેટમાં ખુબ મોટો વધારો થયો હતો. દેશની મહામૂલી સંપતિ ગણાતું સ્પેક્ટ્રમ સાવ નજીવા ભાવે ટેલિકોમ કંપનીઓને આપીને રાજાએ દેશની તિજોરીને ખુબ જ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યુ હતું.

હસન અલી ટેક્સ ચોરી.હસન અલી પર વિદેશમાં 8 અબજ ડોલર એટલે કે અંદાજે 36 હજાર કરોડ રૂપિયાનું કાળુંધન જમાન કરવાનો, 40 હજાર કરોડ રૂપિયાની કરચોરી અને હવાલા કારોબારામાં સંલિપ્તતાનો આરોપ છે. તેના સિવાય એટીએસ અને સીઆઈડી રિપોર્ટથી માલૂમ પડે છે કે હસનના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે બેહદ નજીકના સંબંધો રહ્યાં છે. જણાવવામાં આવે છે કે તેણે હથિયારોની દાણચોરી કરનારા અદનાન ખશોગીની મદદથી સ્વિસ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.સખ્તાઈ બાદ સરકાર સફાળી જાગી

સુપ્રીમ કોર્ટે 3 માર્ચે કાળાધન મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે સરકારને પુછયું હતું કે આ દેશમાં આખરે શું ચાલી રહ્યું છે? હજી સુધી હસન અલીની ધરપકડ કરીને પુછપરછ કેમ કરવામાં આવી નથી? ત્યાર બાદ કેન્દ્ર સરકાર સફાળી જાગી અને હરકતમાં આવી હતી.

આઈપીએલ કોભાડ. લલિત મોદી 1999 માં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનમાં જોડાયા. તેઓ હરોળમાંથી આગળ વધ્યા અને તેમનો પ્રભાવ વધાર્યો. 2004 સુધીમાં, લલિત પંજાબ ક્રિકેટ એસોસિએશનના ઉપ-પ્રમુખ હતા. તે પછી તરત જ, તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. વ્યૂહાત્મક ચાલ અને યોજનાનો ઉપયોગ કરીને લલિતની આખરે 2005 માં બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઇ આવી.

હવે જ્યારે તે તેના લક્ષ્ય પર પહોંચી ગયો છે, લલિતે તેનું ધ્યાન તેના આઈપીએલના સપનાને વાસ્તવિક બનાવવા તરફ કેન્દ્રિત કર્યું હતું. ક્રિકેટ વ્યવસાયની વ્યાવસાયિક બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરતાં લલિતે ઘણા વ્યવસાયિક નિર્ણયો લીધા હતા જેનાથી બીસીસીઆઇ દ્વારા થતી આવકમાં ભારે વધારો થયો હતો. હકીકતમાં, 2005 થી 2008 ની વચ્ચે ત્રણ વર્ષના ગાળામાં આવકમાં સાત ગણો વધારો જોવા મળ્યો હતો.

2008 માં ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થયો. આ ભારતમાં એક નવલકથાની કલ્પના હતી અને સમગ્ર દેશને તોફાનમાં લઇ ગયો. તે ખૂબ જ લોકપ્રિય હતું અને એક વિશાળ સફળતા. આઈપીએલ ક્રિકેટની દુનિયામાં નવી વસ્તુ હતી. બધા શ્રેષ્ઠ ખેલાડીઓ તેનો ભાગ બનવા ઇચ્છતા હતા, અને તમામ મોટા ઉદ્યોગ સાહસિકો ઇનામનો હિસ્સો ઇચ્છતા હતા.

મુકેશ અંબાણી અને વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓથી માંડીને શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા જેવા બોલિવૂડ સુપરસ્ટાર સુધી, તેઓ બધા આ નવી રમતગમત લીગમાં ઉમટ્યા હતા. થોડા સમય પહેલાં, આઈપીએલ એ વિશ્વની સૌથી મોટી રમતગમત લીગમાંની એક હતી અને તેની કિંમત લગભગ 4 અબજ ડોલર હતી. જો કે, 2010 સુધીમાં લલિત મોદી તેમના સ્વપ્ન સંતાનથી અલગ થઈ ગયા હતા. કૌભાંડો અને વિવાદોમાં ફસાયેલા તેમને ભારત છોડીને લંડન ભાગી જવું પડ્યું.

