મફતમાં અનાજ લેનારા લોકો માટે આવ્યા મોટા સમાચાર,જાણો હવે થી મફતમાં અનાજ મળશે કે નહિ?

0
39

કોરોના મહામારી શરૂ થયા બાદ દેશમાં રોજગારી અને રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા ની સૌથી મોટી સમસ્યા હતી. કામદાર વર્ગ ને રાહત આપવા માટે સરકારે માર્ચ 2020 માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી.

આ યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત રાસન આપવામાં આવ્યું હતું. આ સાથે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ પણ આપવામાં આવ્યું હતું અને આ યોજના હાલ માર્ચ 2022 સુધી લાગુ છે.

નાણાકીય વર્ષ 2022-23 ના સામાન્ય બજેટમાં આ યોજના સંબંધિત કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આશા છે કે માર્ચ પછી લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો લાભ નહીં મળે.

જે રેશનકાર્ડ ધારકોને મળે છે અને લાભ દેશભરના તમામ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નો લાભ મળે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.

સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે મળતું અનાજ પણ આપવામાં આવે છે. કોરોના મહામારીમાં નોકરીઓ અને રોજગાર ગુમાવવાના કારણે સરકારે લોકોની આજીવિકા માટે આ યોજના શરૂ કરી હતી.

નાણામંત્રીએ સ્કીમના વિસ્તરણ પર આ કહ્યુ સામાન્ય બજેટ ની રજૂઆત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યો.જેમાં નાણા મંત્રીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના વિસ્તરણ વિશે પૂછવામાં આવ્યું હતું.જેના જવાબ માં નાણામંત્રીએ કહ્યું કે મારી પાસે બજેટ સિવાય બીજું કંઈ કહેવાનું નથી.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.