જો મિત્રો 15 મિનિટ લાઈટ ન ગઇ હોત તો દીકરી તૃષા આજે જીવતી હોત,જાણો આવું કેમ?

0
506

ગ્રીષ્મા વેકરીયા કેસ બાદ વડોદરામાં એક નવો જીવ લેવાનો કેસ બનવા પામ્યો હતો. આ કેસમાં દીકરી તૃષાની કરપીણ જીવ લઇ લેવામાં આવ્યો હતો. રાતના સમયે ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસને આ ઘટના ની જાણ થતા આરોપી કલ્પેશ ઠાકોરને ત્યારે જ અંદર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો તેનું પુનરાવર્તન પણ કરવામાં આવશે.

આ કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આરોપી ના મોઢા પર કોઈ પ્રકારનો ડર કે અફસોસ જોવા મળી રહ્યો ન હતો. તેને જ્યારે કોર્ટમાં બેસાડવામાં આવ્યો ત્યારે બંને હાથથી મુઠી ભેગી કરીને બેસી ગયો હતો. આ ઘટના બની હતી વડોદરામાં આવેલા જાંબુવા વિસ્તારમાં… દીકરી તૃષા સોલંકી પોતાના મામાના ઘરે રહેતી હતી અને પોલીસની પરીક્ષાની તૈયારી કરતી હતી.

આ ઘટના ની વાત કરીએ તો આરોપી કલ્પેશે દીકરીને મુજાર ગામના સીમાડા નજીક બોલાવી હતી. અને એક સાથે દસથી વધારે ઘા મારીને જીવ લઇ લેવામાં આવ્યો હતો. ૨૨મી તારીખે રાત્રે આ ફૂલ જેવી માસૂમ દીકરીનો જીવ લઇ લેવામાં આવ્યો હતો. ત્યારે તે જ રાત્રે આ આરોપી ને પોલીસના સંકજામાં આવી જતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગુરૂવારના રોજ આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ આરોપી ના મોઢા પર ના તો કોઈ દુઃખ જોવા મળ્યું હતું કે ના કોઈ અફસોસ… કોર્ટની કાર્યવાહી દરમિયાન જજ દ્વારા તેને પૂછવામાં આવ્યું હતું કે, તને પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે? ત્યારે તેનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે; ના, મને પોલીસ દ્વારા મારવામાં આવ્યો નથી. આ દરમિયાન તે બધાની આંખોમાં આંખો મિલાવીને વાત કરતો હતો. તેના ચહેરા પર કોઈ પ્રકારના હાવભાવ દેખાતા ન હતા.

20 મિનિટ ની કાર્યવાહી દરમ્યાન એ મક્કમ રીતે બધા વચ્ચે બેઠો હતો. જ્યારે કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા ત્યારબાદ તેના મોઢા પર હાવભાવ જોવા મળ્યા હતા અને તે બંને હાથ પીસીને કોર્ટ સામે ઊભો રહ્યો હતો. ત્યારે હવે કોર્ટ દ્વારા શું સુનાવણી કરવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે.

જ્યાં દીકરીનો જીવ લેવામાં આવ્યો ત્યાં ગીતાબેન પાટણવાડીયા ઉપસ્થિત હતા.દીકરી નો જીવ લેતી વખતે દીકરી ની ચીસ સંભળાતી હતી પણ ગીતાબેન 15 મિનિટ બાદ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં દીકરીનો પાર્થિવ દેહ મળ્યો હતો.આ ઘટનાને જોતા જ ગીતાબેને પોલીસને જાણ કરી હતી અને કહ્યું કે જ્યારે દીકરીનો જીવ લેવાયો હતો ત્યારે હું નજીક જ હતી અને તેનો અવાજ પણ સાંભળી રહ્યો હતો પણ હું ત્યાં જાવ તે પહેલાં જ લાઈટ વઇ ગઈ હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.