ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે મોટા સમાચાર,આ કેસ માં આવ્યો નવો વળાંક,આવતીકાલે આરોપીને…

0
74

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.

દીકરી ના મૃત્યુ બાદ તેની પળેપળની માહિતી જાણવા લોકો ઉત્સુક બન્યા છે અને તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થઇ રહી છે. ત્યારે જે દિવસે દીકરી નું મૃત્યુ થયું તે દિવસે સવારે કોલેજ ની અંદર ખિલખિલાટ કરતી દીકરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે જે આપણા બીજા અહેવાલ માં તે ફૂટેજ દર્શાવામાં પણ આવ્યા છે.

હાલમાં કેસમાં પોલીસે ખૂબ જ ઝડપી તપાસ કરી હતી અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આરોપી ફેનીલ ને કડકમાં કડક સજા મળે અને દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે. આજ રોજ આરોપી ફેનીલ ને વિડીયો કોન્ફરન્સની કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેમાં આવતી કાલની તારીખ પડી હતી જેના કારણે હવે કાલે ફરી ફેનીલ ને કોર્ટ માં રજૂ કરવામાં આવશે.

આ કેસ સુરત સેશન્સ કોર્ટમાં રજુ થવાનો હતો પરંતુ ગ્રામ્ય કોર્ટ થી સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી ફેનીલ સામે જલ્દી કાર્યવાહી થઈ રહી છે. હાલમાં કેસને સુરત ગ્રામ્ય કોર્ટમાં થી સુરત કોર્ટમાં રેફર કરી દેવામાં આવ્યો છે.

આ કેસ હવે ડે ટુ ડે ચાલે તેવી મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવી છે. સરકારી વકીલ દ્વારા પણ 28 દસ્તાવેજી પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે આવતીકાલે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ ફેનીલ ને ફિઝિકલી હાજર કરવામાં આવશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.