5 સેકંડમાં 7 વખત પલટી ખાઈ ગઈ બોલેરો : બાઈકને બચાવવા જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2ના મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ

0
31

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે ઘણી વખત આખા ને આખા પરિવાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

મધ્યપ્રદેશના ધારામાં બાઇકને બચાવવાના ચક્કરમાં એક બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. બોલેરો કારની ઝડપ એટલી હતી કે બોલેરો કાર માત્ર 5 સેકન્ડમાં 7 વખત પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે સામેથી આવી રહેલા બાઇક સવાર પણ બોલેરોની ઝપેટમાં આવી ગયા હતા.

આ ઘટનામાં તો એક યુવક ઉછળીને 10 ફૂટ સુધી દૂર ફંગોળાઈ ગયો હતો. આ ઘટનામાં બોલેરો કારમાં સવાર બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે. ઉપરાંત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બન્યા બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ બની હતી. રવિવારના રોજ સવારે આશરે નવ વાગે કામથી કેટલાક લોકો ધારના સુસારી ગામથી મનાવર જઈ રહ્યા હતા. ત્યારે અંબાડા પેટ્રોલ પંપ પાસે બાળકને બચાવવામાં બોલેરો કાર બેકાબુ થઇ ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં સામેથી આવી પહેલા બાઇક સવાર પણ બોલેરોની ચપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં 25 વર્ષીય અંતિમ અને 17 વર્ષીય પ્રેમ સિંહનું મૃત્યુ થયું છે. આ બંને બોલેરોમાં સવાર હતા. જ્યારે ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.