રોટોમેક પેન.રોટોમેક પેનનું સાત બેન્કોમાં રૂ. 3695 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. અગાઉ રૂ. 800 કરોડનું મનાતું આ કૌભાંડ રૂ. 3695 કરોડનું છે તેમ સીબીઆઇની એફઆઇઆરમાં જણાવાયું છે. સીબીઆઇએ રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની કાનપુર ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

રોટોમેકના પ્રમોટર વિક્રમ કોઠારી અને તેમના પરિવારે બેન્કમાંથી લોન લઈ કૌભાંડ આચર્યું છે. આ કેસમાં વિક્રમ કોઠારી, તેમનાં પત્ની અને પુત્રની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ છે. કોઠારીએ બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, અલાહાબાદ બેન્ક અને ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ પાસેથી રૂ. 2919 કરોડની લોન લીધી છે.

વ્યાજ સહિત કુલ દેવું રૂ. 3695 કરોડ છે. કાનપુરમાં આવેલી રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર વિક્રમ કોઠારી, તેમનાં પત્ની સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી છે. બેન્ક ઓફ બરોડાએ દાખલ કરેલી ફરિયાદ મુજબ કોઠારી અને તેમની કંપનીએ બેન્કમાંથી લોન લીધી હતી અને તે ન ભરીને છેતરપિંડી કરી હતી. રોટોમેક કંપનીના પ્રમોટર વિક્રમ કોઠારી કાનપુરના પોશ વિસ્તારમાં આલીશાન બંગલામાં રહે છે. રોટોમેક કૌભાંડ મામલે સીબીઆઇ અને ઈડી પછી હવે આઇટી વિભાગે કોઠારી અને તેના પ્રમોટરો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. આઇટી વિભાગે કરચોરી મામલે રોટોમેકના 14 બેન્ક એકાઉન્ટ સીલ કર્યાં છે.

બોફોર્સ કૌભાંડ.બોફોર્સ કૌભાંડ ભારત અને સ્વિડન વચ્ચે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકા માં થયેલું મોટું રાજકીય કૌભાંડ હતું, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ જેમાં ભારતના તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધી, ભારત અને સ્વિડનના રાજકારણીઓનો સમાવેશ કરતું હતું, જેમણે બોફોર્સ કંપની તરફથી નાણાં કટકી સ્વરૂપે મેળવ્યા હોવાનો આરોપ હતો, જે વાલેનબર્ગ કુટુંબ દ્વારા સંચાલિત સ્કેન્ડિન્વિસ્કા એસ્કિલ્ડા બેંકેન બેંક વડે જમા થયા હતા. આ નાણાં ભારતની તોપ જરૂરિયાતોને પૂરી પાડવા માટેના ટેન્ડર જીતવા માટે પૂરા પડાયા હતા.

આ કૌભાંડ ૪૧૦ તોપોના વેચાણ માટે ભારત સરકાર સાથે સ્વિડીશ શસ્ત્ર ઉત્પાદક બોફોર્સ વચ્ચે ૧.૪ અબજ ડૉલરની ચુકવણી અને ગેરકાયદેસર વળતર સાથે સંબંધિત છે. તે સ્વિડનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હથિયારોનો સોદો હતો અને પ્રોજેક્ટના વિકાસ માટે નોંધાયેલ નાણાંને કોઈ પણ કિંમતે આ કરારને સુરક્ષિત કરવા માટે વાળવામાં આવ્યાં હતાં. તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને સંસ્થાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

સત્યમ કૌભાંડ.સત્યમ કૌભાંડ જાન્યુઆરી 2009માં બહાર આવ્યું હતું જેણે સમગ્ર ભારતીય કોર્પોરેટ સેક્ટરને હચમચાવી દીધું હતું. કંપનીના તત્કાલિન પ્રમોટર્સ રામલિંગ રાજુ એ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ કેસમાં સેબી દ્વારા પીડબ્લ્યુસી ઉપર લાદવામાં આવેલા બે વર્ષના પ્રતિબંધને નાબૂદ કરતા SATએ કહ્યું કે નેશનલ ઓડિટર્સ વોચ ડોગ ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) જ પોતાના સભ્યો ઉપર કોઇ કાર્યવાહી કરી શકે છે.

