કપાસ ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી,સૌરાષ્ટ્ર ની માર્કેટયાર્ડ માં કપાસ ના ભાવ આસમાની સપાટીએ,એકવાર ભાવ સાંભળીને…

0
449

ખેડૂત મિત્રો ગયા વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું પરંતુ કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે ઉચ્ચ સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે પડતા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો કવીન્ટલદીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે તો ચાલો આપણે જાણીએ.

ગુજરાત રાજ્ય ની તમામ માર્કેટયાર્ડ માં કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના ભાવ મળી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.

સૌરાષ્ટ્ર ની બાબરા APMCમાં કપાસના ભાવ રૂપિયા 10585 થી 13125 રહ્યા હતા.બરોડા ના બોડેલી APMCમાં કપાસનો મહત્તમ 14201 રૂપિયા અને સરેરાશ ભાવ 13000 રૂપિયા નોંધાયો છે.જૂનાગઢ ના વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10325 રૂપિયા અને સરેરાશ ભાવ 12080 રૂપિયા નોંધાયો છે.

સૌરાષ્ટ્ર ની જૂનાગઢ ની ભેંસાણ APMCમાં કપાસના ભાવ રૂપિયા 11750 થી 12800 રહ્યા હતા.વિસનગર APMCમાં કપાસનો મહત્તમ 13650 રૂપિયા અને સરેરાશ ભાવ 10950 રૂપિયા નોંધાયો છે.રાજકોટ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 12750 રૂપિયા અને 8965 રૂપિયા નોંધાયો છે.સૌરાષ્ટ્ર ની વિસાવદર APMCમાં કપાસના ભાવ રૂપિયા 10425 થી 11250 રહ્યા હતા.ભરૂચ ના જંબુસર APMCમાં કપાસનો મહત્તમ 9500 રૂપિયા અને સરેરાશ ભાવ 9300 રૂપિયા નોંધાયો છે.

આપણે જણાવી દઈએ કે કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.આપણે જણાવી દઈએ કે ઉપર જણાવેલ ભાવ કવીન્ટલદીઠ પ્રમાણે આપેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.