ગુજરાતી સોનુ સુદ ગણાતા ખજૂર ભાઈએ ધુળેટીનો પર્વ વૃદ્ધ માતા-પિતા સાથે મનાવ્યો અનોખી રીતે,વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

0
142

ગરીબ પરિવારની મદદે પહોંચનાર ગુજરાત નો સાચો હીરો નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ નું નામ પુરા સન્માન થી દરેક ગુજરાતીઓના મોઢા પર આવી ગયેલું છે. નીતિન જાની અત્યાર સુધી ઘણા લોકોની આર્થિક મદદ કરીને માનવતાનું સાચું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પહેલા નીતિન જાની એ 161 જેટલા વાવાઝોડામાં પડી ગયેલા નવા ઘર બનાવ્યા હતા અને હાલમાં ફરી એવા લોકો જેમની આગળ પાછળ કોઈ નથી એવા 20 જેટલા વૃદ્ધો ને નવા ઘર બનાવી આપી ને સાચી સેવાનું કામ કરી રહ્યા છે.બહુ ઓછા લોકો હશે જે તેમના જીવનની અંગત વાતો વિષે જાણતા હશે. આજે અમે તમને ખજુરભાઈના જીવનની એવી વાતો જણાવવાના છીએ જે તમે ક્યારેય કોઇના મોઢે સાંભળી પણ નહિ હોય.

નીતિન જાની નું મૂળ વતન ભાવનગર જીલ્લો છે પણ તેમનો જન્મ સુરત જિલ્લામાં થયો છે. આપને જણાવી દઇએ કે તેમને પોતાનો અભ્યાસ પૂરો કરીને એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં નોકરી કરી હતી. તેમને બાળપણથી જ ફિલ્મલાઈનમાં રસ હતો અને પોતાની નોકરી છોડી અને સોશિયલ મીડિયામાં પોતાની ચેનલ બનાવી અને લોકોને હસાવવા કોમેડી વીડિયો બનાવવાનું શરુ કર્યું.

ખજુરભાઈ ધુળેટી ના તહેવારના દિવસે અમદાવાદના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા-પિતાની સાથે ધુળેટીનો તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી હતી. ખજૂરભાઈ અમદાવાદમાં આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરી અને વૃદ્ધ માતા-પિતા ના મોઢા પર સ્મિત લાવી દીધું હતું.

ખજૂર ભાઈ આ માતા-પિતા સાથે ગરબા પણ રમ્યા અને ખજૂર ભાઈ આ તહેવારની ઉજવણી કરીને તે દિવસને ખૂબ જ યાદગાર બનાવ્યો હતો. ખજૂરભાઈ જણાવ્યું કે દેશમાં ઘણા બધા તહેવાર આવે છે તેથી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકો સાથે પણ તહેવારની ઉજવણી કરવી જોઈએ તેથી લોકો પણ તેમના જીવનમાં ખુશીનો માહોલ અનુભવે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.