Breaking News

ભૂલથી જો રસોઈ કરતાં દાળ અથવા કોઈ શાક માં મીઠું કે મરચાં નું પ્રમાણ વધી જાય અને તમારે તેને ઓછું કરવું હોય એ દેશી ઉપાય ખુબજ કામનો છે.

એ દરેક મહિલા જે ઘરમાં રસોઈ બનાવે છે એમાંથી ઘણી બધી મહિલાઓની ફરિયાદ હોય છે કે, અમે ગમે તેટલું સારી રીતે જમવાનું કેમ ન બનાવીએ, પણ ઘરના સભ્યોને અમારા કરતા હોટલનું ખાવાનું વધારે ગમે છે. એમને અમારું ખાવાનું એટલું ટેસ્ટી નથી લાગતું. તો આની પાછળનું કારણ તમારી કુકિંગ મેથડ હોઈ શકે છે.એટલે કે જો તમે હોટલ જેવો સ્વાદ તમારા બનાવેલા ખાવામાં લાવવા માંગતા હોવ તો તમારે એની મેથડ શીખવી જોઈએ. જેથી તમારું બનાવેલું ખાવાનું પણ ઘરના સભ્યોની જીભ પર જાદુ કરી જાય, અને બધા આંગળી ચાટીને બધું ખાવાનું પૂરું કરી દે.એવામાં જ્યારે તમે ભોજન બનાવો છો અને મીઠું વધારે પડી જાય તો પછી જાણીએ છીએ કે શું થાય.તેથી આજે અમે એવી જ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ.

વધુ મીઠાના પ્રમાણથી ભોજનનો સ્વાદ બગડી ગયો છે તો પરેશાન ન થવું, પરતું આ આસાન ટીપ્સ ને જરૂર અપનાવો અને તમારા ભોજન નો સ્વાદ વધારો. આજે અમે તમને જણાવીશું ભોજનનો સ્વાદ વધારવા માટેની ખુબ જ સરળ રીત. છી, શાકમાં કેટલું મીઠું છે. આવું બીજાના મોં થી એવું સાંભળીને શાકને કલાક સુધી મહેનત કરીને બનાવેલા નું દિલ તૂટી જાય છે.તમે કલાકો સુધી શાક બનાવો છે, પરતું અજાણતા માં થયેલી આ ભૂલ ખાવાનો પૂરો ટેસ્ટ બગાડી નાખે છે. આ વાત સાચી છે કે ખાવાનો સ્વાદ મીઠા વગર અધુરો લાગે છે, પરતું જરૂરતથી વધારે મીઠું પણ સ્વાદને એકદમ બગાડી નાખે છે.

કેટલીક વખત રસોઇ કરતી વખતે દાળ અથવા શાકમાં મીઠું વધારે હોય છે, ત્યારે ખાવાનો આખો સ્વાદ બદલાઇ જાય છે. જો ખાવામાં મીઠું ના આવે તો તે સ્વાદહીન બની જાય છે. એટલા માટે મીઠું ખાવાનું ખૂબ મહત્વનું છે પરંતુ મીઠું યોગ્ય માત્રામાં હોવું જોઈએ. આવી સ્થિતિમાં, ઘણા લોકો ખાવાનું છોડે છે અને બીજું શાક બનાવવું પડે છે. શાકભાજી અથવા દાળમાંથી ખારાશ ઘટાડવા માટે, અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે કામ આવી શકે છે.

બટાકાથી ઓછી કરો ખારાશજો શાકભાજી અથવા દાળમાં ખૂબ મીઠું હોય તો બટાકાની છાલ તેમાં ઉમેરો. મીઠાનો સ્વાદ ઓછો કરવા માટે બટાટાના અમુક ટુકડા શાક માં નાખી દેવા. ઓછામાં ઓછા ૨૦ મિનીટ સુધી રાખ્યા પછી ગ્રેવી માંથી બટાટા ના ટુકડા કાઢી લેવા. બટાટા મીઠાને ચૂસી લેશે અને ખાવાનો સ્વાદ નોર્મલ થઇ જશે.

ઘઉંનો લોટ આ નુસખા વિશે લગભગ બધાને ખબર પણ હશે. જી, હા ઘઉંના લોટની નાની એવી ગોળી તમારી આ સમસ્યા ને દુર કરી શકે છે. જયારે પણ શાક માં મીઠું વધી જાય તો લોટની નાની ગોળી બનાવીને ૧૦-૧૫ મિનીટ માટે શાક માં મૂકી દેવી. ઘઉંના લોટમાં મીઠાને ચૂસવાની ક્ષમતા હોય છે.જો શાકમાં વધુ મીઠું હોય તો લોટની મોટી કણક બનાવો અને તેને શાકમાં નાખો. થોડા સમય પછી આ કણક કાઢી લો. તેનાથી ખારાશ ઓછી થાય છે.

વિનેગર અને ખાંડ શાક માંથી મીઠું કાઢવા માટે વિનેગર સૌથી સારો ઉપાય છે. એના માટે તમે ૧ મોટી ચમચીની સાથે એક મોટી ચમચી શુગર ને ગ્રેવી માં મિક્ષ કરી દેવી.એક કાચા કાંદા ને કાપી લેવા અને એને અમુક મિનીટ માટે શાકમાં નાખી દેવા. અમુક સમય પછી એને કાઢી લેવા અને તમારું ટેસ્ટી શાકની મજા લેવી.

શાકભાજીમાં થોડુ દહીં ઉમેરો તમે ઈચ્છો તો શાકમાં મીઠું ઓછુ કરવા માટે દહીં નો પણ ઉપયોગ કરી શકો છો. શાકભાજીમાં ૨-૩ ચમચી દહીં મિક્ષ કરી દેવું, એનાથી મીઠાનું બેલેન્સ થઇ જશે અને શાકનો સ્વાદ પણ વધી જશે.

લીંબુ સરબત જો દાળમાં ખૂબ મીઠું હોય તો તેમાં લીંબુનો રસ નાખો. તેનાથી ખારાશ અમુક હદ સુધી ઓછી થઈ શકે છે.મીઠાનો સ્વાદ ઓછો કરવા માટે તમે ગ્રેવીમાં ફ્રેશ ક્રીમ ને પણ નાખી શકો છો. એનાથી ગ્રેવી ક્રીમી થઇ જશે અને મીઠાનું પ્રમાણ નોર્મલ થઇ જશે. સાથે જ શાકમાં ક્રીમી ટેસ્ટ પણ આવશે. જો તમે ઈચ્છો છો તો તમે ખારાશને દૂર કરવા માટે બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. ખારા શાકમાં એક થી બે બ્રેડ ઉમેરો. થોડા સમય પછી બ્રેડને કાઢી લો, તેનાથી મીઠાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

એની સિવાય તમે શાકમાં નાના કાપેલા ટામેટા અથવા ટામેટાની ગ્રેવી બનાવીને પણ મિક્ષ કરી શકો છો.એના માટે ટામેટા ને મિક્ષ કરીને એને અમુક મિનીટ માટે તમારે શાકને ચડવા દેવું. એનાથી ગ્રેવી વધારે ઘાટી થઈને સ્વાદ પણ ટેસ્ટી થઇ જશે. બીજી રીત એ છે કે તમે ગ્રેવીમાં બીજી કોઈ પણ શાકભાજી નાખીને પણ સરખી રીતે પકાવી લેવું.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *