બોલિવૂડમાં ફ્લોપ રહી આ અભિનેત્રી પરંતુ લગ્ન કરતાંજ હવે બની ગયાં અબજોપતિ, હવે જીવે છે આવું જીવન.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણીવાર એવું જોવા મળે છે કે અભિનેત્રીઓ જ્યાં સુધી પોતાની કારકીર્દિમાં સંતુષ્ટ થતી નથી ત્યાં સુધી તે લગ્ન કરવાનો નિર્ણય લેતી નથી. પરંતુ આજની અમારી આ પોસ્ટમાં, અમે તમને બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે ટૂંક સમયમાં જ તેમની ફિલ્મી કારકિર્દીને અલવિદા કહીને બિઝનેસમેન સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું.

આયશા ટકિય.એક સમયે બોલીવુડની સુંદર અભિનેત્રી રહી ચુકી આયશા ટકિયા એ વધુ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. આ પછી અચાનક જ તેને ફિલ્મો મળવાનું બધ થઈ ગયું અને ત્યાર પછી તેણે ખૂબ જ મોટા રેસ્ટોરાંના માલિક ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા. તાજેતરમાં જ તેના પતિ અને પુત્ર સાથે આયેશાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. તે તેના પરિવાર સાથે ડિનર ડેટ પર ગઈ હતી. આ દરમિયાન આયેશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આયેશા એ લગ્ન પછી પોતાને ફિલ્મોથી દૂર કરી નાખી છે. જોકે આયેશાની કારકિર્દી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ૭ વર્ષ હતી, પરંતુ તે આટલા ટૂંકા વર્ષોમાં પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. સુપરસ્ટાર સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વોન્ટેડ’માં પણ તે કામ કરી ચુકી છે.

ઇશા દેઓલ.પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલે ફિલ્મી દુનિયામાં પ્રવેશ તો કર્યો, પરંતુ તે પોતાને અભિનેત્રી તરીકે સ્થાપિત કરવામાં સફળ થઈ શકી નહીં. અને અંતે તેણે ભારત તખ્તાની નામના બિઝનેસમેન અને હીરાના વેપારી સાથે લગ્ન કર્યા. આજે તે સુખી જીવન જીવી રહી છે.

ઇશાએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2002 માં ‘કોઈ મેરે દિલ સે’ ફિલ્મથી કરી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ઇશાએ હાર માની નહીં અને ત્યાર પછી ના તુમ જાનો ના હમ, એલઓસી કારગિલ, ક્યા દિલ ને કહા, કુછ તો હૈ અને ચૂરા લિયા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને આ બધી ફિલ્મો હિટ સાબિત થઈ શકી નહીં. તે નો એન્ટ્રી, યુવા, ધૂમ, ટેલ મી ઓ ખુદા, કાલ, દસ, ક્યા દિલ ને કહા, શાદી નંબર 1, ઇન્સાન જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

વર્ષ 2004 માં ફિલ્મ ધૂમ કરી જેમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, ઉદય ચોપડા જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મ સુપરહિટ થઈ અને ઈશાને પણ આગળ કામ મળી ગયું. પણ પછી એવું જ બન્યું, ઇશાએ પોતાની તાકાત ઉપર કોઈ હીટ ફિલ્મ આપી નહીં, તો તેને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું. વર્ષ 2010 માં ઇશાએ સલમાન ખાન સાથે ફિલ્મ ટેલ મી ઓ ખુદા કરી અને આ ફિલ્મ પણ ફ્લોપ થઈ હતી. ત્યારપછી ઇશાએ પોતાની બોલીવુડ કારકિર્દી છોડીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

ગાયત્રી જોશી.ઈન્ડસ્ટ્રીની એક ખૂબ જ પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી રહેલી ગાયત્રી જોશીની સ્ટોરી પણ ઘણી હદ સુધી કંઈક આવી જ રહી છે કારણ કે તેની એક જ ફિલ્મ આવી અને આ જ ફિલ્મ તેની પહેલી અને છેલ્લી સાબિત થઈ. આ પછી, તેમણે એક બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા, અને આજે તેમને બે બાળકો પણ છે.

ગાયત્રીના માતાનું નામ હેમા મિલાની અને પિતાનું નામ છે, રામનિવાસ જી રૂનથાલા. તેની નાની બહેન પણ છે, જેનું નામ છે આહના જોષી. નાગપુર મહારાષ્ટ્રમાં જન્મેલ મરાઠી જોષી પરિવારની આ દીકરીએ, સામાન્ય જીવનમાંથી એવી ચમકતી દુનિયામાં પગ મૂક્યો હતો કે તેનું ફરીથી આમ ગાયબ થઈ જવું સૌને નવાઈ પમાડી ગયું. નાનપણમાં જ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થઈ અને અભ્યાસ પણ મુંબઈની જ કર્યો. શરૂઆતમાં નાગપુરની માઉન્ટ કારમેલ સ્કુલમાં અભ્યાસ કર્યો અને બાદમાં મુંબઈની જે.બી. વાછા હાઈ સ્કુલ, દાદરમાં અભ્યાસ પૂર્ણ કર્યો.

તેણે સિડીયમ કોમર્સ કોલેજમાં એડમીશન લીધું. અને ઇકોનોમિક્સ સબ્જેક્ટ સાથે અભ્યાસ શરૂ કર્યો. વર્ષ ૧૯૯૬માં એણે કોલેજની જ શરૂઆતથી જ મોડેલિંગ પ્રોજેક્ટ મળવા લાગ્યા અને આમ તેની શો બિઝમાં એન્ટ્રી થઈ. એ સમય દરમિયાન નાની મોટી અનેક બ્રાન્ડ્સ માટે એને મોડેલિંગની ઓફર આવવા લાગી. એણે પોન્ડ્સ, એલજી, ગોદરેજ, સનસિલ્ક, હુન્ડાઈ, ફિલિપ્સ જેવી જાણીતી બાન્ડ્સ માટે પણ જાહેરાતો કરી.

સંદલી સિંહા.ફિલ્મ ‘તુમ બિન’ માં જોવા મળેલી અભિનેત્રી સંદલી સિંહા પણ એવી અભિનેત્રીઓમાં શામેલ છે જેમણે ફિલ્મી દુનિયામાં ફક્ત 4 થી 5 ફિલ્મો કરી અને પછી ધીરે ધીરે તે ગાયબ થવા લાગી. જોકે વર્ષ 2005 માં, અભિનેત્રી તેની લાઈફમાં આગળ વધી અને કિરણ સાલસ્કર નામના ખૂબ જ મોટા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા.સેલિના જેટલી.ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન પીટર હાગ સાથે અભિનેત્રી સેલિના જેટલીએ લગ્ન કર્યાં હતાં. તેણે પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા, પરંતુ ઘણી વાર નિષ્ફળ થયા પછી તેણે એક્ટિંગની દુનિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો.

કિમ શર્મા.અભિનેત્રી કિમ શર્માએ મોહબ્બતેથી ઘણી ખ્યાતિ મેળવી હતી. પરંતુ તે એક વન ટાઈમ વંડરની જેમ પોતાની ઓળખ બનાવી શકી, આ પછી તેણે કાર્લોસ નામના એક સ્પેનિશ વ્યક્તિને ડેટ કરી. પરંતુ તેનો આ સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો નહીં, આ પછી તેણે કેન્યાના એક પંજાબી બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને તેના પતિનું નામ અલી પંજાની છે.

ટીના અંબાણી.દેશના સૌથી પ્રખ્યાત બિઝનેસ ટાઇકૂન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીની સ્ટોરી પણ કંઈક આવી જ છે. ટીના પણ લગ્ન પહેલા એક અભિનેત્રી તરીકે કામ કરતી હતી, પરંતુ ફિલ્મી કારકિર્દીમાં નિષ્ફળ રહેવાથી તેણે લગ્ન કરીને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.અમૃતા અરોરા.અમૃતા અરોરા એક સમયે હિન્દી સિનેમામાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતી, પરંતુ અચાનક જ તેની ફિલ્મી કારકિર્દીને બ્રેક લાગી. આ પછી તેણે પોતાનું ઘર વસાવવાનું નક્કી કર્યુ અને આજે એક રેડસ્ટોન કન્સ્ટ્રક્શન કંપનીના માલિક સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી રહી છે.

આસિન.રેડી અને ગજની જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી આસિને બોલિવૂડમાં ખૂબ જ મજબૂત ઓળખ બનાવી હતી. પરંતુ આ પછી તેણે રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા અને પછી તે તેની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ. રાહુલ એક માઇક્રોમેક્સ કંપનીનો માલિક છે.

Leave a Comment