ઓડિટમાં નરમ વર્તન દાખવવાથી જ છેતરપીંડિ થઇ હોવાનું સાબિત કરી શકાય નહીં. SAT એ પોતાના દેશમાં કહ્યું કે, સેબીને ઓડિટની ગુણવત્તાની તપાસ અને ચકાસણી કરવાનો કોઇ અધિકાર નથી. સેબી આ મામલે માત્ર સુધારાત્મક અને બચાવ કરનાર કાર્યવાહી જ કરી શકે છે. તેનો આદેશ ન તો સુધારાત્મક છે અને ન તો બચાવ કરનાર ઉલટાંનું તેણે દંડાત્મક કાર્યવાહી કરી છે. અલબત SAT એ કહ્યું કે યોગ્ય કામગીરી ન કરવા બદલ પીડબ્લ્યુસીને ચૂકવાયેલી રૂ.13 કરોડની ફી વ્યાજ સહિત પરત વસૂલી શકાય છે.

ઉલ્લેખનિય છે કે આઠ જાન્યુઆરી 2009ના રોજ તત્કાલિન સત્યમ કોમ્પ્યુટર સર્વિસિસના સંસ્થાપક અને ચેરમેન બી. રામલિંગ રાજુ એ કંપનીમાં વ્યાપકપણે નાણાંકીય ગેરરીતિ થઇ હોવાની વાત જાહેરમાં સ્વીકારી હતી અને કંપનીના એકાઉન્ટમાંથી રૂ. 5000 કરોડની હેરાફેરીનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ સેબીની તપાસમાં આ સમગ્ર કૌભાંડનો આંકડો રૂ. 7800 કરોડે પહોંચ્યો હતો. રામલિંગ રાજૂએ કંપનીમાં વ્યાપક કૌભાંડની વાતો સ્વીકાર કર્યા બાદ સરકારે સત્યમ કોમ્પ્યુટરના ડિરેક્ટર બોર્ડને વિખેરી નાંખ્યું અને નવા બોર્ડની રચના કરી ત્યારબાદ તેના વેચવા માટે મૂકી હતી. જેને મહિન્દ્રા ગ્રૂપની ટેક મહિન્દ્રા કંપનીએ ટેકઓવર કરી હતી.

ચારા કૌભાંડ.1990થી 97 દરમિયાન લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. આ દરમિયાન ચારા કૌભાંડ થયું હતું. કૌભાંડ આચરીને રેવન્યૂમાં 1000 કરોડની ગડબડ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. સપ્ટેમ્બર, 2013માં અન્ય 44 આરોપી સાથે સીબીઆઈ કોર્ટ લાલુ યાદવને દોષિત જાહેર કર્યા. 2014માં ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવ સામે ચારા કૌભાંડ મુદ્દે પેન્ડિંગ ચાર મામલા બંધ કરી દીધા. કોર્ટે દલીલ કરી હતી કે એક મામલામાં દોષી જાહેર કરાયેલા વ્યક્તિને સમાન પુરાવા અને સાક્ષીના આધારે અન્ય મામલામાં દોષી જાહેર ન કરી શકાય. જોકે સુપ્રીમ કોર્ટ 8 મે 2017ના રોજ ચારા કૌભાંડ કેસ પુનઃ ખોલ્યો. બિહારના પૂર્વ સીએમ સામે દાખલ અન્ય ચાર મામલામાં અલગથી ટ્રાયલ ચલાવવામાં આવે તેમ સુપ્રીમે આદેશ આપ્યો.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *