Breaking News

છેલ્લો દિવસની આ અભિનેત્રી હાલમાં જીવે છે આવું આલીશાન જીવન,તસવીરો જોઈ ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ની વાત કરી રહી છું જેણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે યુવાનોને જોડ્યા, લોકોને ફરીથી ગુજરાતી સિનેમા તરફ વાળ્યા, 2015માં રીલિઝ થયેલી આ ફિલ્મના એક એક ડાયલોગ એક એક કલાકાર આજે ગુજરાત માં જ નહિ દેશ વિદેશમાં ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીને યાદ છે.એમના ડાયલોગ આજે પણ કોલેજોમાં ચર્ચાનો વિષય બને છે.

આ ફિલ્મ ગુજરાતી સિનેમા માટે ‘પાથ બ્રેકીંગ’ ફિલ્મ કહી શકાય કે એ પછી ગુજરાતી સિનેમાએ એક નવો રસ્તો શરૂ કર્યો, આજે આ ફિલ્મની જ નહીં બીજી ઘણી બધી વાતો કરવાની છે, ફિલ્મની ‘નિશા’ સાથે.ફિલ્મની હિરોઈન અને આજે ઘર ઘરમાં લોકપ્રિય બની ગયેલી યુથ આઇકન કિંજલ રાજપ્રિયા સાથે,કૉમે એમના જીવન વિષે એમની આવનારી ફિલ્મો અને પ્રોજેક્ટ વિષે મન મૂકી ને વાત કરી. આજે તમે દરેક ગુજરાતીના ઘર ઘરમાં જાણીતા છો, પણ લોકો તમારી પાસે અને અમે જાણવા માંગીએ છે કે તમારી શરૂઆત કઈ રીતે થઇ ? કઈ રીતે તમે ફિલ્મોમાં આવ્યા?

કિંજલ નાનપણથી ફિલ્મો જોવાનો શોખ હતો, હું નાની હતી ત્યારથી જ સ્કૂલના નાટકોમાં ભાગ લેતી,એની પાછળનું એક ખાસ કારણ પણ છે કે મારા ઘરમાં હંમેશા કલા ને પ્રાધાન્ય અપાતું, મારા ઘરનું વાતાવરણ જ એવું હતું, તમને મહત્વની વાત કહુંતો મારા દાદા શ્રીરામ કુમાર રાજપ્રિયને ‘ગૌરવ’પુરસ્કાર મળેલો છે.

એ સિનેમેટોગ્રાફર અને આર્ટ ડિરેક્ટર હતા, આ ઉપરાંત ઘરના અન્ય સભ્યો ને પણ સંગીત અને કલા પ્રત્યે ખુબ પ્રેમ છે, હવે તમે વિચારો કે ઘરમાં આવું વાતાવરણ હોય તો પછી તમે કઈ રીતે સંગીત, કલા,થિયેટર, એક્ટિંગથી દૂર રહી શકો?

સંગીત અને કલાના વાતાવરણમાં ઉછરીને મોટી થઇ એટલે કોલેજમાં ડાન્સ અને થિયેટર સાથે જોડાઈ,મેં H.K. આર્ટ્સ કોલેજ અમદાવાદથી ગ્રેજ્યુએશન કર્યું છે, H.K. વિષે તમને તો ખ્યાલ હશે જ કે ત્યાં નાટક અને કલા સાથે સંકળાયેલી પ્રવૃતિઓ સતત થયા કરે જેણે મારા નાટકના પ્રેમને એક્ટિંગના પ્રેમને વધારવામાં ખુબ મદદ કરી,હા મેં ગ્રેજ્યુએશન બાયોટેક્નોલોજી સાથે કર્યું છે.

પણ મારો પહેલો પ્રેમ એક્ટિંગ અને સ્ટેજ જ હતા,તમને એક ખાસ વાત કહું કે ઘણા બધા ને એવું લાગે છે કે ‘છેલ્લો દિવસ’ મારી પહેલી ફિલ્મ હતી પણ એ પહેલા મેં ‘રફબુક’ નામની ફિલ્મમાં કામ કર્યું છે, એ પછી મને જાણવા મળ્યું કે ‘છેલ્લો દિવસ’ ફિલ્મ માટે ઓડિશન ચાલી રહ્યા છે એટલે મેં પણ ઓડિશન આપ્યુંને મારી પસંદગી થઇ, બસ આ રીતે મારી ફિલ્મી સફરની શરૂઆત થઇ ગઈ.

