દીકરી ગ્રીષ્મા વેકરીયા નો જાહેરમાં જીવ લેનાર ફેનીલ ને લઇને દીકરીના પિતા નંદલાલ વેકરીયાએ કરી મોટી માંગણી,કહ્યુ કે…

0
30

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટીયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે બધાની વચ્ચે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ દીકરીના પિતા આફ્રિકા હોવાથી તેના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા.

દીકરીના જીવ લઇ લેવા અંગે સમાચાર સાંભળી પિતાનું હ્રદય કંફી ઉઠયું હતું.એક વર્ષથી દીકરી ને હેરાન કરતા ફેનીલ ને તેના પરિવારજનોએ સમજાવ્યો છતાં પણ તે શનિવારે ઘરે પણ આવી ગયો હતો. ફરી સમજાવવા જતાં તેને આ કાર્ય કર્યું હતું.

આ ઘટના થતા સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર સમાજમાં શોખમય વાતાવરણ થઇ ગયું છે.દીકરીનો જીવ લેનાર અને જુના ઇતિહાસ ધરાવતો આરોપી ફેનીલ ગોયાણી ને જાહેરમાં ફાંસી આપી દેવામાં આવે તેવી દીકરીના પિતાએ માંગણી કરી છે.

હાલમાં આરોપી ફેનીલના માતા-પિતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું મારો સિક્કો ખોટો છે.દીકરી ની અંતિમ વિદાય સમયે તેમની માતા છેલ્લી વખત દીકરી ના દર્શન કરવા માટે તેમની નનામી પાસે આવી પહોંચ્યા હતા.

તેમની નનામી પાસે આવીને ભેટી ને તેઓ ચોધાર આંસુએ રડ્યા હતા. આ દ્રશ્ય જોઈને સમગ્ર ગુજરાતના લોકો ભાવુક થઈ ગયા હતા. દીકરીની નનામી પર માતા-પિતાનો કરૂણ આકંદ જોવા મળ્યો હતો.દીકરી નો જીવ લેનાર ફેનિલ ગોયાણી પણ હાલ સારવાર હેઠળ છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.