Breaking News

ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય આપણા હિન્દૂ ધર્મમાં સ્ત્રીઓ એ, શ્રીફળ શા માટે ના વધેરવું જોઈ જાણો તેની પાછળનું કારણ શું છે……..

હિંદુ ધર્મમાં દરેક વસ્તુઓનું ખાસ મહત્વ હોય છે, પછી ભલે એ છોડ હોય, ઝાડ હોય, ફળ હોય કે પશુ-પક્ષી. મોટા ભાગે દરેક વસ્તુ કોઈ ને કોઈ ધાર્મિક મહત્વ સાથે જોડાયેલી હોય છે. નારિયેળને હિંદુ ધર્મમાં એક શુભ ફળ મનાવામાં આવે છે, આપણે ત્યાં લોકો હંમેશા કોઈ પણ કામની શરૂઆત કરે છે તો સૌથી પહેલા નારિયેળ ફોડીને એનો શુભારંભ કરે છે.

નારિયેળ કે શ્રીફળ એક ફળ છે. જે “નારિયેળી”ના વૃક્ષ પર ઉગે છે.ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ “ત્રોફા” તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે “કોપરું” કે “ટોપરું” એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ભારતીય હિંદુ ધર્મ મુજબ નારિયલ નો અનેરો મહત્વ છે તેમજ તેને ઘણું શુભ ફળ માનવામા આવે છે. તેને શ્રીફળ કહીને પણ સંબોધવામાં આવે છે. જયારે પણ માણસ કોઈ માંનતા કે બાધા રાખે અથવા તો પોતે ભગવાન ના દર્શન કરવા મંદિરે જાય છે ત્યારે શ્રીફળ થી જ શુભ શરૂવાત કરે છે. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ જયારે આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો ત્યારે તે પોતાની સાથે આ ત્રણ વસ્તુ – લક્ષ્મી, નારિયલ નું જાળ અને કામધેનુ ગાય લઈ ને આવ્યા હતા.

શ્રીફળ શબ્દ નો વિચ્છેદન કરતા શ્રી નો અર્થ લક્ષ્મી છે એટલે આ શ્રીફળ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નું ફળ છે તેમ માનવામાં આવે છે. નારિયલ મા ત્રિદેવ કેહતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ નો વાસ માનવામા આવે છે. તેમજ આ સાથે શ્રીફળ ભગવાન ભોલાનાથ નું પ્રિય ફળ પણ માનવામાં આવે છે. એક માન્યતા મુજબ જો નારિયલ ને નજીક થી જોવા જઈએ તો તેમાં ત્રણ આંખો દેખાય છે અને તેને ત્રીનેત્ર રૂપે જોવાય છે. આ સાથે શારીરિક દુર્બળતા ને દુર કરવામાં પણ શ્રીફળ નો ઉપયોગ થાય છે.

ભગવાન ને નારિયલ ધરવાથી પૈસા થી લગતી તમામ મુશ્કેલીઓ દુર થાય છે. જુના રીત રીવાજો મુજબ દરેક કર્મકાંડી કાર્યો મા શ્રીફળ ને વિશેષ માનવામાં આવે છે. કોઈ પણ વૈદિક અથવા દૈવિક ક્રિયા મા શ્રીફળ ને ચઢાવ્યા વગર તેને અધૂરી ગણવામાં આવે છે. તો આજે આર્ટીકલ દ્વારા વાત કરવી છે કે સુકામે મહિલાઓ અથવા સ્ત્રીઓ નારિયલ નથી ફોડતી. તો ચાલો જાણીએ આ કારણ વિષે.

શ્રીફળ ને નારિયલ ના જાડ નું બીજ ગણવામાં આવે છે કે જેનાથી નવું જાળ નું ઉત્પાદન થાય છે. શ્રીફળ ને પ્રજનન ક્ષમતા થી જોડવામાં આવ્યું છે એટલે સ્ત્રીઓ પોતે જયારે બીજ રૂપ થી શિશુ ને જન્મ આપે છે અને એટલા માટે સ્ત્રીઓ માટે આ બીજ રૂપી નારિયલ ને ફોડવું અશુભ માનવામાં આવે છે. કોઇપણ મંદિર હોય દેવી-દેવતાઓ ને શ્રીફળ ચઢાવ્યા માટે પુરુષ જ તેને ફોડે છે. શનિ મહારાજ ના પ્રભાવ ને શાંત કરવા નારિયલ ના પાણી થી શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવું એ એક શાસ્ત્રીય વિધિ માનવામાં આવે છે.

