સુરત ગ્રીષ્મા કેસને લઇને મોટા સમાચાર,ફેનીલ એકલો આરોપી નહીં પરંતુ આ વ્યક્તિ પણ…

0
220

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

દીકરી ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગ્રીષ્મા ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે, “મારી દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપી ફેનિલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે…”ત્યારે વકીલ ના કહેવા અનુસાર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને આ કેસમાં દીકરી ગ્રીષ્મા ના પરિવારજનોને

ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સરકાર પક્ષને બચાવપક્ષની દલીલો સામે તેના સમર્થન ની અંદર ઉચ્ચતમ અદાલતના પ્રસ્થાપિત ચુકાદાના તારણો પણ જો કરવામાં આવશે અને ઘટના બની ત્યારે ગુજરાતી મોબાઈલ કેમેરા ની અંદર આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની દ્વારા તેના મિત્રને કહેવામાં આવ્યું હતું કે ઓલી ને મારી નાખી તું જલ્દી આવ. હવે ટૂંક જ સમયમાં ચુકાદો આવે તેવી પણ સંભાવના છે.

ફેનીલ ના વકીલ ઝમીર શેખે વધુમાં કહ્યું કે ફોટોગ્રાફ્સ દ્વારા એક તરફી પ્રેમમાં ફેનીલ હતો તે ખોટું છે. માટે તે સાબિત કરવા માગું છું અને એક તરફી પ્રેમ ન હતો તે હું સાબિત કરવા માગું છું. નામદાર કોર્ટે તેને કઈ રીતે લે છે અને મને કેટલી તેનાથી મદદ થશે તે નામદાર કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. વકીલે ઘટસ્ફોટ કર્યો છે અને શા માટે આરોપી ફેનીલ એકલો જ આ કેસમાં સામેલ નહીં પણ તેની સાથે ધર્મની બહેનને પણ કેમ આરોપી ન બતાવી? એ બાબતે વિચારી રહ્યા હોવાનું નામદાર કોર્ટના ન્યાયાધીશ એ કહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.