કોરોના મહામારી વચ્ચે ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર

0
25

ગુજરાત રાજ્યમાં કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાનો કહેર વધ્યો છે અને રાજ્યમાં કોરોના નો સતત કહેર વધતા શાળામાં ભણતર પર અસર પડી રહી છે.

શાળાઓમાં સતત કોરોના કેસ આવતા શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે.શાળામા અત્યારે ઓનલાઇન અભ્યાસ આપવામાં આવી રહ્યો છે.શાળાઓમાં ઓનલાઇન અભ્યાસ આપવાની સાથે સરકાર દ્વારા એક ખાસ યોજના પણ બનાવવામાં આવી છે.

જેમાં ઓનલાઇન ના માધ્યમથી અભ્યાસ આપવામાં આવી રહ્યું છે.એવા માં હવે રાજકોટ થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.રાજકોટમાંથી ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ શાળા શરૂ કરવામાં આવશે.

કોરોના વાયરસ ના કેસો વધતા ઓનલાઈન પોર્ટલ ઉપર અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં દીક્ષા પોર્ટલ ઉપર પ્રસારણ શરૂ કરવામાં આવશે.વીડિયો અપલોડ કરવામાં આવશે.નક્કી થયેલ સમય મુજબ લાઈવ પ્રસારણ અને વિડિયો અપલોડ કરવામાં આવશે.

તેના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રાપ્ત થઈ જશે તેની સાથે એ પણ વાત સામે આવી છે કે આ લાઈવ પ્રસારણ બાદ આ વીડિયો રેકોર્ડ કરી યુટ્યુબ અને દીક્ષા પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે તેના લીધે વિદ્યાર્થીઓ તેનો સીધો ફાયદો લઈ શકશે અને તેના દ્વારા ભણતર મેળવી શકશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.