કિંજલે ખરેખર રસપ્રદ માહિતી આપી,એટલે સહજભાવે અમે કિંજલને પ્રશ્ન કર્યો કે તમે પહેલેથી જ એક્ટિંગ અને નાટક સાથે જોડાયેલા હતા તો ફિલ્મોની પસંદગી કરતી વખતે શું જુઓ છો ફિલ્મની સ્ટોરીમાં ? સિલેક્શન કરતી વખતે કઈ વાતને પ્રાધાન્ય આપો છો.

કિંજલે જણાવ્યું મારા માટે ફિલ્મોએ ખાલી ગ્લેમર પૂરતી મર્યાદિત નથી, હું કોઈ પણ રોલ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખું છું કે ફિલ્મમાં સ્ટોરીને પ્રાધાન્ય આપતા અને કેરેક્ટરને પ્રાધાન્ય આપતા રોલ હોય,ઉપરાંત એવી ફિલ્મો પહેલા પસંદ કરું છું જેમાં કેરેક્ટર કાંઈ નવું હોય, એવો રોલ હોય જે પહેલાની ફિલ્મોમાં ભજવાયો ન હોય.

કિંજલના જવાબ સાથે જ જોડાયેલો અમે બીજો પ્રશ્ન પૂછ્યો કે કિંજલ શું તમને એવું નથી લાગતું કે બૉલીવુડમાં જેમ ઘણી બધી મહિલા કેન્દ્રિત ફિલ્મો બને છે એવી ગુજરાતીમાં નથી બનતી ? કે બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતી ફિલ્મોમાં મહિલા કેરેક્ટર પર એટલો ભાર નથી આપવામાં આવતો જેટલો બૉલીવુડની ફિલ્મોમાં અપાય છે?

કિંજલે જણાવ્યું સરસ પ્રશ્ન પૂછ્યો, મારે ખાસ આ વિષય પર વાત કરવી છે કે મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ફિલ્મ કોઈ પણ હોય એમાં આવતા મહિલા કિરદાર જસ્ટિફાઇડ હોવા જોઈએ, ફિલ્મ ભલે હીરો સેન્ટ્રિક હોય પણ એમાં આવતા મહિલા કિરદારને પૂરતો ન્યાય મળવો જોઈએ.

કેરેક્ટરની લેન્થ નાની હોય તો ચલાશે પણ એ જસ્ટિફાઇડ હોવું જોઈએ. કિંજલે ખરેખર સરસ વાત કરી, એમની વાત પુરી થયા પછી એટલે અમે એમના દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવી ફિલ્મો વિષે પૂછ્યું કે કિંજલ તમારા આવનાર પ્રોજેક્ટ કયા છે ? નજીકના ભવિષ્યમાં તમને દર્શકો કઈ ફિલ્મોમાં જોઈ શકશે?

કિંજલે જણાવ્યું કે આવનાર વર્ષ મારા માટે ખુબ વ્યસ્ત છે,હું હાલમાં ‘કેમ છો’ ફિલ્મના નિર્માતા ‘આર્ટમેન ફિલ્મ્સ’ સાથે એક ફિલ્મ કરી રહી છું.આ ફિલ્મ ફેમેલીડ્રામા છે,જેમાં મારી સાથે હીરો તરીકે તુષાર સાધુ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ મારા માટે એક આગવું સ્થાન ધરાવે છે કેમકે આ ફિલ્મમાં મારું જે કેરેક્ટર છે એની સાથે આજની ઘણી બધી સ્ત્રીઓ પોતાને કનેક્ટ કરશે, મારું કેરેક્ટર આજના જમાનાની મહિલાનું છે.

જે એકદમ રિયાલિસ્ટિક છે, દરેક મહિલાને આ કેરેક્ટર જોયા પછી લાગશે કે આ મારી વાત કરી રહી છે.આ ઊપરાંત એક ફિલ્મ કરી રહી છું જેનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે,બીજી એક ફિલ્મ છે જેનુ શુટિંગ આવતા વર્ષની શરુઆતમા શરુ થશે.એક પ્લે પણ કરી રહી છું જેમાં મારી સાથે ઓજસ રાવલ જોવા મળશે.

કિંજલ ખુબ લોકપ્રિય છે,એ સોશ્યલ મીડિયા પર એક્ટિવ પણ છે એટલે અમે કિંજલને પૂછ્યું કે આજે ફિલ્મના હીરો-હિરોઈન માટે સોશ્યલ મીડિયાનું શું મહત્વ છે ? જેમ બૉલીવુડમાં ઘણી હિરોઈનને ટ્રોલનો સામનો કરવો પડે છે એવી જ રીતે કિંજલ કઈ રીતે ટ્રોલનો સામનો કરે છે ? કિંજલે તેના વિશે જણાવ્યું આજના સમયમાં સોશ્યલમીડિયાનું ખુબ મહત્વ અને પ્રભુત્વ છે.

એટલે તમે એને અવોઇડ નથી કરી શકતા, વળી જયારે સોશ્યલ મીડિયા પર તમે એક્ટિવ હોવ લોકો તમને ફોલો કરતા હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે, મહત્વની વાત છે કે સોશ્યલ મીડિયા તમને ઘણું શીખવાડે પણ છે, રહી વાત ટ્રોલની તો એ માટે હું એવું કહીશ કે જો તમે એક પોપ્યુલર વ્યક્તિ છો તો તમને વખાણની સાથે સાથે ક્રિટિસિઝમ પણ મળશે, આ એક સિક્કાની બે બાજુ જેવા છે.

તમને ક્યારેક પોઝિટિવ ક્રિટિસિઝમ મળે ક્યારેક નેગેટિવ પણ મળે,તમારે એ માટે તૈયાર રહેવું પડે. તમે એક જાણીતી વ્યક્તિ છો એટલે તમારે ક્રિટિસિઝમ માટે પણ તૈયાર રહેવું જોઈએ, નકારાત્મક અભિપ્રાયોથી તમારે હતાશ થવાની જરૂર નથી એને હળવાશથી લેવાની જરૂર છે.આ બધું કરવા માટે તમારી માનસિક સજ્જતા ખુબ જરૂરી છે, સમય સાથે જેમ બધું બદલાય છે એમ નકારત્મક અભિપ્રાય આપનારા લોકો પણ બદલાઈ જતા હોય છે ભૂલી જતા હોય છે. બસ ધૈર્ય અને હિંમતની જરૂર છે.

કિંજલને છેલ્લે પૂછવામાં આવ્યું કે કિંજલ તમે લૉકડાઉનમાં શું કર્યું ? તમારી ફિટનેશનું ધ્યાન કઈ રીતે રાખ્યું? કિંજલે કહ્યું લૉકડાઉને ખરેખર કહું તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજી એ કહ્યું એમ આફતને અવસરમાં બદલવાનો મોકો આપ્યો, મેં ઘરે રહીને ખુબ ખુબ એન્જોય કર્યું, ખબર નહીં આવો મોકો ફરી ક્યારે મળે, કેમકે સતત વ્યસ્તતાને કારણે મને ઘરે રહેવાનો મોકો ખુબ ઓછો મળે છે.

ફેમેલી સાથે રહેવાનું ઓછું મળે છે એટલે લૉકડાઉનમાં પરિવાર સાથે રહી સરસ સમય પસાર કર્યો, હા ફિટનેશનું ધ્યાન ચોક્કસ રાખ્યું વર્કઆઉટ ચાલુ રાખ્યું, સાત્વિક ડાયટ ફોલો કર્યું. લૉકડાઉનમાં મેં મારા શોખ પણ પુરા કર્યા, પેઇન્ટિંગ કર્યું, મને વાંચવાનું ખુબ ગમે છે એટલે હાલ પન્ના લાલ પટેલે લખેલી ‘માનવીની ભવાઈ’ વાંચી રહી છું.

About bhai bhai

Check Also

દિવાળી પર સ્ટાફને ગિફ્ટમાં કાર આપનાર સવજીભાઇ ધોળકિયાના દિકરો જીવે છે આવું જીવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દિવાળી આવે એટલે નોકરી કરતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *