ખેડૂતો માટે ખુશીના સમાચાર,રાજ્યમાં કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ,જાણો કપાસ ના બજાર ભાવ

0
35

આ વર્ષે કપાસની ઓછી આવકના કારણે રાજ્યના ખેડૂતોને કપાસ નો ખૂબ જ સારો એવો ભાવ મળી રહ્યો છે. કપાસનો ભાવ દર વખતે કરતા આ વખતે બમણો મળતા ખેડૂતોમાં ખુશી નો માહોલ છે. સૌરાષ્ટ્ર ના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે ફોર જી અને 36 થી 37 ના ઉતારાવાળો કપાસ બહુ જ ઓછો મળે છે

પણ ગણ્યાગાંઠ્યા કયાંક થી જીનમાં આવી જાય તો તેના જીન પહોંચ 1950 થી 1975 બોલાતા હતા. કપાસીયા ખોળ વાયદા ઘટતા શુક્રવારે કપાસમાં પણ લેવાલી ઠંડી હતી પણ મળતર ઘટી રહી હોય કપાસના ભાવ બહુ ઘટયા નહોતા.

કડીના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે મહારાષ્ટ્રના કપાસની આવક વધીને 200 થી 225 ગાડી રહેતા કપાસના ભાવ લગભગ ટકેલા હતા.રાજ્યમાં કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ માં 1600 થી 2034, અમરેલીમાં 1200 થી 2067, સાવરકુંડલામાં 1450 થી 2081, જસદણમાં 1550 થી 2050,

બોટાદમાં 1280 થી 2075, મહુવામાં 990 થી 1999, કાલાવડમાં 1100 થી 2025, જામજોધપુરમાં 1600 થી 2035, ભાવનગરમાં 1075 થી 2058, જામનગરમાં 1500 થી 1975, બાબરામાં 1650 થી 2090, જેતપુરમાં 1411 થી 2100, વાંકાનેરમાં 1100 થી 2017 જોવા મળ્યો હતો.

મોરબીમાં 1550 થી 2000, રાજુલામાં 1400 થી 2051, હળવદમાં 1550 થી 1990, વિસાવદરમાં 1380 થી 2150, તળાજામાં 1100 થી 2100, બગસરામાં 1450 થી 2100, જૂનાગઢમાં 1580 થી 1900, ઉપલેટામાં 1500 થી 1950 જોવા મળ્યા હતા.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.