ચણા ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજ્યની માર્કેટયાર્ડ મા ચણા ના ભાવમા થયો મોટો ઉછાળો,જાણો નવો ભાવ

0
5904

આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ચણાની સાથે સાથે દરેક પાકોના ભાવ મિત્રો આસમાની સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની તમામ માર્કેટયાર્ડોમાં ચણા સહિત અન્ય પાક ના પણ સારા એવા ભાવ મળી રહ્યા છે.માર્કેટયાર્ડ માં બધા પાકોની મોટા પ્રમાણમાં આવક રહી છે અને ચણાના પાકની પણ છલોછલ આવક થઇ રહી હતી.

લગભગ બે મહિના જેટલા સમય પહેલા મધ્યપ્રદેશના કૃષિમંત્રી ટ્વિટ કરીને જણાવ્યું કે રાજ્યમાં 23 માર્ચ થી ચણાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે જે શરુ કરવામાં આવી હતી જેમાં ચણા ની 8.71 લાખ ટન ઘઉં,1.67 લાખ ટન અને રાયડા ની 3.47 લાખ ની ખરીદી થઇ હતી અને ખેડૂત મિત્ર એ પોતાના પાકની ખરીદી શરૂ થઇ હતી.

આ વર્ષે ચણાના ભાવ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહ્યા છે અને ચણાના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. જેથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પોતાના પાકને સંગ્રહ કર્યા વગર માર્કેટયાર્ડ સુધી વેચવા માટે જઈ રહ્યા છે.આ વર્ષે તમામ પાકના સારા ભાવ મળી રહા છે.

સૌરાષ્ટ્રના ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ચણાના ભાવ 900 થી 1062 રૂપિયા બોલાયા હતા જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 657 થી 1094 રૂપિયા બોલાયા છે તો ચોટીલા માર્કેટિંગ યાર્ડ માં ચણા ના ભાવ 808 થી 909 રૂપિયા બોલાયા હતા અને હલવાડી માર્કેટીંગ યાર્ડમા ચણાના ભાવ 848 થી 913 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જ્યારે જામનગર માર્કેટ યાર્ડ માં ચણા ના ભાવ 818 થી 971 રૂપિયા બોલાય રહ્યા છે.અમરેલી માર્કેટીંગ યાર્ડના ચણાના ભાવ 631 થી 926 બોલાયા જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ 813 થી 924 રૂપિયા બોલાઇ રહા છે. ધોરાજી માર્કેટ યાર્ડ માં ચણા નો ભાવ 698 થી 885 રૂપિયા બોલાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.