જલ્દીથી કરો સોનાની ખરીદી! સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર,જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

0
612

સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થયા બાદ ફરી એકવાર તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો તમે સોનુ કે ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, સોના ચાંદીનો ભાવ સતત આઠ દિવસથી ઘટતો હતો અને છેલ્લા શુક્રવારના રોજ બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવ વધારો થવા છતાં પણ સોનુ તેની સર્વકાલીન સપાટી થી 4,145 રૂપિયા અને ચાંદી 15,206 રૂપિયા સસ્તુ છે.

સોના ચાંદીના ભાવ ની વાત કરીએ તો શુક્રવારના રોજ થયેલા ભાવવધારા બાદ સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાય છે અને ચાંદી ની કિંમત 64,700 રૂપિયા પ્રતિ કિલો નોંધાઇ છે. છેલ્લા કારોબારી સપ્તાહ બાદ સોનાના ભાવમાં 529 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 508 રૂપિયાનો વધારો થયો છે. સોના ચાંદીનો ભાવ વધવા છતાં પણ તે સામાન્ય રીતે સસ્તુ જ છે.

જુના ભાવો સાથે સરખામણી કરીએ તો, ગુરૂવારના રોજ સોનુ 223 રૂપિયા સસ્તું થયું હતું અને ચાંદી 1,011 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું. જયારે શુક્રવારના રોજ સોનાનો ભાવ 52,055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 64,774 રૂપિયા પ્રતિ કિલો પર અડગ રહ્યો હતો. આ પહેલા એટલે કે ગુરૂવારના રોજ ચાંદીનો ભાવ 64,266 રૂપિયા હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. તાજેતરના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 52,055, 23 કેરેટ સોનાનો 51,847 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 47,682 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 39,041 રૂપિયા નોંધાયો છે. આ તમામ ભાવો 10 ગ્રામ પ્રતિના છે.

રોજ-બરોજના નવીનતમ ભાવ જાણવા માટે તમે 8955664433 મિસ કોલ કરી શકો છો. તમને જણાવી દઇએ કે આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને એમાં સોના-ચાંદીના તાજેતર ના ભાવ તમે જોઈ શકશો. વધુ માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com પર લોગીન કરી શકો છો. આ વેબસાઇટ પર પણ તમને રોજિંદા સોના-ચાંદીના ભાવ તથા તેને લગતી તમામ અપડેટ આપવામાં આવશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.