મોટા સમાચાર : ગ્રીષ્મા કેસમાં ચાલુ ટ્રાયલે જ આટલા લાખ રૂપિયાનું વળતર ગ્રીષ્માના પરિવારજનોને મળશે…

0
131

સુરતના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના પરિવાર જાવે જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ ગુજરાતની જનતા ચમચી ગઈ હતી અને તમામ લોકો આરોપી ફેનીલને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરી રહ્યા હતા.

ત્યારબાદ આ કેસ સતત ચર્ચામાં રહ્યો છે. ડે ટો ડે ટ્રાયલ પણ ચાલી રહી છે. ત્યારે ગ્રીષ્મા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જીલ્લા સેવા સત્તામંડળ દ્વારા મૃત્યુ પામેલી દીકરી ગ્રીષ્માના પરિવારજનોને 5 લાખ રૂપિયાની વળતર આપવાની જાહેરાત કરી છે.

આ સમગ્ર ઘટનાને લઇને સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય એ પહેલા ગુજરાત પીડિત યોજના હેઠળ અરજી કરવામાં આવી હતી. જીવ લઈ લેવાના કેસમાં ટ્રાયલ દરમિયાન 5 લાખ રૂપિયાનું વળતર મળ્યું હોય તેવો આપ પહેલો કિસ્સો છે.

આ પાંચ લાખ રૂપિયા માંથી મૃત્યુ પામેલી દીકરી ગ્રીષ્માની માતાને 1.5 લાખ રૂપિયા મળશે. દીકરી ગ્રીષ્માના પિતાને 1.5 લાખ રૂપિયા મળશે. ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈને 1 લાખ રૂપિયા મળશે અને ઈજાગ્રસ્ત કાકાને પણ એક લાખ રૂપિયા મળશે. આ પહેલો એવો કિસ્સો છે જેમાં ચાલુ ટ્રાયલમાં જ પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ આરોપી ફેનીલ ગોયાણી કોલેજમાં બનાવેલી બહેનને ફોન કરીને કહ્યું હતું કે, તું મારી ફેવરમાં જ જુબાની આપજે. આ સમગ્ર મામલાને લઈને કોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી અને તેમાં આરોપી ફેનીલ ગોયાણી સામે કડક પગલાં લેવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.