Breaking News

બૉલીવુડ ની આ જોડીઓએ ક્યારેય સાથે કામ ના કરવાનું કર્યું છે નક્કી,અક્ષય થી લઈને સલમાન સુધી જુઓ કઈ હીરોઇનો સાથે છે દુશ્મની.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં એવી ઘણી બધી જોડીઓ છે કે જેમણે પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

જો કે, ફેન્સ પણ ઇચ્છે છે કે તેઓને સ્ક્રીન પર નવી જોડીઓ જોવા મળે. શું તમે જાણો છો કે બોલિવૂડમાં એવી ઘણી બધી જોડીઓ છે કે જેમણે મોટો ધમાકો કર્યો છે. પરંતુ ત્યારબાદથી તેઓ ફરીથી સાથે કામ કરતા જોવા મળ્યા નથી. આજે અમે અમારા આ ખાસ રિપોર્ટમાં તમને તેવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન.એશ્વર્યા રાય અને સલમાન સલમાન ખાનની લવ સ્ટોરી કોઇનાથી છૂપાયેલી નથી અને તેમના અફેરનાં કિસ્સા તો ખૂબ જ ફેમસ છે. તેમની લવ સ્ટોરીનું એન્ડીંગ ખૂબ જ ટ્રેજેડીથી ભરેલું હતું. કહેવામાં આવે છે કે સલમાન ખાન એશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ એશ્વર્યા લગ્ન કરવાથી મનાઈ કરી દીધી હતી. હકીકતમાં સલમાનવ ખાન એશ્વર્યા પર ખૂબ જ શંકા કરતા હતા.

જેના કારણે એશ્વર્યા તેની સાથે લગ્ન કરવા માગતી ન હતી. એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાને એકસાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” માં કામ કર્યું હતું, જે વર્ષ ૧૯૯૯માં આવી હતી. આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અફેર શરૂ થયું હતું.ફિલ્મનાં શુટિંગ બાદ સલમાન ખાનની સાથે એશ્વર્યાએ ખૂબ જ સમય પસાર કર્યો હતો અને તે સલમાન ખાનનાં પરિવારની ખૂબ જ નજીક આવી ગઈ હતી.

સલમાન ખાનનાં પરિવાર વાળા એશ્વર્યાને ખુબ જ પસંદ કરતા હતા, પરંતુ એશ્વર્યાનો પરિવાર આ સંબંધથી ખુશ હતો નહીં અને તેઓ ઈચ્છતા હતા કે એશ્વર્યા સલમાન ખાન સાથે બ્રેકઅપ કરી લે. પરંતુ એશ્વર્યા સલમાન ખાનને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે રહેવા માંગતી હતી.સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનની જોડી એક સમયની બોલિવૂડના સુપરહિટ જોડીઓમાંની એક હતી. પરંતુ તેમના બ્રેકઅપ પછી, આ બંને સ્ટાર્સ ક્યારેય સાથે કામ કરતા દેખાયા નથી.

રણબીર કપૂર અને સોનાક્ષી સિંહા.રણબીર કપૂર અને સોનાક્ષી સિંહાને એક ફિલ્મમાં લેવાના હતા. પરંતુ રણબીર કપૂરે એવું કહીને ફિલ્મ કરવાની ના પાડી હતી કે સોનાક્ષી તેના લુક્સના કારણે ઉંમરમાં તેના કરતા મોટી લાગે છે. ત્યાર પછીથી આ જોડી ક્યારેય સાથે નથી દેખાઈ.સોનાક્ષીનો જન્મ ૨ જુન ૧૯૮૭ ના રોજ પટના (બિહાર) માં થયો હતો.

સોનાક્ષી સિન્હા પોતાના જમાનાના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની દીકરી છે. અને સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ થી પોતાના હીટ કેરિયરની શરૂઆત કરનાર સોનાક્ષી સિન્હાનું નામ આજે બોલીવુડની ઉત્તમ અભિનેત્રીઓમાં શામેલ છે. અને સલમાન ખાનના કહેવા પર જ સોનાક્ષી ફિલ્મમાં આવી શકી હતી. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘દબંગ’ સુપરહિટ થઇ અને આ ફિલ્મે રાતો રાત સોનાક્ષીને સ્ટાર બનાવી દીધી.

શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા.શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાની નજીક આવવાની ચર્ચાઓ ફિલ્મ ‘ડોન’ દરમિયાન સામે આવી હતી. પરંતુ શાહરૂખ ખાને આ તેના પરિવાર ના કારણે આ ખબરોને વધુ ન ફેલાવા દીધી અને ફરી પ્રિયંકા સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો હતો.વાત તે દિવસોની છે જયારે શાહરૂખ ‘ડોન’ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેની હિરોઈન પ્રિયંકા ચોપડા હતી. ફિલ્મ દરમિયાન પ્રિયંકા અને શાહરૂખની કેમેસ્ટ્રી ઘણી સારી હતી, અને સાથે કામ કરતા કરતા બંને વચ્ચે સંબંધ વધવા લાગ્યા. ફિલ્મ ‘ડોન’ વખતે આ સમાચાર ઘણા ઉડ્યા હતા કે, પ્રિયંકા અને શાહરૂખ સિક્રેટ રીલેશનશીપમાં છે, અને તે પ્રિયંકા માટે ગૌરી સાથે ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.

સમાચારો તો ત્યાં સુધી ઉડ્યા હતા કે, બંનેએ લગ્ન પણ કરી લીધા છે. આ અફવાઓથી શાહરૂખ-ગૌરીના જીવનમાં ઉથલ પાથલ મચી ગઈ હતી.શાહરૂખ અને પ્રિયંકાની રીલેશનશીપના સમાચારોએ ત્યારે વેગ પકડ્યો, જયારે શાહરૂખ બીજી હિરોઈનને બદલે પ્રિયંકાને પ્રાયોરીટી આપવા લાગ્યા. આમ તો ગૌરીએ તેને માત્ર પ્રોફેશનલ સંબંધ ગણાવ્યો. ઋત્વિક રોશન અને અર્જુન રામપાલની એક્સ વાઈફ સુઝેન અને મેહર ગૌરીની સારી દોસ્ત હતી.

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા.રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા સેટ પર એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. જયારે અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાને આ વાતની ખબર પડી ત્યારે ટ્વિંકલે અક્ષય અને પ્રિયંકા ચોપડાના સાથે કામ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદથી આ જોડી એક પણ વખત ઓનસ્ક્રીન સાથે નથી દેખાઈ.અક્ષય કુમાર જેટલો તેની ફિલ્મો માટે જાણીતો છે એટલો જ તેના લવ અફેરની વાતો માટે પણ પ્રખ્યાત છે. અક્ષયનું નામ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું આવ્યું છે.

તેના અફેરને કારણે અક્ષય ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આવું જ કંઈક ત્યારે બન્યું જ્યારે તે પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મ ‘વક્ત’ કરી રહ્યો હતો. રવિના, શિલ્પા, રેખા, પૂજા બત્રા પછી અક્ષય કુમારનું નામ પ્રિયંકા ચોપડા સાથે પણ જોડાયું હતું. બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મો કરી હતી.જ્યારે બંનેએ પહેલીવાર દાઝ ફિલ્મમાં સાથે કામ કર્યું ત્યારે તેમના અફેરની વાતો થવા લાગી.

આ બાબત દિનપ્રતિદિન વધતી ગઈ. બંનેના અફેરની વાત અક્ષયની પત્ની ટ્વિંકલ સુધી પણ પહોંચી. ટ્વિંકલ આ બાબતોથી ખૂબ જ પરેશાન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્વિંકલે અક્ષય કુમારને ઘણી વાર સમજાવ્યું હતું કે તું પ્રિયંકા ચોપડાથી દૂર રહેજે. જો કે અક્ષય પર આ વાતની કોઈ અસર થઈ નહીં. ત્યારબાદ ટ્વિંકલ એક દિવસ પ્રિયંકાને થપ્પડ મારવા અક્ષય કુમારની ફિલ્મના સેટ પર પહોંચી ગઈ.

અમિતાભ બચ્ચન અને રેખા.બોલીવુડની ફેમસ જોડી અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી વિશે સૌ કોઈ જાણે છે. પરંતુ અમિતાભે જયાની ચિંતાને ધ્યાનમાં રાખીને રેખા સાથે ક્યારેય કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ બંને છેલ્લી વખત ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’માં સાથે જોવા મળ્યા હતા.રેખા અને અમિતાભ બચ્ચને એક સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી. પરંતુ કોઈ ફિલ્મના પ્રીમિયર દરમિયાન કંઈક એવું બન્યું કે અમિતાભ બચ્ચને રેખા સાથે કામ ન કરવાની કસમ ખાઈ લીધી હતી.

અહીંથી જ બંનેના સંબંધ તૂટી ગયા હતા.તે 70 ના દાયકાની વાત હતી જ્યારે રેખા અને અમિતાભની જોડી એક પછી એક પછી એક હિટ ફિલ્મો આપી રહી હતી. સુહાગ, ગંગા કી સૌગંધ, શ્રી નટવરલાલ, નમક હરામ એવી કેટલીક ફિલ્મો હતી. તે જ સમયે, અમિતાભ બચ્ચન અને રેખાની ફિલ્મ મુકદ્દર કા સિકંદર હતી. આ ફિલ્મ પણ મોટી હિટ સાબિત થઈ. પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી એક ઘટના બની જે પછી અમિતાભે રેખા સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો.

સલમાન ખાન અને દીપિકા પાદુકોણ.રિપોર્ટ પ્રમાણે ઘણા બધા જાણીતા બોલિવૂડ ડિરેક્ટર્સે સલમાન ખાન અને દીપિકા પાદુકોણની આ ફ્રેશ જોડીને લઈને ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ દરેક વખતે દીપિકાએ જુદા જુદા કારણો આપીને સલમાન સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. આ જોડીને સાથે જોવા માટે દર્શકો પણ રાહ જોઈ રહ્યા છે.દીપિકા પદુકોણ હિંદી મનોરંજન ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી છે.

જ્યારે સલમાન ખાનની ગણતરી પણ ટોચના અભિનેતાઓમાં થાય છે. આ બન્ને કલાકારોએ હજી સુધી સાથે કામ કર્યું નથી. તેમના ચાહકોને તેમની સાથેની ફિલ્મનો ઇતંજાર છે, પરંતુ વાત બની નથી રહી. હવે તો એક વાત એવી પણ ચાલી રહી છે કે, આ જોડી રૂપેરી પડદે સાથે જોવા મળશે નહીં. સલમાન માટે એમ કહેવાય છે કે, તેને જે હિરોઇન મહત્વ આપે, તેના જોક્સ પર હસે કે પછી તેને પેમ્પર કરે તેની સાથે જ તે કામ કરવા રાજી હોય છે.

જે દીપિકા એમાંની નથી. અન્ય એક વાત એવી પણ છે કે, થોડા દિવસો પહેલા ડિપ્રેશનના મુદ્દા પર સલમાન અને દીપિકા વચ્ચે મતભેદ થવાથી મનદુઃખ થયું છે. જેના કારણે સલમાન દીપિકા સાથે કામ કરવા રાજી ન પણ થાય. થોડા દિવસો પહેલા એક સામાયિક સાથે વાત કરતી વખતે દીપિકાએ કહ્યું હતું કે, ડિપ્રેશન સાથેની તેની લડાઇએ એક જ શબ્દમાં કહીએ તો તે છે ‘સંઘર્ષ’ તેણે એમ પણ કહ્યું હતું કે, ડિપ્રેશન સાથે દરેક પળે લડવું પડયું છે, અને ત્યારે તે બહુ જ થાકી જતી હતી.

અજય દેવગન અને કંગના રનૌત.કંગના રનૌત જ્યાં તેની બહાદુરી માટે જાણીતી છે. તેવી રીતે અજય દેવગન પણ બોલિવૂડના નામચીન કલાકારો માનો એક છે. કંગના અને અજયે લગભગ 4 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને આ દરમિયાન તેમની મિત્રતાના સમાચાર આવવા લાગ્યા હતા. એવા સમયે અજય દેવગનની પત્ની એટલેકે કાજલે અજયને કંગના સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી કંગના રનૌતની સાથે પણ અજય દેવગનનું નામ જોડાયું હતું.

એક સમય હતો જ્યારે બંનેના અફેરનાં સમાચાર ખુબ જ ચર્ચામાં હતા. ફિલ્મ “વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ” માં અજય કંગના સાથે રોમેન્ટિક થવાનું હતું, પરંતુ ફિલ્મી દુનિયાની સાથે સાથે આ બંને અસલ જીવનમાં પણ આ કારનામુ કરી બેઠા. આ ફિલ્મ બાદ અજય અને કંગના “રાસકલ્સ” અને “તેજ” માં નજર આવ્યા. ફિલ્મ “રાસકલ્સ” દરમિયાન તો બંને પોતાના સંબંધોને લઈને ખૂબ જ ચર્ચામાં હતા. પરંતુ આ સંબંધ પણ અજયનાં પરણિત હોવાને કારણે વધારે દિવસો સુધી ટકી શક્યો નહિ.

રિતિક રોશન અને કરીના કપૂર ખાન.ખૂબ ઓછા લોકો જાણે છે કે કરીના કપૂર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’માં રિતિક સાથે આવવાની હતી. પરંતુ ભણવાના કારણે તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જોકે 3-4 ફિલ્મો એક સાથે કર્યા પછીથી કરીના અને રિતિક ક્યારેય પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.એકવાર જ્યારે કરિના કપૂરને પોતાના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય પણ કોઈ પરણિત પુરુષ સાથે પ્રેમ કરશે નહીં. પરંતુ કરિનાએ ઋત્વિક રોશનને ડેટ કરેલ હતું, જેઓ પહેલાથી જ એક પરણીત પુરુષ હતા.

કહેવામાં આવે છે કે વર્ષ ૨૦૦૪માં આવેલ ફિલ્મ “મેં પ્રેમ કી દિવાની હું” દરમિયાન કરીના કપૂર અને રિતિક રોશનની વચ્ચે અફેર શરૂ થયું હતું.જોકે ઋત્વિક રોશન પહેલાથી જ પરિણીત હતા, એટલા માટે તેઓ અફેર માંથી પાછળ હટી ગયા. ત્યાર બાદ કરીના કપૂરે શાહિદ કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમનો આ સંબંધ પણ લાંબો સમય માટે ચાલી શક્યો ન હતો. શાહિદ સાથેના પ્રેમસંબંધો થી અલગ થયા બાદ કરીના કપૂરનું હૃદય છુટાછેડા લીધેલ સૈફ અલી ખાન પર આવી ગયું હતું.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *