સુરતની ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે આવ્યા મોટા સમાચાર,ગ્રીષ્મા હત્યા કેસમાં સ્થળ પર જ દીકરીનો મોબાઈલ…

0
259

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

આ કેસમાં આરોપી ફેનીલ ગોયાણી સામેની ટ્રાયલ માં સોમવારના રોજ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી હતી. જેમાં સ્થળ પર પંચનામું ન કરાયું હોવાની અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય ઉપરાંત તપાસના બીજા અનેક છીંડા તરફ કોર્ટનું ધ્યાન દોરાયું હતું અને સવારે 11:00 થી શરૂ થયેલી દલીલ 5:00 સુધી ચાલી હતી.

જે પંચનામું થયું ત્યારે મોબાઇલ સ્થળ પરથી મળ્યો નથી. ફોન પાછળથી તેના સંબંધી રજૂ કરે છે. ડેડ બોડી પાસેથી ફોન ગાયબ કોણે કર્યો. એફ.એસ.એલ.માં આ ફોન પછી ખુલ્યો જ નથી. આરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહીં તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ પુરાવો ઉભો કરવા રેકોર્ડિંગ ઉભુ કરાયુ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.