Breaking News

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે જુહુમાં બચ્ચનની બાજુમાં લીધી 39 કરોડની પ્રોપર્ટી જાણો કોણ છે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી જ્હાન્વી કપૂરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે એક્ટ્રેસે મુંબઇના હાઇફાઇ ગણાતા વિસ્તાર જુહુ વિલે પાર્લેમાં મોંઘો ફ્લેટ ખરીદ્યો છે. કહેવાઇ રહ્યુ છે જુહુની એક સ્કીમમાં જ્હાન્વી કપૂરે 39 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે, અને આ એકદમ લક્ઝૂરિયસ પ્રોપર્ટીમાંની એક છે.

રિપોર્ટનું માનીએ તો એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે મુંબઇના જૂહુ વિસ્તારમાં 10 ડિસેમ્બર 2020ના દિવસે આ પ્રૉપર્ટી ખરીદી છે, અને સ્કીમમાં 14માં, 15માં અને 16માં ફ્લૉર પર અવેલેબલ છે, જે અંદાજે 4,144 સ્ક્વેર ફીટ વિસ્તારમાં છે. ખાસ વાત છે કે આ પ્રૉપર્ટી બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અજય દેવગન, એકતા કપૂર સહિતના મોટા સ્ટાર્સના પાડોશમાં છે.

જ્હાન્વી કપૂરની વાત કરીએ તો 23 વર્ષીય એક્ટ્રેસે બૉલીવુડમાં હજુ ચાર ફિલ્મો જ કરી છે, જ્હાન્વીએ 2018માં ધડકથી ડેબ્યૂ કર્યુ હતુ, આ પછી તેને ઘોસ્ટ સીરીઝ, અંગ્રેજી મીડિયમ અને ગુંજન સક્સેના જેવી ફિલ્મો કરી છે. જ્હાન્વી કપૂર દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી છે.

બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ ‘ધડક’થી કરી હતી. તે હવે ગુંજન સક્સેનાની બાયોપિકમાં ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેના ચાહકો આ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાહ્નવી કપૂર ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જયારે ‘દોસ્તાના 2’માં તે કાર્તિક આર્યન અને ન્યૂકમર લક્ષ્ય જેવા કલાકારો સાથે જોવા મળશે.

આ ઉપરાંત કરણ જોહરની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર, આલિયા ભટ્ટ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.જાહ્નવી ફિલ્મો ઉપરાંત પોતાના લુક્સ, આઉટફિટ્સના કારણે પણ ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે. થોડા સમય પહેલા જ જાહ્નવી રંગના ટાઈટ પેન્સિલ ડ્રેસમાં જોવા મળી હતી, જેની તુલના કિમ કાદર્શિયનના લુક સાથે કરવામાં આવી રહી છે. તમે તસ્વીરો જોઈ શકો છે…

ફિલ્મો ઉપરાંત જાહ્નવી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને પોતાની કેટલીક બોલ્ડ તસ્વીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.તેની આ તસ્વીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી છે. તેના ચાહકોએ કોમેન્ટની લાઈન લગાવી નાખી છે. અમુક લોકો તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો અમુક લોકો તેને સુંદર દેખાય છે એવી કોમેન્ટ કરી રહ્યા છે.

જાહ્નવી ત્યારે ચર્ચામાં આવી જયારે એક ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તે સિંગલ છે? ત્યારે તેને વગર કોઈ સંકોચે જવાબ આપ્યો હતો કે ‘હા હું સિંગલ છું.’ જણાવી દઈએ કે જાહ્નવીનું નામ ઈશાન ખટ્ટર સાથ જોડવામાં આવ્યું હતું, જેની સાથે જાહ્નવીએ પોતાની પહેલી ફિલ્મ ધડક કરી હતી. ત્યારે જાહ્નવી જણાવ્યું કે તે અને ઈશાન સારા મિત્રો છે કેમ કે તે બંને એકબીજા સાથે વધારે ઝઘડે છે.

શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર ફરીથી એક વખત ચર્ચામાં આવી છે. જ્હાન્વીની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ જૂન મહિનામાં રીલિઝ થવાની છે પરંતુ આ વખતે તે પોતાના કોઈ આગામી પ્રોજેક્ટને લઈને નહીં પરંતુ તેના આઉટફીટને લઈને લાઈમ લાઈટમાં છે. હાલમાં જ જ્હાન્વી તેના પિતા બોની કપૂર સાથે પોતાના સોતેલા ભાઈ અર્જુન કપૂરના ઘરની બહાર જોવા મળી હતી.

