ગ્રીષ્મા વેકરીયા કેસ બાદ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું મોટું પગલું,સુરત પોલીસે કર્યું એવું કે…

0
113

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે…”

બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

લોકોની સુરક્ષા બાબતે સુરત પોલીસે ખૂબ જ સારી કામગીરી કરી છે. લોકજાગૃતિ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનોખા પગલાં ભર્યા છે અને સુરત શહેરની અંદર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ હેલ્પલાઇન નંબર દર્શાવતા બેનર લગાવવામાં આવ્યા છે. સુરત પોલીસ હર હંમેશ લોકોની સેવા માટે તૈયાર રહે છે. કઈ પરિસ્થિતિ ની અંદર કયા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવો તે તમામ બાબતોની જાણકારી આ બેનર ની અંદર આપી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.