રાજ્યમાં કોરોના વાયરસ નું સંક્રમણ ઓછુ થતા નાઇટ કર્ફ્યું ને લઈને ફરી એકવાર લેવાયો મોટો નિર્ણય

0
24

ગુજરાત માં નવી કોરોના માર્ગદર્શિકા ગઈકાલે જાહેર કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

રાજ્યના 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કરફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે.ગુજરાત માં 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ અમલમાં રહેશે.રાત્રી કર્ફ્યું નો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.

હોટેલ રેસ્ટોરન્ટ્સ ને હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.રાજ્યના કોરોના સંક્રમણ નિયત્રંણ ના હેતુસર મુખ્યમંત્રી પટેલે રાત્રી કરફ્યુ આઠ મહાનગરો સહિત ફૂલ 27 શહેરોમાં અમલ કરવા સહિત ના કેટલાક મહત્વપુર્ણ નિર્ણય કર્યા છે.

હાલ માં 8 મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,જામનગર,જૂનાગઢ,ભાવનગર અને ગાંધીનગર મહાનગરો માં રાત્રી કરફ્યુ અમલમાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના સંક્રમણ નો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતા 19 નગરો આણંદ, નડિયાદ,સુરેન્દ્રનગર, ધાંગ્રધા,મોરબી, વાંકાનેર,

ધોરાજી,ગોંડલ,જેતપુર, કાલાવડ,ગોધરા,વિજલપોર,નવસારી,બીલીમોરા,વ્યારા,વાપી,વલસાડ, ભરૂચ અને અંકલેશ્વર માં પણ તારીખ 29 જાન્યુઆરી થી 2022 થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું નો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.