જીરામાં ભુક્કા બોલાવતી તેજી : રાજ્યની આ માર્કેટયાર્ડમાં જીરાના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ…

0
721

આ વર્ષે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને દરેક પાકના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને કપાસ અને મગફળીના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. સાથે અન્ય કેટલાક પાકના ભાવ પણ ખેડૂતોને સારા મળ્યા છે. ત્યારે જીરાના પાકનો ભાવ આસમાની સપાટીએ પહોંચ્યો છે.

જીરા વેચવા માટે માર્કેટયાર્ડમાં ખેડૂતોની પડાપડી થઇ રહી છે. જીરાના પાકને વેચવા માટે નું સૌથી સારું માર્કેટયાર્ડ ઊંઝાનું છે. જીરાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. પરંતુ બંને રાજ્યમાં વાતાવરણની અનિયમિતતાના કારણે જીરાનો ભાગ ખૂબ જ ઓછો થયો છે.

જીરા નું ઉત્પાદન ખુબ જ ઓછુ હોવાના કારણે દિવસે ને દિવસે બજારમાં તેનો ભાવ વધતો જાય છે. તે માટે આ વર્ષે જીરાના ભાવ આગામી દિવસોમાં આસમાની સપાટીએ પહોંચી શકે છે. મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો મહત્તમ ભાવ 4500 રૂપિયા અને સરેરાશ ભાવ 2500 રૂપિયા નોંધાયો છે.

જીરાનો આટલો બધો ભાવ મળતા ખેડૂતોમાં જીરુ વેચવા માટે પડાપડી થઇ રહી છે. ઊંઝા માર્કેટયાર્ડમાં રોજ 15 હજારથી 20 હજાર બોરીની જીરાની આવક થાય છે. મળતી માહિતી મુજબ હજુ પણ આગામી સમયમાં જીરાના આવમાં વધારો થઇ શકે છે. જીરાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ વર્ષે કુદરતી આફતોના કારણે ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ તમામ પાકની કિંમત સારી મળવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે મોટા ભાગના પાકના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. આ કારણોસર ખેડૂતોમાં એક અલગ ખુશીની લહેર જોવા મળી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.