ભર શિયાળે માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

0
144

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.તારીખ 20 થી 22 જાન્યુઆરીએ રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જેના કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

આગાહી ની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 20 થી 22 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડશે જેમાં 20 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ, કચ્છ અને 21 મી જાન્યુઆરીએ અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જુનાગઢ, મોરબી અને જામનગર અને 22 મી જાન્યુઆરીએ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે.

બીજી તરફ હવામાન વિભાગે ખાસ દ્વારકા ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં ઓખા અને સલાયા બંદરો પર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે તેમજ દરિયાઈ પટ્ટીમાં 10 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.જેને લઇને માછીમાર ભાઈઓ બહેનોએ કાંઠા વિસ્તાર છોડીને અન્ય સ્થળે ચાલ્યા જવાનું સૂચના આપવામાં આવી છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.