વાહનચાલકો માટે આવ્યા મોટા સમાચાર,ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને આવ્યા નવા નિયમો,હવેથી નહીં ખાવા પડે RTO ના ધક્કા

0
36

વાહનચાલકો માટે મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે હવે આરટીઓના ધક્કા ખાવાની કે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવાના નિયમોમાં મોટા ફેરફાર કરીને સરળ કરી દીધા છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ ને માટેના નિયમોમાં કરાયેલા સંશોધનના અનુસાર હવે તમને કોઈ પ્રકારના કોઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO જવાની જરૂર રહેશે નહીં, કેન્દ્રીય સડક પરિવહન અને હાઇવે મંત્રાલય નિયમો ને નોટીફાઈ કર્યા છે.

આ નિયમ લાગુ થઈ ચૂક્યા છે તેનાથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓના વેટિંગ લિસ્ટ માં છે તો તેમને રાહત મળશે.મંત્રાલયની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર હવે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓમાં તમને ટેસ્ટ ની રાહ જોવાની રહેશે નહીં.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ શાળામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્કૂલની તરફથી એપ્લિકેશન એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે એપ્લિકેશન નું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવી દેવાશે.

ટ્રેનિંગ સેન્ટર લઈને સડક અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ છે તેમાં ટ્રેનિંગ સેન્ટર ના ક્ષેત્રફળ થી લઈને ટ્રેનર ની શિક્ષા સામેલ છે.યોગ્ય એજન્સી નક્કી કરશે કે ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને સામાન્ય મોટા વાહનો ના ટ્રેનિંગ સેન્ટર ની પાસે ઓછામાં ઓછા એક એકર જમીન હોય, મધ્યમ અને ભારે માલવાહનો કે ટ્રેલર ને માટે સેન્ટર 2 એકર જમીન ની જરૂર રહેશે.

ટ્રેનર ઓછામાં ઓછું 10 મુ પાસ હોય એને ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.તેને નિયમો નો સારી રીતે ખ્યાલ હોવો જોઈએ.મંત્રાલયે એક શિક્ષણ પાઠ્યક્રમ નક્કી કર્યો છે. સામાન્ય મોટર વાહન ચલાવવા માટે પાઠ્યક્રમ નો સમય વધારેમાં વધારે 4 અઠવાડિયાનો રહેશે જે 29 કલાક ચાલશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.