ભારતનાં આ વિકૃત લોકો બનાવે છે કાચબા ની વેફર્સ, વેચે છે આટલાં રૂપિયે કિલો,ભાવ જાણી આંખો ચાર થઈ જશે.

ભારતનાં આ વિકૃત લોકો બનાવે છે કાચબા ની વેફર્સ, વેચે છે આટલાં રૂપિયે કિલો,ભાવ જાણી આંખો ચાર થઈ જશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વર્ષમાં બારેય મહિના દરમિયાન જેની માંગ રહે છે તે જ્ઞાનપુરી-બંસરી ચિપ્સ દેશમાં પાંચ હજાર રૂપિયે કિલો વેચાઈ રહી છે. જોકે, ભારતીય સરહદ પાર કરીને બીજા દેશમાં પહોંચતાની સાથે જ તેનો ભાવ બે લાખ રૂપિયે કિલો થઈ જાય છે. ઉત્તર પ્રદેશના ઇટાવા અને પશ્ચિમ બંગાળના 24 પરગણામાં જ્ઞાનપુરી-બંસરી ખાતે આ ખાસ ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. જ્ઞાનપુરી-બંસરી એક જગ્યા છે. આ પરથી કાચબાની ત્રણ ખાસ પ્રજાતિને જ્ઞાનપુર-બંસરી કહેવામાં આવે છે. આ સૌથી વધારે ઈટાવામાં મળી આવે છે. આ વિસ્તાર રાષ્ટ્રીય ચંબલ સેન્ચૂરીમાં આવે છે. આમ છતાં અહીં કાચબાની મોટાપાયે દાણચોરી કરવામાં આવે છે.

કાચબાના પેટમાંથી ચિપ્સ બનાવવામાં આવી છે.પર્યાવરણ માટે કામ કરતા અને ગંગા અભિયાન સાથે જોડાયેલા રાજીવ ચૌહાણે આ દાણચોરીનો ખુલાસો કરતા કહ્યુ કે, ચંબલ નદી સાથે જોડાયેલા આગ્રાના પિનહાટ અને ઈટાવાના જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઇન્ડિકા એવી ત્રણ પ્રજાતિ છે જેનો ઉપયોગ ચિપ્સ બનાવવામાં થાય છે. કાચબાની પેટની ચામડીને પ્લેસ્ટ્રાન કહે છે. આ પ્લેસ્ટ્રાનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે.

પ્લેસ્ટ્રાનને કાપીને અલગ કરી દેવામાં આવે છે. જે બાદમાં તેને ઉકાળીને સૂકવી દેવામાં આવે છે. જે બાદમાં તેને બંગાળના રસ્તે વિદેશ મોકલવામાં આવે છે. ગરમીમાં પ્લેસ્ટ્રાનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે. ઠંડીની સિઝન દરમિયાન જીવતા કાચબાઓની દાણચોરી કરવામાં આવે છે. કારણ કે ઠંડીમાં દાણચોરીમાં વધારે સમસ્યા નથી આવતી.

થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં બે લાખ રૂપિયે કિલો વેચાઈ છે ચિપ્સ.રાજીવ ચૌહાણના જણાવ્યા પ્રમાણે સ્થાનિક દાણચોરો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાચબાને પકડનાર અને ચિપ્સ બનાવનાર પાંચ હજાર રૂપિયે કિલોના હિસાબે જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઇન્ડિકા કાચબાની ચિપ્સ વેચે છે. ઇટાવા-પિનહાટથી આ ચિપ્સ 24 પરગણા પહોંચે છે. અહીંથી થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં મોકલવામાં આવે છે. દાણચોરોના જણાવ્યા પ્રમાણે આ દેશોમાં પહોંચતા જ ચિપ્સનો ભાવ બે લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. એક કિલો વજનના કાચબામાંથી આશરે 250 ગ્રામ સુધી ચિપ્સ બને છે.

આ ઉપરાંત વિશ્વમાં દાણચોરીનું કામ લાંબા સમયથી ચાલતું આવે છે. ઘણા દેશોમાં આ ગેરકાયદેસર લેણદેણ હજારો અબજો ડોલરને પાર કરી ચૂક્યું છે. ગેરકાયદેસર લેણદેણથી આ દેશના અર્થતંત્ર પર સંકટળના વાદળો છવાઈ ગયા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં દાણચોરી થઈ રહી છે. તમે વિચારતા હશો કો સૌથી વધુ સોના-ચાંદી અને કિંમતી હીરાની દાણચોરી થતી હશે. પરંતુ એવું નથી, વિશ્વમાં સૌથી વધુ દાણચોરી જાનવરોની થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ, એવી ચાર વસ્તુ વિશે જેની વિશ્વભરમાં સૌથી વધુ દાણચોરી કરવામાં આવે છે.

જાનવરોની દાણચોરી ખાસકરીને વિકાસશીલ દેશોમાં થઈ રહી છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશમાં જાનવરની દાણચોરી કરતાં લોકો છે. તમામ શિકારી અને વેપારી તેના દ્વારા કરોડોનો વેપાર કરે છે. ઉપરાંત ઘણા આતંકવાદી સંગઠન પણ આ ગેરકાયદેસર દાણચોરી કારોબારમાં સામેલ છે. ઘણાબધાં દેશમાં જાનવરોની દાણચોરીને લઇને કોઈ કડક કાયદો ન હોવાને કારણે દાણચોરી અને કાળાબજારને પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયાના કસ્ટમ વિભાગે એક મહિલાને દુર્લભ પ્રજાતિની 51 ટ્રોપિકલ માછલી સાથે પકડી હતી, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 819 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે 2013માં દાણચોરો પાસેથી 480 ગેંડાના શિંગડા મળી આવ્યા હતા, જેનો ઉપયોગ એશિયાઈ બજારોમાં દવા બનાવવામાં થાય છે. આંતરરાષ્ટ્રીય અહેવાલ જાનવરોની દાણચોરીનો કારોબાર લગભગ વાર્ષિક 126000 કરોડ રૂપિયાનો છે.

ખનિજ પદાર્થોની દાણચોરી, સોનું સૌથી વધુ.ક્રોમાઈટ, કોલસ, સોનું, લોખંડ અને કિંમતી પથ્થરો અને ખનિજની દાણચોરીનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. એકલા અફઘાનિસ્તાનમાં જ ત્યાંના વિદેશ વેપારમાં કુલ 20-25 હિસ્સાના રૂપમાં આંકવામાં આવે છે. જ્યારે કોંગો જેવા દેશમાં દર વર્ષે 3150 કરોડ રૂપિયા સુધીનાં સોનાની દાણચોરી કરવામાં આવી છે. ભારતમાં પણ સોનાની દાણચોરી મોટા પાયે થાય છે. અહેવાલ અનુસાર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સોનાની દાણચોરીનો આંકડો 1000 કરોડને વટાવી ગયો છે. કસ્ટમ, પોલિસ અને રેવન્યૂ વિભાગે નાણાંકીય વર્ષ 2014-15માં દરમ્યાન દાણચોરી માટે લાવવામાં આવેલ 3500 કિલો સોનું જબ્ત કર્યું હતું. તેની કિંમત 1100 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ઉપરાંત 2012-13ના સમયગાળામાં 100 કરોડ રૂપિયાની કિંમતની 350 કિલો ચાંદી પણ જપ્ત કરવામાં આવી હતી.

કોઈપણ દેશની પોલીસ અને સેનાને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હથિયારોની જરૂરત પડે છે. આ હથિયાર તેમને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો આ હથિયાર ખોટા હાથોમાં ચાલ્યા જાય તો તેના ઉપયોગથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. વિશ્વમાં આતંકવાદનું મુખ્ય કારણ હથિયાર અને હથિયારોની દાણચોરી છે. દર વર્ષે હજારો મશીન ગન, ગ્રેનેડ, પોર્ટેબલ એન્ટી એરક્રાફ્ટ, એન્ટી ટેંક્સ ગન્સ અને એન્ટી એર ક્રાફ્ટ મિસાઇલની દાણચોરી મોટાપાયે એક દેશથી બીજા દેશમાં કરવામાં આવે છે. ગેરકાયદેસર હથિયારોની દાણચોરીનું બજાર 60 અબજ ડોલર પ્રતિ વર્ષ છે.

ડ્રગ્સ વિશ્વમાં સૌથી વધુ દાણચોરી થતી વસ્તુમાં સામેલ છે. ડ્રગ્સની દાણચોરી માટે સૌથી વધુ ખચ્ચરોનો ઉપયોગ કરવામાં આવે છે. ખચ્ચરોના ઉપયોગથી ડ્રગ્સ દાણચોરોને ખુદ પકડાઈ જવાનું જોખમ ઘણું ઓછું રહે છે, આવા પશુઓને આ કામ માટે ભાડે રાખવામાં આવે છે. જ્યારે ડ્રગ્સની દાણચોરી વાહન, કપડામાં સંતાડીને અને શરીરના જુદા જુદા ભાગો દ્વારા પણ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ અફઘાનિસ્તાન અફીણની ગેરકાયદેસર સપ્લાઈ થાય છે. આ જ દેશમાં અફીણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જ્યારે નોર્થ અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. અહીં ડ્રગ્સ ગોળીઓના રૂપમાં લેવામાં આવે છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *