એરંડાના ભાવ પહોંચ્યા એ ઐતિહાસિક સપાટી, માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ માં થયો મોટો જંગી ઉછાળો,જાણો પાકનો ભાવ

0
216

આ વર્ષે સીઝનમાં દરેક પાક ના ભાવ ઊંચા બોલી રહ્યા છે તેનું એકમાત્ર કારણ એ છે કે વાતાવરણ ની અનિયમીતતા અને તોફાની પવનના કારણે ખેડુતોને ખેતરો માં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું જેના પગલે દરેક પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. ઉત્પાદન ઓછું અને માંગ વધારે હોવાથી પાકના સારા ભાવ મળી રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો દરેક જિલ્લાઓમાં ગયા વર્ષ કરતાં ઓછા પાકનું ઉત્પાદન થયું છે. તેમજ માર્કેટયાર્ડમાં દરેક પાક ની માંગ ખુબ જ ઉંચી દેખાઈ રહી છે જેના પગલે દરેક પાક ના ભાવ ખૂબ જ વધી રહ્યા છે. રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની વાત કરવામાં આવે તો આ બજારમાં એરંડાના ભાવ ખૂબ જ બોલાઈ રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસથી એરંડાના ભાવ માં વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે જીરાના ભાવ સ્થિર થઈ ગયા છે. ખેડૂતોને પોસાય તેવા ભાવ મળી રહ્યા છે એટલા માટે તેઓ વેચાણ કરવા માટે રાધનપુરના માર્કેટયાર્ડ ને પસંદ કરી રહ્યા છે. હાલમાં એરંડાના ભાવ 1250 થી 1280 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે જીરાના ભાવ 3000 રૂપિયા થી લઈને 3500 રૂપિયા સુધી પહોંચી ગયા છો.

એરંડા ની સાથે આ વર્ષે ઘઉં અને કપાસ ઉપરાંત અન્ય પાકોની મોટા પ્રમાણમાં માંગ છે. એટલે દિવસેને દિવસે ઘઉંના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જેથી ખેડૂતો પોતાના ઘઉંના પાકની વેચાણ કરવા માટે માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં અલગ પ્રકારની ખુશીઓ જોવા મળી રહી છે.

રાજ્યની સાવરકુંડલા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં ઘઉં ના ભાવ 2743 રૂપિયાથી લઈને 3380 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2700 રૂપિયા અને મહત્તમ ભાવ 3205 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.