ફેનીલ ને જલ્દીથી મળશે સજા! ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે મોટા સમાચાર,કોર્ટ મા 18 સાક્ષીઓની લેવાઇ જુબાની

0
55

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.

ફેનીલ એ ગુનો કબુલ કર્યો નથી અને તેના જવાબ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ જ્યારે કોર્ટ દ્વારા ફેનીલ ને ચાર્જ ફ્રેમ પર સહી કરવા દસ્તાવેજો આપવામાં આવ્યા ત્યારે તેને ખૂબ જ શાંતિથી વાંચ્યા બાદ સહી કરી હતી. તેના ચહેરા કે એના બોડી લેંગ્વેજ પર ક્યાં એવું દેખાતું ન હતું કે તેને એક યુવતીનો જીવ લઈ લીધો છે.

ફેનીલ ને બચાવવા માટે તેના વકીલ દ્વારા પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન ફેનીલ ના વકીલે અરજી આપી હતી અને ફેનીલ ના બચાવમાં જણાવ્યું હતું કે તે માનસિક રીતે અસ્વસ્થ છે. ફેનીલ ના વકીલ ની અરજી નો સરકારી વકીલે વિરોધ કર્યો હતો.અને કોર્ટ આ અરજી ના મંજુર કરી હતી.

તેને કડકમાં કડક સજા મળે તેની સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે અને દીકરીના પરિવારના બધા લોકો તેમની લાડલી દીકરીને યાદ કરીને ખુબ જ રડે છે. આ કેસની સુરતમાં ડે ટુ ડે ની સુનાવણી કરવામાં આવી રહી છે. જે ડોક્ટરે ગ્રીષ્મા ના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કર્યું હતું

તે ડોક્ટર પાસેથી સુનાવણી કરવામાં આવશે. આ ઘટના બન્યા બાદ તેમાં ઘાયલ થયેલ ફુઆ અને તેના ભાઇનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફેનીલ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.તેથી ફેનીલ ને જલ્દીથી જલ્દી કડકમાં કડક સજા મળે તેની સરકાર પાસે માંગ કરી રહ્યા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.