આ દરમિયાન જ્હાન્વીએ પીંક ટી-શર્ટ અને બ્લેક કલરના શૂઝમાં જોવા મળી હતી. પરંતુ તેના આ સંપુર્ણ ડ્રેસની કિંમત જાણીને તમે ચોંકી જશો. જ્હાન્વી કપૂર લગભગ 1.50 લાખ રૂપિયાના ડ્રેસમાં જોવા મળી હતી. જ્હાન્વીની પીંક ટી-શર્ટ અને બ્લેક શૂઝ Gucci બ્રાન્ડના છે. તેણે પહેરેલા ટી-શર્ટની કિંમત 63.597 રૂપિયા છે. જ્યારે તેના શૂઝની કિંમત 79664 રૂપિયા છે. શ્રીદેવીના મૃત્યુ પછી બોની કપૂર અને તેની પુત્રીઓ બોની કપૂરની પહેલી પત્નીના બાળકો અર્જુન અને અંશુલા કપૂરની નજીક આવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે અર્જુન અંશુલા અને તેની બે સોતેલી બહેનો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો છે. તેઓ ફરવા માટે લંડન જઈ રહ્યા છે.આ પોસ્ટરને જ્હાન્વીએ તેના અકાઉન્ટ પર શેર કરી હતી. ધીમે ધીમે બંને વચ્ચેની દૂરી ખતમ થઈ રહી છે. જ્હાન્વી કપૂર ‘ધડક’ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

ફિલ્મ ધડકથી બોલીવુડ ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજે એટલે કે 6 માર્ચે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. આજે એક્ટ્રેસે 23 વર્ષ પૂરા કર્યા. જ્હાન્વીનો આ ત્રીજો બર્થ ડે હશે જે તે પોતાની મા શ્રીદેવી વિના સેલિબ્રેટ કરશે. બર્થ ડે પર ફેન્સ અને ફ્રેન્ડસ તરફથી જ્હાન્વીને ઢગલાબંધ શુભેચ્છાઓ મળી છે. આજે અમે તેના બર્થ જે પર તમને જણાવીએ તેની લાઇફ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

વર્ષ 2018માં એક્ટ્રેસે ફિલ્મ ધડકથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં એક્ટ્રેસના કિરદારને ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ. જો કે જ્હાન્વીના બર્થ ડેના થોડા દિવસ પહેલા જ તેની મા શ્રીદેવીનું નિધન થઇ ગયું. તે દરમિયાન ફિલ્મ ધડકનું શુટિંગ ચાલી રહ્યું હતુ, તેની મા પોતાની દિકરીની ડેબ્યૂ ફિલ્મ ન જોઇ શકી.

જણાવી દઇએ કે દિવંગત શ્રીદેવી ક્યારેય ઇચ્છતા ન હતાં કે તેમની દિકરી એક એક્ટ્રેસ બને. પરંતુ કિસ્મત ને કંઇક બીજુ જ મંજૂર હતું. શ્રીદેવી જ્હાન્વીને ડોક્ટર બનાવવા માગતા હતાં.શું તમે જાણો છો કે સારા અલી ખાન અને જ્હાન્વી બંને મિત્રો હોવાની સાથે હંમેશા કોમ્પિટીશનમાં પણ રહે છે.ધડક ફિલ્મમાં જ્હાન્વી પહેલાં સારાને સિલેક્ટ કરવામાં આવી હતી. પરંતુ જ્હાન્વીએ વધુ સારુ ઑડિશન આપીને ધડક પોતાના નામે કરી લીધી.જો એક્ટ્રેસના લવ અફેરની વાત કરીએ તો શ્રીદેવીની લાડલીના 3 બોયફ્રેન્ડ્સ રહી ચુક્યા છે.

અક્ષત રંજન.અક્ષત એક મોટા બિઝનેસમેનનો દિકરો છે. તે ઇન્ટરપ્રેન્યોર અને ઇવેન્ટ મેનેજર પણ છે. જ્હાન્વીએ સૌપ્રથમ અક્ષયને ડેટ કર્યો. આ અંગે જ્હાન્વી એ જણાવ્યું કે તેઓ ફક્ત સારા મિત્રો છે. તેમની વચ્ચે એવું કંઇ નથી. પરંતુ જ્હાન્વી અને અક્ષતના કિસિંગ ફોટો સામે આવ્યાં બાદ હકીકત સામે આવી ગઇ હતી.શિખર પહાડિયા.અક્ષત ઉપરાંત જ્હાન્વી નું નામ તેના ખાસ મિત્ર શિખર પહાડિયા સાથે પણ જોડાઇ ચુક્યુ છે. સોશિયલ મીડિયા પર જ્હાન્વી શિખર સાથે પોતાના રિલેશનને લઇને પણ ચર્ચામાં રહી છે.

ઇશાન ખટ્ટર.ફિલ્મ ધડકમાં જ્હાન્વી ના કો-સ્ટાર ઇશાન ખટ્ટર સાથે પણ તેનુ નામ જોડાઇ ચુક્યુ છે. બંને ઘણીવાર સાથે સ્પોટ થાય છે. બંને એકબીજાને એટલી કેર પણ કરે છે. શ્રીદેવીના નિધન સમયે પણ ઇશાન તેની સાથે જ હતો. પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઇ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર બંને પોતપોતાનું કરિયર પહેલા સેટ કરવા માગે છે. આજકાલ જ્હાન્વી ઘોસ્ટ સીરીઝ, રૂહી અફ્ઝા, દોસ્તાના 2, ગુંજન સક્સેનાની બાયોપિક ગુંજન સક્સેનામાં મહત્વના કિરદારમાં નજરે આવશે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *