હરિધામ સોખડા મંદિરમાં ફરી એક વખત વિવાદ : સરલસ્વામીએ પ્રબોધસ્વામીની ફેટ(કાંઠલો) પકડીને કહ્યું કે…

0
259

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ખાતે ફરી એકવાર વિવાદ થયો છે. મળતી માહિતી અનુસાર ફરી એકવાર સંત વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આ વિવાદમાં પ્રબોધસ્વામી સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન કરવામાં આવ્યા છે તેવું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ પ્રબોધસ્વામી અનિર્દેશ ખંડથી યોગી આશ્રમ જતા હતા.

ત્યારે વચ્ચે સરલસ્વામીએ પ્રબોધસ્વામીને ઉભા રાખ્યા હતા. સરલસ્વામીએ કહ્યું હતું કે, અમે બોલાવીએ છતાં પણ તમારા સેવકો સેવા કરવા કેમ આવતા નથી? આટલું કહીને સરલસ્વામીએ પ્રબોધસ્વામીની ફેટ (કાંઠલો) પકડી લીધો હતો.

આ ઉપરાંત કહ્યું હતું કે જો તમે આવું ને આવું કરશો તો હું તમારો જીવ લઇ લેશે. મંદિરમાંથી બહાર નીકળી જાઓ, અમારે તમારી કોઈપણ પ્રકારની જરૂર નથી. આ ઉપરાંત મંદિરના ત્યાગીસ્વામીએ પણ કહ્યું હતું કે, અમે તમને જોઈ લઈશું. તમારે જે કરવું હોય તે કરો.

આ મામલો બની આ બાબત ભક્તોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. લગભગ બે મહિના પહેલા સોખડા મંદિરમાં સંતો દ્વારા એક સેવકની ધુલાઈ કરવામાં આવી હતી. તે મામલો પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો.

ત્યારે પોલીસે પાંચ સંત અને બે સેવકોને પોલીસ સ્ટેશન હાજર થવાનું કહ્યું હતું. હજુ તો તે મામલાના બે મહિના જ થયા છે. ત્યાં વધુ એક મામલો સામે આવ્યો છે. આ મામલે હરિભક્તોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.