કપાસના ભાવ માં કુલ તેજી,રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ

0
40

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય પાક કપાસ નું ઉત્પાદન ખૂબ જ સારું એવું થાય છે.જયારે જિલ્લામાં જીનીય અને સ્પીનિંગ મિલ આવેલી છે. હાલ કપાસના હાજર બજારમાં ભારે તેજી જોવા મળી છે.જેમાં રેકોર્ડબ્રેક એક મણ ના ભાવ

ઐતિહાસિક સપાટી 2200 ધાંગધ્રા એપીએમસીમાં બોલાયા હતા અને કપાસમાં તેજી આવતા ખેડૂતો વેચાણ અર્થે આવી રહ્યા છે. દેશમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતર અને ઉત્પાદન અંગે ખૂબ જ આગળ આવે છે.

આથી સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું મુખ્ય ઉત્પાદન સ્થળ ગણાય છે. દેશમાં કપાસના ભાવ સુરેન્દ્રનગર થી નક્કી થાય છે ત્યારે હાલ કપાસના હાજર બજારમાં કપાસના ભાવમાં લાંબા સમય બાદ ઐતિહાસિક તેજી જોવા મળી છે

અને ભાવમાં 800 ના ઉછાળા સાથે 2200 રૂપિયાની મહતમ સપાટીએ પહોંચ્યા હતા.આમ ઘણા સમય બાદ કપાસના ભાવમાં તેજી સાથે ઉછાળો આવ્યો છે જ્યારે વેપારીઓ દ્વારા સારા માલ ની ખરીદી કરી રહ્યા છે

જ્યારે થોડા વર્ષોથી કપાસ ઉત્પાદનમાં નબળું વર્ષ અને ઓછા ભાવો વચ્ચે એકાએક ભાવમાં ઉછાળો આવતા ખેડૂતોમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી.કપાસની ખરીદી માટે હાલ સ્થાનિક વેપારીઓ અને

વિદેશમાં પણ કપાસની માંગ રહે છે. આમ માંગ વધવાથી ભાવમાં ઉછાળો આવતા હોય છે. હાલ વેપારીઓ અને વિદેશમાં પણ કપાસની માંગ હોવાથી સારા કપાસના માલ ના ભાવ 2200 ને પાર બોલાયા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.