છેલ્લો દિવસમાં નિક નું પાત્ર ભજવનાર આ અભિનેતાની લાઈફસ્ટાઈલ છે ખુબજ આલીશાન, તસવીરો જોઈ આંખો અંજાઈ જશે……

છેલ્લો દિવસમાં નિક નું પાત્ર ભજવનાર આ અભિનેતાની લાઈફસ્ટાઈલ છે ખુબજ આલીશાન, તસવીરો જોઈ આંખો અંજાઈ જશે……

હાલ બૉલીવુડ કરતા ગુજરાતી ફિલ્મો વધારે ચાલી રહી છે.જેમાં હાલમાં જે નવી ગુજરાતી ફિલ્મો આવી છે તેને દર્શકોના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે અત્યારે નવી ગુજરાતી ફિલ્મો તેના.ગીતો ભાગ્યે જ.કોઈ હશે જે નહિ જોતું હોઈ કે સાંભળતું હોઈ એમાં જ્યારે ગુજરાતી કલાકારોની વાત આવે તો.પહેલું નામ મલ્હાર ઠક્કર ,યશ સોની,આ બધાનું આવે છે.જેમને છેલ્લો દિવસ,શું થયું? જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જેમને દર્શકોએ ઘણી પસંદ કરી છે.આજે અમે તમને એમાંથી જ એક કલાકાર વિશે જણાવવા જઇ રહી છીએ.યશ સોની , ભારતીય અભિનેતા જેને નાટકો અને ફિલ્મ ઉદ્યોગ માં પોતાનું નામ મેળવ્યું છે . તેનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૯૬ માં થયો હતો. યશ એ ૬ વર્ષ ની આયુ થી જ પોતાના અભિનય ની શરૂઆત કરી હતી.તેમને કરેલી મુવીઓ:તેમને વર્ષ 2015માં ગુજરાતી મુવી છેલ્લો દિવસ કરી હતી જેમાં તેમને નિખિલની ભૂમિકા ભજવીહતી.

અને વર્ષ 2016માંડેસ ઓફ ટફરી કરી હતી જે હિન્દી મુવી હતી જેમાં પણ તેઓ નિખિલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.ત્યારબાદ તેમને વર્ષ 2018માં ગુજરાતી ફિલ્મ શુ થયુ?માં કામ કર્યું જેમાં તેમની ભૂમિકા નિલની હતી. અને છેલ્લે તેમની હિટ ફિલ્મ જે દર્શકોને ઘણી.પસંદ આવી તે વર્ષ 2019માં ગુજરાતી ફિલ્મ.ચાલ જીવી લઈએ કરી જેમાં તેમણેઆદિત્ય પરીખની ભૂમિકા ભજવી હતી.તેણે ૨૦૧૫ માં ગુજરાતી સિનેમામાં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘છેલ્લો દિવસ ‘ થી પોતાના અભિનય ની ફિલ્મ ઉદ્યોગ માં શરૂઆત કરી હતી.

જે ફિલ્મ ને હિટ જાહેર કરવામાં આવી હતી અને યશ ની ખુબ જ પ્રશંશા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કેટલીક વ્યાપારિક અને પ્રાયોગિક થિએટર પ્રોડ્યૂકશન માં અભિનય કર્યું.તેમને વર્ષ 2019માં નાટક કરેલું જેનું શીર્ષક હતું ત્રણ આડી લીટી જેમાં એમને હેમાંગની ભૂમિકા ભજવી હતી.૨૦૧૬ માં યશ એ યાજ્ઞિક દ્વારા જ દિગ્દર્શિત અને છેલ્લો દિવસ ની રીમેક ‘ડેઝ ઓફ ટફરી ‘ સાથે બોલિવૂડ માં એટલે કે હિન્દી સિનેમામાં પગ મુક્યો. તેને ફરીથી દિગ્દર્શક યાજ્ઞિક સાથે એક વ્યવસાયિક રીતે સફળ ફિલ્મ ‘ શું થયું?’ માં પોતાનો સહયોગ આપ્યો. જે ફિલ્મ ૨૦૧૮ માં સિનેમા જગત માં પ્રસ્તુત થયી હતી.

તેની સૌથી સફળ ફિલ્મ તો ૨૦૧૯ માં આવી હતી જેમાં તેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી . એ ફિલ્મ નું નામ હતું ‘ચાલ જીવી લઈએ’. જે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની હતી. ચાલ જીવી લઈએ એક એવી ઐતિહાસિક ફિલ્મ હતી જેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમજ દર્શકો એ પણ આ ફિલ્મ ને ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો અને સરાહના કરી.

તે સ્વભાવ માં ખુબ જ મોજીલો માનસ છે. તે તેના સહયોગી સાથે ખુબ જ સારી રીતે વર્તે છે. તે એક સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે. ભવિષ્ય માં તે એક ખુબ જ સફળ અભિનેતા બનશે.રાંદેરિયા એક વર્સેટાઈલ ઍક્ટર છે. આજકાલના ગુજરાતી નાટકોના શોખીનો ભલે એમને ગુજ્જુભાઈના ચોકઠામાં બાંધી રાખવા માગતા હોય પણ સિદ્ધાર્થ રાંદેરિયાની રેન્જ‘એક લાલની રાણી’ અને ‘ગુરુબ્રહ્મા’ જેવાં એઈટીઝનાં સુપરહિટ નાટકોથી લઈને ગુજ્જુભાઈ સુધીની છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ચાલ, જીવી લઈએ’માં આ આખી રેન્જ તમને જોવા મળે છે.

ફિલ્મમાં યશ સોની આદિત્ય પરીખનો રોલ ભજવે છે અને સિદ્ધાર્થ રાંદેરિયા એના પિતા છે બિપીનચંદ્ર પરીખ ઉર્ફે ‘બીપ’. દીકરો રાઈટલી ઍમ્બિશ્યસ છે પણ રૉન્ગલી એ જીવવાનું ભૂલી ગયો છે— વર્કોહોલિક થઈ ગયો છે. રસિક પિતા આ અરસિક પુત્રની શુષ્ક જિંદગીને તડકભડક બનાવવા માગે છે, મા વગર ઉછરેલા આ દીકરાની જિંદગીમાં ખૂટી રહેલો મેઘધનુષનો સાતમો રંગ ઉમેરવા માગે છે.

વાર્તા સીધીસાદી છે અને આ જ એની ખૂબી છે. દિગ્દર્શક વિપુલ મહેતાએ આ ફિલ્મની વાર્તા લખી છે (અને અહો આશ્ચર્યમ્ ખૂબ સુંદર કોરિયોગ્રાફી પણ કરી છે) યશ ચોપરા, સલીમ જાવેદ અને સરોજ ખાનનો ત્રિવેણી સંગમ ધરાવતા વિપુલ મહેતાએ વાર્તાને ખૂબ સ્મૂધલી આગળ વધારી છે અને છેલ્લે છેલ્લે થડકી જઈએ એવા વળાંક પણ આપ્યા છે.

સચિન-જિગરના મ્યુઝિકમાં નીરેન ભટ્ટે યાદગાર ગીતો લખ્યાં છે. કોકોનટ મોશન પિક્ચર્સ અને નિર્માતા રશ્મિન મજિઠિયા નાણાંની કોથળી ખુલ્લી રાખીને ઉત્તરાખંડની વર્જિન કુદરતી બ્યુટિને ગુજરાતી ફિલ્મમાં લઈ આવ્યા છે. ઋષિકેશ, ચોપટા અને કેદારનાથનાં લોકેશન્સ જાણે ફિલ્મ માટે જ બન્યા હોય એવી સહજતાથી વાર્તામાં વણાઈ ગયાં છે. અને એટલી જ સહજતાથી ટૅલન્ટેડ અભિનેત્રી આરોહીએ કેતકી મહેતા ઉર્ફે ‘કેમ’નું પાત્ર ભજવ્યું છે.

ગુજરાતી ફિલ્મો છેલ્લા દાયકામાં સ્ટોરીની બાબતે, ડિરેક્શન અને પ્રોડક્શનની બાબતે અને અભિનયની બાબતે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે એનો ગ્રાફ આપણી પાસે છે. હવે બસ જરૂર છે આ ફિલ્મોને ગુજરાતી પ્રેક્ષકોની. ગુજરાતી ફિલ્મોને તમારે પેટ્રોનાઈઝિંગ ઍટિટ્યુડથી જોવાની જરૂર નથી. તમારા જીવનમાં શું ખૂટે છે, એ મેળવવા માટે ‘ચાલ, જીવી લઈએ’ જોવા જવાની જરૂર છે.ખૂબ સારી સારી હિન્દી ફિલ્મો તમે જોઈ છે. પણ એ ફિલ્મોમાંથી તમને જે નથી મળતું, ક્યારેય નથી મળવાનું તે તમને ‘ચાલ, જીવી લઈએ’માં મળે છે.

સૉર્ટ ઑફ એક મહિનાના ઈટલીના પ્રવાસ દરમ્યાન રોમ, મિલાન, નેપલ્સ, ફ્લોરેન્સ અને વેનિસમાં ફરી ફરીને રોજેરોજ પિત્ઝા, પાસ્તા અને વાઈન ખાઈપીને ધરાઈ ગયા હો ત્યારે ત્યાં રહેતો કોઈ ગુજરાતી તમને જમવામાં માના હાથની દાળઢોકળી સાથે તલનું તેલ, ડબલ મરીના પાપડ અને છાશ પીરસે ત્યારે જે તૃપ્તિ થાય એવો ઓડકાર તમને ‘ચાલ, જીવી લઈએ’ જોઈને આવવાનો છે.

આ ‘આપડી’ પર્સનલ ગૅરન્ટી છે. મૂવી જોઈને જો મઝા ન આવી તો પૉપકોર્ન-સમોસા અને કોલ્ડ ડ્રિન્કના ખર્ચા ઉમેરીને ટિકિટના પૈસા મારી પાસેથી પાછા લઈ જજો. મારે હિસાબે ફાઈવમાંથી ફોર સ્ટાર્સ મળે આ ફિલ્મને. ફિલ્મની પાછલી વીસ મિનિટ જો એડિટ કરીને ત્રણ મિનિટની બનાવી દીધી હોત તો પાંચમાંથી પૂરા પાંચ સ્ટાર્સ મળે એવી મજબૂત એની કથા છે, એવું કડક દિગ્દર્શન છે, એવી તેજસ્વી અભિનય કળા છે અને એવું હર્યુંભર્યું પ્રોડક્શન છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *