ચોમાસાની વિદાય ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી,જાણો વિગતે

0
465

છેલ્લા બે દિવસથી મેઘરાજા વિરામ લીધા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈને મહત્વની આગાહી કરી છે. હવે ધીરે ધીરે ચોમાસુ પોતાની વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ સમાચાર ગરબા ખેલાડીઓ માટે પણ સારા કહી શકાય કે આ વર્ષે વરસાદને કારણે નવરાત્રિના આયોજનમાં અવરોધ નહીં આવે

અને ગરબા ખેલાડીઓ નવરાત્રી દરમિયાન સારી રીતે ગરબા રમી શકશે.ખાસ વાત તો એ છે કે આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થઈ ગયો છે ને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે પણ કેટલીક જગ્યાએ પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પુર જેવી સ્થિતિના કારણે લોકોના જીવન અને પાકને ભારે નુકશાન થયું છે.

6 ઓક્ટોબર પછી ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ધીમીધારે પડી રહ્યો છે ત્યારે નવરાત્રિની શરૂઆતમાં જ ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી તેવું જાણવા મળ્યું છે અને આ સિવાય રાજ્યમાં આગામી

દિવસોમાં વરસાદની કોઈ વધારે ગતિવિધિઓ ન દેખાય તેવી પણ શક્યતા છે અને વરસાદનું જોર ઘટવા સાથે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે હવે રાજ્યમાં ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને હાલમાં ચોમાસાની શરૂઆતના સંકેતરૂપે કેટલીક પ્રજાતિના જીવો આકાશમાં ઉડી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજવીજ અને વાવાઝોડા સાથે આગામી ત્રણ દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ગ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.