સુરતમાં લાલચ આપીને ભૂવો એક મહિલાના 6 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો, મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

0
240

હાલમાં સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. કતારગામ દરવાજા વિસ્તારમાં ભુવાએ આધેડ મહિલાને વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ જ આપી હતી. મહિલા પાસેથી ભુવાએ 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

અને ભુવો રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા 55 વર્ષીય જયશ્રીબેન પોતાના દીકરા ભાવેશ સાથે કતારગામ દરવાજા પાસે વિજયનગર એકમાં શ્રી હરિ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

આરોપી ભૂવાનું નામ ખુશાલ ગુલાબ છે. આરોપી ભુવો બીમ પસારવાનું કામ કરે છે. તેની સાથે તે ભૂવા તરીકે પણ કામ કરતો હતો. ભુવો જયશ્રીબેનને બહેન માનતો હતો. ભૂવાએ જયશ્રી બેન ને લાલચ આપી હતી કે વિધિ કરીને તમારા પૈસા ડબલ કરી આપીશ.

જયશ્રીબેન ભુવાની આ વાતમાં આવી ગયા હતા. વિધિ કરવા માટે જયશ્રીબેન પાસેથી ભુવાએ 6 લાખ રૂપિયાની માંગ કરી હતી. જયશ્રીબેન પાસે છ લાખ રૂપિયા ન હતા. તેથી તેમને મુંબઈમાં રહેતી પોતાની દિકરી પાસેથી પૈસા માગ્યા હતા.

મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં દીકરીએ જયશ્રીબેનને છ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ભુવો અલગ-અલગ બાના બનાવવા લાગ્યો. ગુરુજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે આવા બધા કારણ કાઢવા લાગ્યો.

આ ઉપરાંત ભુવો છ દિવસથી ઘરમાં વિધિ કરતો હતો. 25 ફેબ્રુઆરીના રોજ ભુવો રાત્રે પૈસા લઈને ભાગી ગયો હતો. બસ આ કારણોસર જયશ્રીબેન ટેન્શનમાં આવી ગયા હતા અને પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. સમગ્ર ઘટનાને લઇને જયશ્રીબેન ની દીકરી પ્રિયંકાએ ચોક બજાર પોલીસમાં ભુવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.