પીએમ કિશાન યોજના ને લઈને આવ્યા મોટા સમાચાર,જો આમ કર્યું હશે તો જ હપ્તો થશે જમા

0
37

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 11 મો હપ્તો આગામી સમયમાં જમા થશે. જેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ સરકારે ઇ કેવાયસી અનિવાર્ય કરી દીધું છે. એવામાં જો ખેડૂતો KYC નહીં કરાવે તો તેઓને આગામી હપ્તો જમા થવામાં મુશ્કેલી પડી શકે છે.

મહત્વનું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ માંથી એક છે. જેમાં સરકાર ખેડૂતો ને દર વર્ષે ૬ હજાર રૂપિયા ખાતામાં જમા કરે છે. જેના કારણે ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને છે.

આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ખેડૂતોમાં 10 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આગામી હપ્તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે.

આ વખતે પણ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવશે. જોકે આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂતો માટે ઇ KYC કરાવશે નહિ તો તેમને બે હજાર રૂપિયાનો આગામી હપ્તો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

પીએમ કિસાન સન્માન નિધિ ની સત્તાવાર વેબસાઇટ પર થોડી ક્ષણોમાં e KYC કરી શકાય છે. વેબસાઈટ પર તમને જમણી બાજુએ E KYC ની કોલમ દેખાશે જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર પર OTP આવશે.જે ખેડૂતોએ ઇ KYC કરાવ્યું નથી તેઓએ આગામી હપ્તા પહેલા તે કરાવવું ફરજિયાત છે.

.તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.