ભારત ના વૈદિક રીવાજો મુજબ શ્રીફળ શુભ, સમૃદ્ધિ, સમ્માન, ઉન્નતિ અને સૌભાગ્ય દર્શાવે છે. કોઈપણ વ્યક્તિ ને માન-સમ્માન આપવા જુના જમાના મા સાલ ની સાથે શ્રીફળ ભેટ આપવામાં આવતી. આપડા દરેક લગ્ન પ્રસંગ જેવા સામાજિક રીતિ-રિવાજો મા શ્રીફળ આપવું એક એવી પરંપરા છે જે યુગો થી ચાલતી આવી છે.હાલ પણ જયારે લગ્ન નક્કી થઇ ગયા હોય ત્યારે તિલક ના સમયે શ્રીફળ આપી વિવાહ નક્કી માનવામાં આવે છે. દીકરી ની વિદાય વેળાએ પણ તેને નારિયલ સાથે ધનરાશિ આપવામાં આવે છે. આ સિવાય અમુક દુખદ પ્રસંગ મા જેવા કે અંતિમ સંસ્કાર ના સમયે ચિતા ની સાથે નારિયલ ને પણ સળગાવામાં આવે છે. તેમજ વૈદિક અનુષ્ઠાનો મા અને કર્મકાંડ ના કાર્યો મા સૂકાયેલા નારિયલ ને હોમવામાં આવે છે.

આ જેટલું ધાર્મિક દૃષ્ટિ મંગલકારી છે તેટલું જ શરીર માટે પણ ઉપયોગી સાબિત થાય છે. શ્રીફળ મા ભરપુર માત્રા મા ઉર્જા સમાયેલી હોય છે. તે ઠંડા ખોરાક મા ગણાય છે અને તેમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમા થી નીકળતો રસ ને ‘નીરા’ કેહવામાં આવે છે જે આરોગ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે.આ નારિયલ પાણી મા જોવા મળતા પોટેશિયમ અને ક્લોરીન ની ક્ષમતા એક માતા ના દૂધ સમાન હોય છે. જેથી જે બાળક ને દૂધ ન પચતું હોય તેમને દૂધ ની સાથે નારિયલ નું પાણી ભેળવીને પીવું જોઈએ. જાળા કે ડી-હાઈડ્રેશન ની તકલીફ મા નારિયલ નું પાણી લીંબુ સાથે ભેળવીને પીવાથી રાહત થાય છે. તેમજ તેના અંદર નો ગર્ભ ખાવા થી કામશક્તિ મા વધારો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ ને સાકાર સાથે ખાવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે અને બાળકો પણ સુંદર થાય છે.

પૂજા દરમિયાન નારિયેળ કેમ ફોડવામાં આવે છે?એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોને બલિ સામાન્ય વાત હતી. ત્યારે આદિ શંકરાચાર્યએ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાને નારિયેળ ચઢાવવાની શરૂઆત કરી. નારિયેળ ઘણા પ્રકારે મનુષ્યના મસ્તિષ્ક સાથે મેચ થાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના લોહી સાથે કરવામાં આવે છે. સાથે જ નારિયેળના ગૂદાની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

ખરાબ નજર ઉતારવા માટે.જો કોઇને ખરાબ નજર લાગી જાય છે તો તેને નારિયેળની મદદથી ઉતારવામાં આવે છે. તેના માટે એક નારિયેળ લેવામાં આવે છે અને વ્યક્તિની લંબાઇ બરાબર લાલ દોરો નારિયેળ પર વીટવામાં આવે છે. પછી તેના માથાની ચારેય તરફ ઝડપથી સાત વખત ફેરવવામાં આવે છે અને નારિયેળને નદીમાં વહેડાવવામાં આવે છે.

About bhai bhai

Check Also

આ સમયે સબંધ બાંધવાથી 99.9% ગર્ભ રહેવાના હોય છે ચાન્સ, જાણીલો આ સમય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં લોકોને દિવસેને દિવસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *