Breaking News

બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની બેસ્ટ દવા છે આ 1 વસ્તુ,તમારા પાચનની સમસ્યાને પણ દૂર કરી દેશે,જાણી લો આ ઉપયોગી માહિતી…

આપણા શરીરને પ્રોટીન, એનર્જી, કેલ્શિયમ,દરેકની જરૂર પડે છે. અને તે બધું આપણને ફળમાંથી મળે છે.ફળનું સેવન કરવું આપણા માટે ઘણું ફાયદાકારક છે.આજે આપણે આવા જ એક ફળ વિશે વાત કરીશું.કિવી લગભગ દરેક ઋતુમાં મળતું ફળ છે, પરંતુ તે ઓછાં પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષક લાગે, પરંતુ તે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 100 ગ્રામ કિવીમાં 61 કેલરી, 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, રપ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલાં છે. કોલેસ્ટ્રોલને બેલેન્સમાં રાખવું હોય તો સવાર સાંજ કિવીને આઠ અઠવાડિયાં સુધી ખાવું જોઇએ, તેનાથી કોલેસ્ટ્રોલ ચોક્ક્સથી કંટ્રોલમાં આવી જશે. જો ત્રણ કિવી આઠ અઠવાડિયાં સુધી ખાવામાં આવે છે તો બ્લડપ્રેશર નિયંત્રણમાં આવી જશે. કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે. કિવીમાં રહેલાં તત્વો પાચનને સુધારે છે.

કીવી ફળ વધુ ઉંચાઇવાળા વિસ્તારોમાં થાય છે તેથી તે દુનિયાના અમુક ઠંડા દેશોમાં થાય છે. કિવિ ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય ફળ છેકિવી ફળ સ્વાદિષ્ટ અને રસદાર હોય છેકિવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખીને ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. તેનાં સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અને અન્ય કેટલીક ગંભીર બીમારીઓથી દૂર રહી શકાય છે.

કિવીમાં રહેલાં તત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાને રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.કિવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કિવીનાં સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવાસ્કુલર રોગોથી બચી શકાય છે. તે સિવાય કિવીમાં એન્ટીઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સોજાની સમસ્યા દૂર રહે છે.

જો તમને પૂરતી ઉંઘ ન આવતી હોય તો કિવીનું સેવન કરી શકો છો. જેનાથી તમારું મન શાંત રહેશે અને ઊંઘ પણ સારી આવશે. કિવી ખાવાથી ઊંઘની ક્લોલિટી પણ સારી થઇ જાય છે.કિવીમાં લ્યુટિન રહેલાં છે. જે આપણી ત્વચા અને ટિશ્યુને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કિવીનાં નિયમિત સેવનથી આંખની કેટલીક બીમારીઓ દૂર રહે છે. આખોની વધારે સમસ્યા એવી છે જેને લ્યુટિન નષ્ટ થવાના કારણે ઉત્પન્ન થાય છે. તે સિવાય કિવીમાં ભરપૂર વિટામિન એ રહેલું છે. કિવી આંખોની રોશનીને વધારે છે.

શરદી ઉધરસ ની દૂર રાખે છે.જો મિત્રો તમને પણ વારંવાર શરદી ઉધરસ તકલીફ રહેતી હોય તો તમારે પણ કીવી ફ્રુટ નું સેવન કરીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. આવા લોકોએ તેમના રોજિંદા ખોરાકમાં કીવી ફ્રુટ નો સમાવેશ કરવો જોઇએ જેનાથી તેમના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થઈ શકે.

વજન ઘટાડવા માટે પણ અસરકારક.કીવી માં લૉ ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ અને હાઈ ફાઈબર હોય છે. જે શરીરમાં ચરબી ને જમા થવા દેતું નથી. કીવી ફ્રુટ ફક્ત શરીરને નુકસાનકારક ચરબીને દૂર કરે છે.

પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક.મિત્રો પેટમાં થતી નાની-મોટી બીમારીઓ માટે તો જાણે કીવી રામબાણ ઈલાજ છે તેનાથી પેટ દર્દ, બવાસીર વગેરે જેવી બીમારીઓ સંપૂર્ણપણે દૂર થાય છે. આની સાથે જ કીવી રહેલા ફાઇબર પણ પાચનતંત્રને વ્યવસ્થિત કામ કરતા રહેવા માટે મદદ કરે છે. અને કબજીયાતના દર્દીઓ માટે તો કેવી જાણે અમૃત સમાન હોય છે.

ઘૂંટણના દુખાવામાં આરામ.મિત્રો કીવીમાં સારી માત્રામાં પોટૅશિયમ હાજર હોય છે જે હાડકાઓ અને માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે.એટલા માટે જ કિવિને મહિલાઓ માં વધતી ઉંમર સાથે થતા osteolysis રોગમાં  અસરકારક માનવામાં આવે છે.

ડેન્ગ્યુમાં ફાયદાકારક.ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીઓ માં પણ ડૉક્ટર દરદીને કિવી ખાવાની સલાહ આપે છે વધુ તાવમાં પણ કેવી ખાવાથી ફાયદા થાય છે.

ત્વચા માટે પણ ફાયદાકારક છે કીવી.આપણી ત્વચામાં રહેલ કોલેજન અને આપણી ત્વચાને સુંદર રાખવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને આના માટે તેને પૂરતા પ્રમાણમાં વિટામીન સી ની જરૂર પડે છે કે જે કિવિ માં પૂરતા પ્રમાણમાં હોય છે. કીવીના સેવનને કારણે આપણી ત્વચા એ મુલાયમ અને ચમકદાર થઈ જાય છે. આનાથી શરીરમાં ચરબી તો ઓછી રહે જ છે પરંતુ આપણી ત્વચા પણ કરચલી  રહિત રહે છે અને આપણે જવાન રહી શકીએ છીએ.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *