કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાનો થયો છે.તેજી બાદ સીંગતેલ 2300 ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર છે.આયાતી પામતેલ માં વધારો થતા અન્ય સાઈડ તેલોમાં પણ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તેલ પરનો કૃષિ સેસ ફૂડ પામ ઓઈલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સનફ્લાવર ઓઈલ માટે 5 ટકા કરવામાં આવ્યો છે.
RBD પામોલિન ઓઈલ રિફાઇન્ડ સોયાબીન અને રિફાઇન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડયુટી વર્તમાન 32.5% થી ઘટાડીને 17.5 % કરવામા આવે છે.તમામ પ્રકારના ફૂડ ખાધ તેલ પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર સેસ 20% હતો.ઘટાડા પછી,
ફૂડ પામ ઓઈલ પર અસરકારક ડયુટી 8.25%,ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5 ટકા હશે.ખાધ તેલના ભાવ ને નિયંત્રિત કરવા માટે સરકારે પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલ પરની આયાત જકાતને તર્કસંગત બનાવી છે.
NCDEX પર સરસવ ના તેલ ના વાયદા ના વેપાર ને સ્થગિત કરવામાં આવ્યા છે અને સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.મોંઘવારી ના માર વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.કપાસિયા તેલ ના ભાવ માં વધારો થતો આર્થિક સંકટ માં મુકાયો છે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.