ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી,જાણો

0
23

રાજ્યમાં આજકાલ લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહો છે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આ સમયે પહેલી ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 30 અને 31 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ રાજ્યમાં એક થી ત્રણ ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે.

ઊપરાંત 10 મી ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે હવામાન મા પલટો આવશે.ફેબ્રુઆરી મહિનામાં ચાર પાંચ દિવસને બાદ કરતાં ફરીથી બીજા અઠવાડિયામાં વાતાવરણ બદલવાના વર્તાર સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા અઠવાડિયા ના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકને વિશેષ કાળજી લેવી પડશે.

કમોસમી વરસાદના પગલે પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હોય તો તે અંગે પણ વ્યવસ્થા કરવા ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે.ગઈકાલે રાજ્યમાં રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો છેલ્લા થોડા દિવસના સરખામણીએ ઊંચો ચડ્યો હતો

અને ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 6.3 ડીગ્રી નોંધાયુ હતુ. અમદાવાદ અને કચ્છના નલીયા ખાતે પારો સિંગલ ડીજીટ માં નોંધાયો હતો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.