દીકરી ગ્રીષ્મા ના પરિવારજનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોલ માં કરી વાત,મુખ્યમંત્રીએ સાંત્વના આપતા કહ્યું કે…

0
37

દીકરી ગ્રીષ્મા ને ગઈકાલે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમાં હજારોની સંખ્યામાં સુરતના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. સુરતમાં બનેલી ઘટના મામલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પીડિતા ના પરિવાર સાથે વાતચીત કરી હતી.

તેઓ એ આ વાતચીતમાં કડક કાર્યવાહી અને તપાસના આદેશ આપ્યા હોવાનું કહ્યું હતું.સાથે જ પરિવારને આ દુઃખની ઘડીમાં દિલાસો પણ આપ્યું હતો અને ઝડપી ન્યાય મળશે તેવી બાંહેધરી આપી હતી.ગઈકાલે મોટી સંખ્યામાં દીકરી ની વિદાય આપી હતી અને દીકરી ની અંતિમ યાત્રા માં જેટલા લોકો હાજર હતા દરેક ને આંખો માં પામી જોવા મળી હતી.

ખાસ કરીને દીકરીના પરિવારજનો ચોધાર આંસુએ રડી રહ્યા હતા. અંતિમયાત્રામાં કામરેજ ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા એ પણ પરિવારની મુલાકાત લીધી હતી. સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને પરિવારજનોને મળીને તેમને સાંત્વના આપી હતી.

દીકરી ગ્રીષ્મા નો જીવ લેનાર ફેનીલ જાણીને કડકમાં કડક સજા આપવા માટે સમગ્ર સુરત નહીં પણ આખો દેશ માંગ કરી રહ્યું છે. આ સમયે વચ્ચે આરોપી ફેનિલ ના પિતા પંકજ ગોયાનીએ પોતાના દીકરાની કાળી કરતૂતો પણ નિવેદન આપી પોતાનું મૌન તોડ્યું છે.

ફેનીલ ના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો નીકળ્યો, પરંતુ હવે શું ફાયદો જ્યારે એક માસૂમ દીકરી ની જીંદગી બરબાદ થઈ ગઈ. જો દીકરા નું ધ્યાન રાખયુ હોત અને સંસ્કાર આપ્યા હોત અને સ્ત્રી પુરુષને મર્યાદાનું ભાન કરાવ્યું હોત તો સારું હોત.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.