Breaking News

ભૂલથી પણ ઘરમાં ના રાખો મહાબલી હનુમાનજીની, આ તસવીરો નહીં તો પવનપુત્ર થઈ જશે નારાજ

હનુમાનજીની પૂજા કરવાથી જીવનના દરેક કષ્ટ અને પરેશાનીઓ દૂર થઇ જાય છે. હનુમાનજી ને પ્રસન્ન કરવા ખુબ જ સરળ હોય છે અને જે ભક્ત સાચા મનથી બજરંગબલી નું નામ લે છે, એના પર બજરંગબલી ની કૃપા બની જાય છે. મંગળવાર ના દિવસે હનુમાનજી નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસ હનુમાનજી ની પૂજા જરૂર કરવી જોઈએ. એટલું જ નહિ મંગળવાર ના દિવસે હનુમાનજી ની સામે તેલનો દીવો પણ જરૂર સળગાવવો જોઈએ. દીવો કરવાથી જીવનમાં આવનારી દરેક સમસ્યા ટળી જાય છે.

સંકટમોચન હનુમાનજી ભક્તો પર આવતા તમામ કષ્ટો તથા મુશ્કેલીઓ દૂર કરે છે. માન્યતા છે કે ભગવાન હનુમાન જલ્દીથી પ્રસન્ના થાય છે. તેમની પૂજાપાઠમાં વધુ કંઈ કરવાની જરૂર રહેતી નથી. કદાચ આ જ કારણે આજના સમયે હનુમાનજીના ભક્તોની સંખ્યા વધતી જાય છે. હનુમાનજી રામભક્ત છે અને તેમની શરણમાં જવા માત્રથી ભક્તોના તમામ સંકટ દૂર થઈ જાય છે. ભક્તો પોતાના ઘરમાં હનુમાનજીની તસવીર રાખતા હોય છે પરંતુ આ તસવીર જો ધ્યાનથી ના રાખવામાં આવે તો જીવનમાં અશાંતિ આવે છે.

હનુમાનજી તેમના ભક્તની દરેક બાધાને દુર કરે છે. ગ્રહોના દુષ્પ્રભાવથી પોતાના ભક્તોને બચાવે છે. પ્રેત અને પિચાસ બધી ખરાબ શક્તિઓ હનુમાનજીથી ડરે છે અને તેના ભક્ત પાસેથી આવતી. આપણા શાસ્ત્રો અનુસાર ઘરમાં એવા દેવી દેવતાઓના ફોટા રાખવા જોઈએ જે શાંતિ, સ્થિરતા, ખુશ, સમૃદ્ધ અને આશીર્વાદની મુદ્રામાં હોય. પરંતુ રાક્ષસને મારવા, અસ્થિરતા જેમ ઉડવું, અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા, યુદ્ધની અવસ્થા જેવી સ્થિતિ વાળા ફોટા ન લગાવવા જોઈએ. તો ચાલો જાણીએ કે હનુમાનજીના કેવા ફોટા આપણા ઘરમાં લગાવવા જોઈએ.

ઘરમાં કઈ તસવીર ના લગાવવી જોઈએ?ઘરમા હનુમાનજીની એવી તસવીર કે મૂર્તિ ક્યારેય ના રાખવી, જેમાં ભગવાને પોતાની છાતી ચીરી હોય. જે તસવીરમાં હનુમાનજી સંજીવની લેવા માટે આકશમાં ઉડે છે, તે તસવીર પણ ના લગાવવી.રાક્ષસોનો સંહાર કરતાં હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવી ના જોઈએ.જે તસવીરમાં હનુમાનજીના ખભા પર ભગવાન રામ તથા લક્ષ્મણ બેઠા હોય તેવી તસવીર પણ ના લગાવવી.લંકા દહનવાળી તસવીર પણ ના લગાવવી.આ પ્રકારની તસવીરો ઘરમાં લગાવવાથી સુખ તથા સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. બેડરૂમમાં ક્યારેય હનુમાનજીની એક પણ મૂર્તિ, ચિત્ર કે પ્રતિમા રાખવી નહીં.

કેવી તસવીર લગાવવી?હનુમાનજીની યુવા અવસ્થામાં પીળા રંગના વસ્ત્ર પહેરેલી તસવીર શુભ માનવામાં આવે છે.
અભ્યાસના રૂમમાં હનુમાનજીની લંગોટ પહેરેલી તસવીર લગાવવી, તેનાથી અભ્યાસમાં મન એકાગ્ર થાય છે. જે તસવીરમાં હનુમાનજી ભગવાન રામની સેવા કરતાં હોય તેવી તસવીર ઘરમાં રહેવાથી ધનની વર્ષા થાય છે.જે ફોટામાં હનુમાનજી ભગવાન શ્રી રામ દરબારમાં હોય, તો તેનાથી ઘરમાં પરિવારજનો વચ્ચે પ્રેમ અને પોતાનાપણું હોય તેવી ભાવના વધે છે.

ત્યાર બાદ જે ફોટામાં હનુમાનજી ભગવાન શ્રી રામને ગળે મળતા હોય તે ફોટાને પણ ઘરમાં રાખવો જોઈએ. ડાઈનિંગ રૂમમાં રામ દરબારનું ચિત્ર લગાવવું, તેનાથી પરિવારમાં પ્રેમ વધે છે. ઘરના મુખ્યદ્વાર આગળ પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે ચિત્ર લગાવવું. આનાથી ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી અને પરિવાર પર કોઈ સંકટ આવતુ નથી.હનુમાનજીની બેઠેલી મુદ્રાવાળી તસવીર ઘરમાં લગાવવાથી તમામ પ્રકારના ઝઘડાઓનો ઉકેલ આવે છે.

મંગળવાર ના દિવસે હનુમાનજી ને લાલ રંગ નું સિંદુર ચડાવવું અને આ સિંદુર ચડાવી ને પછી હનુમાન ચાલીસા નો પાઠ કરવો.જીવનમાં કોઈ સંકટ આવે ત્યારે હનુમાનજી ને સિંદુર ચડાવી દેવું, સિંદુર ચડાવવાથી હનુમાનજી તમારા પર આવેલા સંકટ ને દુર કરી દે છે.

હનુમાનજી ની પૂજા કરવાથી શનિદેવ ના પ્રકોપ થી પણ બચી શકાય છે. તમે શનિવાર ના દિવસે હનુમાનજી ની સામે સાંજના સમયે દીવો કરવો અને કાળા રંગ ની કોઈ પણ વસ્તુ નું દાન કરવું.ખરાબ સપના આવે ત્યારે હનુમાનજી ને ચડાવવામાં આવેલ સિંદુર ઘરે લઇ જવું અને આ સિંદુર ને કોઈ ડબ્બા માં નાંખીને પથારી ની નીચે રાખી દેવું. એવું કરવાથી તમને ખરાબ સપના આવવાના બંધ થઇ જશે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *