ખેડૂતો માટે મોટા સમાચાર : પીએમ કિસાન યોજનામાં થયો મોટો ફેરફાર,હવે લાખો ખેડૂતોને થશે મોટી અસર

0
73

આપણા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા ની સહાય માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને 2000 ના 3 હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. મળતા આંકડા પ્રમાણે 12 કરોડ ખેડૂતોને આ યોજના નો લાભ મળી રહો છે.

રીપોર્ટસ અનુસાર આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજનાથી ઓફિશિયલ વેબસાઇટ પર જઇને તેમના મોબાઇલ નંબરની મદદથી બેંક ખાતામાં જમા રકમની તપાસ કરતા હતા.હવે ખેડૂતોએ આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો પણ આપવી પડશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં આ ફેરફાર થી 12 કરોડથી વધુ નોંધાયેલા ખેડૂતોને અસર થશે. અત્યાર સુધી રજીસ્ટ્રેશન પછી ખેડૂતો પોતાના મોબાઈલ નંબર દ્વારા પોતાની સ્થિતિ તપાસી શકતા હતા.

હવે ખેડૂતો તેમના મોબાઈલ નંબર દ્વારા સ્ટેટ્સ જોઈ શકશે નહીં અને તેઓએ આધાર નંબર સાથે અન્ય કેટલીક વિગતો દાખલ કરવી પડશે અને ત્યારબાદ તે યોજનામાંથી વધુ માહિતી મેળવી શકશે.

બેંક ખાતાની ચકાસણી નો દુરુપયોગ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ કોઈ પણ વ્યક્તિ મોબાઇલ નંબરની મદદથી ખેડૂત નું એકાઉન્ટ ચેક કરી શકતું હતું. પરંતુ હવે આધાર કાર્ડ વિના કરવું અશક્ય છે. આ સિવાય ખેડૂતો આધાર કાર્ડ દ્વારા તેમની અરજી ની સ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે.