એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવી : 25 વર્ષના યુવકે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો વિગતો

0
132

હાલમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર જમીલુદ્દીન ખાને નામના 25 વર્ષિય યુવકે ગઈકાલે રાત્રે અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું છે.

ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આજરોજ પોસ્ટમોર્ટમ થયા બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા યુવકના લગ્ન 2020 માં થયા હતા. તેને એક નાનો બાળક પણ છે.

મૃત્યુ પામેલા યુવકની પત્ની ઘણા દિવસોથી મામાના ઘરે રહેતી હતી. મળતી માહિતી અનુસાર કોઈ કારણોસર મૃતક યુવક અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. બસ આ જ કારણોસર યુવકે પોતાનો જીવ ટૂંકાવી લીધું તેવી શક્યતાઓ છે. મૃત્યુ પામેલો યુવક પરિવારનો એકમાત્ર પુત્ર હતો.

મૃતકના ભત્રીજાએ જણાવ્યું કે, લગ્ન બાદ બધું બરોબર ચાલી રહ્યું હતું. જે બાદ કાકાને તેના સસરાએ પોતાની સાથે રહેવા બોલાવ્યા હતા. મૃતકની પત્નીને પણ દેવાસ આવવા દેવામાં આવી ન હતી.

એટલું જ નહિ પરંતુ થોડાક દિવસ પહેલાં પણ પત્નીને દેવાસ લાવવા માટે મહિલા કાઉન્સલીંગ સેન્ટર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં મૃત્યુ પામેલા યુવકનો આરોપ હતો કે તેની સાસુ તેનું ઘર બગાડી રહી છે. આ ઉપરાંત પોતાની પત્નીને ઘરે પાછી લાવવાની માંગણી કરી હતી.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે કયા કારણોસર પોતાનું જીવન તેનું હજુ કોઈ પણ સાચું કારણ સામે આવ્યો નથી. હાલમાં કહેવામાં આવી રહ્યું છે યુવતી કોઇ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.