જીરુ ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી, રાજ્યની આ માર્કેટયાર્ડમાં એકસાથે જીરુના ભાવમાં થયો જંગી ઉછાળો,જાણો જીરુ ના ભાવ

0
117

આ વર્ષે દરેક પાક ના ભાવ ખૂબ જ સારા એવા મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જીરાના આવક થતા વેપારીઓને તેને સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરી લીધી છે. આગામી દિવસોમાં જીરુંના ભાવ પાંચ હજાર સુધી પહોંચી જશે તેવું નિષ્ણાતોનું માનવું છે. આપને જણાવી દઇએ કે જિલ્લો ખાદ્ય પદાર્થ છે અને તેમાં દિવસેને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

આપને એ પણ જણાવી દઈએ કે જીરુંના ભાવમાં રોજ 20 થી 25 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને નિષ્ણાંતોનું માનવું છે કે હજુ પણ જીરાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. માર્કેટ યાર્ડના જીરાની અનેક બોરીની આવક થઈ રહી છે.સરેરાશ ગયા વર્ષની તુલનામાં જીરાનો પાક ઓછો થયો હોય તેવી ધારણા પણ વ્યક્ત કરવામાં

આવી છે અને તેના કારણે આ વર્ષે જીરૂ ના ભાવ ખૂબ જ સારા એવા મળી રહ્યા છે. જીરૂ ના ભાવ 1500 રૂપિયાથી લઈને 4570 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 1600 થી 4320 રૂપિયા નેપાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.મહુવા ભાવનગર રાજકોટ અને અમરેલી આ બધી માર્કેટયાર્ડોમાં જીરુંની ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવક થઈ રહી છે.

દૂરથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષે ખેડૂતો પોતાના પાક નો સંગ્રહ કર્યા વિના જ વેચાણ કરી રહ્યા છે. કેમ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને દલાલો નું માનવું છે કે ઘણા વર્ષો પછી જીરૂ ના ભાવ ઉચ્ચ સપાટીએ જોવા મળી રહ્યા છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.