સેલ્ફીના ચક્કરમાં મળ્યુ મૃત્યુ : રેલવે ટ્રેક પાસે સેલ્ફી લઇ રહેલા 4 યુવકો ટ્રેનની અડફેટેમાં આવી ગયા…

0
30

હરિયાણાના ગુરુગામમાં મંગળવારના રોજ સાંજે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ટ્રેનની અડફેટેમાં આવતા ચાર યુવકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર રેલવે ટ્રેકની બાજુમાં ઊભા રહીને ચાર યુવાનો સેલ્ફી રહ્યા હતા.

ત્યારે જન શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ અને આ ટ્રેનની અડફેટેમાં ચારેઈ યુવકો આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જીઆરપીએ ચારેઈ યુવકના મૃતદેહને કબજે કરીને ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા હતા.

મળતી માહિતી અનુસાર જન શતાબ્દી સુપરફાસ્ટ ટ્રેન મંગળવારના રોજ સાંજે દિલ્હીથી નીકળી હતી. તે જેતપુર તરફ જઈ રહી હતી. ત્યારે રેલવે ટ્રેકની પાસે સેલ્ફી લઈ રહેલા ચાર યુવકો ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં ચારેય યુવકોના કરૂણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનાર ચારેય યુવકની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલા ચારેય યુવક ગુરુગામના દેવીલાલ કોલોનીના રહેવાસી હતા.

ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતાં ત્યારે ચારેઈના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઉપરાંત આસપાસના તમામ વિસ્તારોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર સમીરકુમાર, યુવરાજ, યુસુફ અને મોહમદ અનસનું આ ઘટનામાં મૃત્યુ થયું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.