Breaking News

ચોક્કસ તમે નહીં જાણતાં હોય કે લગ્ન બાદ પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને શા માટે દગો આપે છે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લગ્ન બાદ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે અને તેમાં દગો આપવાની પ્રવૃત્તિ કંઈક એવી છે જે પતિ-પત્ની બંનેને પસંદ નથી આવતી. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. 40 ટકા કેસોમાં બેવફાઈ જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ સ્તર અને સારી જીવનશૈલી હોવા છતાં, પરિણીત જીવનમાં છેતરપિંડીનું વલણ વધ્યું છે. આવું કરનારા લોકો, પણ તેને ખોટું જ માને છે. લગ્ન પછી પણ કેમ તમારો પાર્ટનર તમારી સાથે છેતરપિંડી કરે છે, તેના વિશે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું.

અસંતોષની લાગણી. લગ્ન જીવનમાં ભાવનાત્મક અને જાતીય અસંતોષ ખૂબ સામાન્ય છે. આને કારણે, પરિણીત કપલ સંપૂર્ણપણે અલગ રહે છે. અસંતોષની લાગણી સતત એકબીજાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને તેનાથી જીવનસાથીના મનમાં છેતરપિંડી કરવાના વિચાર આવે છે.વાતચીતનો અભાવ. કપલમાં સારી વાતચીત થવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય વાતચીત ન થવાને કારણે, એકબીજાની લાગણી વિશે ખબર નથી પડતી અથવા લાગણી પણ દૂર થાય છે. એકબીજાને સમય આપતી વખતે સારૂ કમ્યુનિકેશન કરવુ ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે.

ઈર્ષ્યા. કોઈની વધારે ઈર્ષ્યા ન કરવી જોઈએ. આ પરિણીત કપલમાં એકલતાનું કારણ બને છે. જીવનસાથીને છેતરવાનું મુખ્ય કારણ ઇર્ષ્યાને ગણી શકાય. આ કપલને વિકૃતિ તરફ દોરી જાય છે અને વધુ ઓફેન્સ પેદા કરે છે.એકલતા અનુભવવાને કારણે કોઈ પાર્ટનર પોતાને એકબીજાથી અલગ કરી શકે છે. આ પછી, તે ચીટ કરે છે, ત્યારે આ એકલતાનો અંત આવે છે. તેથી, તમારા જીવનસાથીને વધુ એકલતાની અનુભૂતિ કરાવવી એ યોગ્ય વસ્તુ ગણી શકાય નહીં અને એકબીજા સાથે મહત્તમ સમય પસાર કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટેકન ફોર ગ્રાન્ટેડ. પાર્ટનર ચીટ ત્યારે કરે છે જ્યારે તેઓ અનુભવે છે કે તેમની લાગણીની કોઈ કદર જ નથી. તેઓ જાતે છેતરાયાની અનુભૂતિ કરે છે. બંને તરફથી સહયોગ અને પ્રેમની ભાવના ન હોવા પર, ચીટની લાગણી જાગે છે. તેમને લાગે છે કે તેઓ જે પ્રેમના હકદાર છે તે તેમને નથી મળતો.ઉત્સાહનો અભાવ.લગ્નના થોડા વર્ષો પછી અથવા કેટલાક મહિના પછી જુનુંન અને ઉત્સાહનો અભાવ પણ મગજમાં ચિટિંગ કરવાના વીચાર લાવે છે. લગ્ન પહેલાના ઉત્સાહ અને લગ્ન પછીના ઉત્સાહ વચ્ચે તફાવત હોય ત્યારે જીવનસાથી નિરાશ થાય છે, અને ત્યાંથી જ છેતરપિંડી થવાની સંભાવના વધારે હોય છે.

લગ્નમાં બેવફાઈનુ શુ કારણ છે. તાજેતરમાં જ એક રિસર્ચ મુજબ 10 ટકા છુટાછેડા પાર્ટનરની બેવફાઈને કારણે થાય છે. પતિ-પત્ની આ કારણથી પોતાના રસ્તા જુદા જુદા કરી લે છે. આ સ્વાભાવિક છે પણ અનેક લોકોના સંબંધો એ માટે ખરાબ થઈ જાય છે કારણ કે તેઓ એકબીજાને દગો આપે છે. આ ખૂબ ચોંકાવનારુ લાગ્યુ પણ હકીકત એ છેકે ઘણા અસંતુષ્ટ પાર્ટનર પોતાના મિત્રથી જુદા થતા પહેલા તેને દગો આપે છે. પુરૂષો દ્વારા દગો આપવો અને સ્ત્રીઓ દ્વારા દગો આપવો એ બંને જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક પુરૂષ તો આ સંબંધ ઉપરાંત બહાર મજા લેવા માટે જ પોતાની પત્ની સાથે દગો કરે છે.

કેટલાક પુરૂષ જ્યા સુધી પરેશાનીમાં નથી પડતા ત્યા સુધી શરમ અનુભવતા નથી. જ્યા સુધી મહિલાઓનો સવાલ છે તો તે પોતાના સાથીને વિશેષ કરીને ત્યારે દગો આપે છે જ્યારે તે પોતાની જાતને સંબંધોમાં ભાવનાત્મક રૂપે એકલી અનુભવે છે. સ્ત્રી પુરૂષોમાં દગો આપવાની રીત અને આદત જુદી જુદી હોઈ શકે છે. પણ દગો દેવા પાછળનો ઉદ્દેશ્ય લગભગ એક જેવો જ હોય છે. અમે તમને કેટલાક કારણ બતાવી રહ્યા છે જેનાથી તમે જાણશો કે પતિ-પત્ની લગ્ન પછી એકબીજાને દગો કેમ આપે છે.

લગ્નમાં બેવફાઈનું કારણ – જ્યારે કોઈ પાર્ટનર સંબંધોમાં બીજા પાર્ટનર દ્વારા નજરઅંદાજ કરવામાં આવવાનું અનુભવે છે તો તેના દ્વારા બેવફાઈ કરવાની તકો વધી જાય છે. આવુ થતા તે કોઈ બીજાની શોધ શરૂ કરી દે છે અને પછી તક મળતા જ દગો આપવો શરૂ કરી દે છે. કાયદાકીય રીતે આ અયોગ્ય છે તેથી આ સંબંધોમાં બેવફાઈના બીજ રોપવાની તૈયારી શરૂ થાય છે.વધુની ઈચ્છા – લગ્નમાં બેવફાઈનુ બીજુ કારણ છે કંઈક વધુ મેળવવાની તમન્ના કરવી. જ્યારે કોઈ પાર્ટનરને સંબંધોમાં ખુશી અને આનંદ નથી મળતો તો નિ:સંદેશ ચૂપચાપ રીતે કંઈક વધુ મેળવવાની ઈચ્છા રાખે છે અને પછી સંબંધો તૂટી જાય છે.

અસંતુષ્ટિની સીમા પાર થવી – ઘણા પતિ-પત્ની છે જે એકબીજાથી સંતુષ્ટ નથી. તાજેતરમાં કરવામાં આવેલ અભ્યાસ મુજબ 50 ટકા પાર્ટનર બેવફાઈને કારણે સંબંધો તોડી નાખે છે. આ રીતે અસંતુષ્ટિ પણ એક કારણ છે જેનાથી પાર્ટનર એક બીજાને દગો આપે છે. બોર થવુ કે જીવનમાં ઉદાસી છવાઈ જવી – જેટલુ સામાન્ય લાગે છે તેટલુ નથી. તેનાથી સંબંધો પણ તૂટી શકે છે. એક્સપર્ટ્સ મુજબ આ પણ બેવફાઈનું કારણ હોઈ શકે છે. કેટલાક લોકો જે લગ્નના થોડા વર્ષો પછી સંબંધોમાં થયેલ બોરિયતને સહન કરી લે છે પણ કેટલાક લોકો છે જે મનોરંજન માટે સંબંધો સિવાય બહાર ક્યાક મોઢું મારે છે.

બીજા કારણ પત્નીનું પતિ તરફ બેદરકાર બનવું એ મુખ્ય કારણ છે. પતિનું કોઈપણ પ્રકારે ધ્યાન ના રાખવું. પતિને પોતાને એમ લાગે કે, તેની પત્ની તેનું બરાબર ધ્યાન રાખતી નથી તે જ ક્ષણથી પતિ-પત્ની વચ્ચેનું અંતર વધવાની શરૂઆત થઈ જાય છે અને બીજી કોઈક સ્ત્ર્રી તેમના તરફ ઢળે કે સહેજ લાગણી અથવા ભાવ દર્શાવે એટલે તે તેના તરફ ઢળી પડે છે. દરેક સ્ત્ર્રીએ આ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે તે બંને-મેઇડ ફેર ઇચ અધર છે- પતિ વિના પત્ની અને પત્ની વિના પતિ અધૂરા છે. દુનિયામાં એ બંને જ એકબીજા માટે સર્જાયેલાં છે અને સુખ-દુઃખનાં ભાગીદાર છે… આથી પતિને કે પત્નીને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે તેનો સાથીદાર તેની ઉપેક્ષા કરે છે. તો જ તે અન્ય પાત્ર તરફ ઢળશે.

લગ્ન થઈ જાય અને એકાદ-બે બાળકો થઈ જાય એટલે કેટલીક સ્ત્ર્રીઓ પોતાના દેખાવ તરફ બેદરકાર બની જાય છે. કપડાં પહેરવાનું પણ ઠેકાણું રહેતું નથી. પોતાની ફ્ગિર ભલે બેડોળ બને સ્ત્ર્રી તે તરફ ધ્યાન આપતી નથી. સૌંદર્ય તો કોઈનુંયે જીવનભર જળવાવાનું નથી, પણ જાણીજોઈને પોતાનું સૌંદર્ય વેડફ્નાર સ્ત્ર્રીનો પતિ સરળતાથી બીજી સ્ત્ર્રી તરફ આકર્ષાય છે. પતિ સાથેના સેક્સમાં આવેલી નીરસતા પણ એક મહત્ત્વનું પરિબળ પતિની વિમુખતા માટે ગણાય છે. કેટલીક સ્ત્ર્રીઓ પતિ સાથેના સેક્સ સંબંધોમાં પણ કાળક્રમે એટલી બધી નીરસ બની જાય છે કે, પતિને સ્પષ્ટ અનુભવ થાય છે કે, પત્ની માત્ર રૂટિન વર્ક પૂરું કરતી હોય તે રીતે કાર્ય પૂરું કરે છે. બાકી તેને તેમાં કોઈપણ પ્રકારની રુચિ કે રસ હોતો નથી, પતિ સાથેના જાતીય સંબંધ દરમિયાન ઉત્સાહ અને ઉમંગનો અભાવ પતિ સહજ રીતે અનુભવે તો તે પણ તેને બેવફ બનવા બળતણ પૂરું પાડે છે.

પતિની સારસંભાળમાં પત્નીની બેદરકારી, પત્નીની સ્થૂળતા, પતિનું પત્ની તરફ્નું આકર્ષણ ઘટી જવું વગેરે કારણોના લીધે પતિનાં પગલાં પત્નીથી દૂર ફ્ંટાઈ જાય છે. પત્નીનું વાતવાતમાં ચીડાઈ જવું, પતિ તરફ છાંછિયાં કરવાં, વધારે પડતું વાયડાપણું અને ચોખ્ખાઈ દર્શાવવી, પતિ ઉપર ગુસ્સે થવું, વારંવાર નજીવા કારણસર પતિ સાથે ઝઘડો કરવો, રિસાઈ જવું વગેરે કારણોસર પતિ પત્નીથી વિમુખ થતો જાય છે. પત્ની પતિના સુખ-દુઃખમાં ભાગીદારી કરવા, ઓફ્સિ કે ઘરસંસારની જવાબદારીમાં હોશિયારીપૂર્વક રસ લઈ તેને સાંત્વના પૂરી પાડતી ન હોય.

કોઈપણ કારણસર પતિની ઇચ્છાઓને અવગણતી હોય, પતિ તરફ બેધ્યાન રહેતી હોય અને વારંવાર પિયરમાં જઈને રહેતી હોય તો તેવા સંજોગોમાં પણ પતિ પત્નીથી દૂર ભાગે છે. પતિ સાથેના જાતીય સંબંધો પ્રત્યે ઉદાસીનતા, અજ્ઞાન અને અરુચિ દાખવે તો પણ આવા સંજોગો ઊભા થઈ શકે છે. સ્ત્ર્રી અને પુરુષ દરેકે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી જ છે કે, જાતીય સંતોષ પણ જીવનનું એક અનિવાર્ય અંગ છે.ભૂતકાળના કોઈક પ્રસંગ, બનાવ અથવા સંબંધના કારણે પતિ પ્રત્યે કઠોરતા, નફ્રત અથવા ફ્રિયાદનો ભાવ દિલમાં રાખી પતિ સાથે તે પ્રમાણેનું જ વર્તન કરવું- આ બાબત પણ પતિને બીજી સ્ત્ર્રી તરફ ધકેલે છે.

About bhai bhai

Check Also

શુ તમે પણ કરવા માંગો છો કોઈ છોકરીને ઈમ્પ્રેસ ? દરેક વ્યક્તિ થશે તમારાથી ઈમ્પ્રેસ, જાણી લો પેહલા આ વાત

મિત્રો તમે બધા જ છોકરીઓને ખુશ કરવા માંગતા હશો પણ વાત જ્યારે જીવનસાથી પસંદ કરવાની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *