ખેડૂતો માટે મોટી મદદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ઘાટન…

0
25

આજકાલ દિવસેને દિવસે ખેતીમાં અવારનવાર ટેકનિકો આવતી જાય છે. ત્યારે ડ્રોન દ્વારા ખેતરમાં દવાઓ છાંટવાની ટેકનીક હાલમાં ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ દેશના વિવિધ શહેરોમાં 100 કિસાન ડ્રોનનું ઉદઘાટન કર્યું છે. કિસાન ડ્રોનની મદદથી ખેડૂતો આરામથી બેસીને આકાશમાંથી નીચે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકશે.

આ કિસાન ડ્રોનના કારણે ખેડૂતોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં ખૂબ જ મદદ મળશે.  જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન ડ્રોનનું ઉદઘાટન કર્યું ત્યારે કહ્યું કે, 21મી સદીની આધુનિક કૃષિ સુવિધાઓની દિશામાં એક નવું પગલું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ શુભ શરૂઆત ડ્રોન સેક્ટરના વિકાસ માં ફક્ત એક માઈલસ્ટોન નહીં બને.

પરંતુ અસંમતિ સંભાવનાઓનું દ્વાર પણ ખોલી નાખશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરેલ આ કિશન ડ્રોનની મદદથી ખેડૂતોને ખેતી કરવામાં ખુબ જ સરળતા પડશે. કિસાન ડ્રોનની મદદથી ખેડૂતોને ખેતી કરવામાં ખૂબ જ ફાયદા થશે. પહેલી વાત દવાનો ઓછો બગાડ થશે. સમય ઓછો બગાડ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, મને એવું કહેવામાં આવ્યું છે કે ગરુડા એરોસ્પેસે આગામી 2 વર્ષમાં ભારતમાં 1 લાખ ડ્રોન બનાવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. કિસાન ડ્રોન પાછળ ઘણા નવ યુવાનોને રોજગારીની નવી તક મળશે.

હાલમાં દેશના ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે પોતાના ખભે ઉપાડીને ખેતરોમાં દવાઓનો છંટકાવ કરે છે. પરંતુ કિસાન ડ્રોનના કારણે ખેડૂતોને ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં ખૂબ જ મદદ મળશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.